________________
116
આગમસાર–પૂર્વાર્ધ (૫) ભિક્ષુ જ્યાં રોકાયા હોય ત્યાં અને તેની આસપાસની ભૂમિમાં તેના માલિકની આજ્ઞા કે રજા વગર મળોત્સર્ગ ન કરવો. (૬) આવશ્યક્તા ઊભી થાય તો પોતાના અથવા અન્ય ભિક્ષુના ઉચ્ચાર– માત્રકને લઈને ઉપાશ્રયના કોઈ એકાંત સ્થાનમાં બેસીને તે પાત્રમાં મલોત્સર્ગ કરવો અને પછી યોગ્ય ભૂમિમાં પરિષ્ઠાપન કરવું, પરઠી દેવું.
અગિયારમું અધ્યયન–શબ્દ. આ અધ્યયનમાં શબ્દ શ્રવણ સંબંધિત વર્ણન કરવામાં આવ્યું છે. (૧) તત, વિતત, ઘન, નૃસિર આ ચાર પ્રકારના વાદ્યો હોય છે, તેના અવાજ સાંભળવા ન જવું. અન્ય પણ અનેક સ્થાનો, વ્યક્તિઓ અને પશુઓનો અવાજ સાંભળવા માટે ન જવું. (૨) સ્વાભાવિક રીતે જે શબ્દો સંભળાઈ જાય તો તેમાં આસક્તિ ભાવ ન રાખવો.
બારમું અધ્યયન–૩૫. (૧) આ અધ્યયનમાં રૂપ જોવા સંબંધિત અર્થાત્ દર્શનીય સ્થાનોને જોવા જવા માટેનો નિષેધ કરવામાં આવ્યો છે. જેનું વર્ણન પૂર્વ અધ્યયન મુજબ જ છે. (૨) સ્વાભાવિક રીતે જ કોઈ પદાર્થ દષ્ટિગોચર થાય તો તેમાં આસક્તિ ભાવ ન રાખવો.
તેરમું અધ્યયન-પરક્રિયા. આ અધ્યયનમાં પર ક્રિયા સંબંધિત વર્ણન કરવામાં આવ્યું છે. (૧) કોઈપણ ગૃહસ્થ સાધુના શરીર પર સુશ્રુષા પરિચર્યા આદિ પ્રવૃત્તિઓ કરે તો તેને મનાઈ કરી દેવી તથા પોતે જાતે પણ ગૃહસ્થને કહીને સેવા ન કરાવવી. (૨) એ જ પ્રમાણે શલ્ય ચિકિત્સા, મેલ નિવારણ, કેસ-રોમ કર્તન(કપાવવાં), જૂલીખ નિષ્કાસન આદિ પ્રવૃત્તિઓનાં વિષયમાં પણ સમજી લેવું. (૩) એ જ પ્રમાણે કોઈ ગૃહસ્થ અશુદ્ધ કે શુદ્ધ મંત્રથી ચિકિત્સા કરે અથવા સચેત કંદ આદિથી(સચેત પદાર્થથી) ચિકિત્સા કરે તો પણ ના પાડી દેવી(નિષેધ કરવો.) (૪) પ્રત્યેક પ્રાણી પોતાના કર્મોને ઉપાર્જિત કરીને પછી તેના વિપાક–ફળ(પરિણામ) અનુસાર વેદના ભોગવે છે, એવું જાણીને સમભાવથી દુઃખ સહન કરવું અને સંયમ–તપમાં સમ્યક પ્રકારે રમણતા કરવી.
ચૌદમું અધ્યયન-અન્યોન્ય ક્રિયા. સાધુ–સાધુ પરસ્પર પણ શરીર પરિકર્મ આદિ ક્રિયાઓ ન કરે. એનું વર્ણન તેરમા અધ્યયન મુજબ જાણવું.
પંદરમું અધ્યયન–ભાવના. આ અધ્યયનમાં પ્રભુ મહાવીરના પારિવારિક જીવનનું જન્મથી માંડી દીક્ષા સુધીનું સંક્ષિપ્ત વર્ણન છે, દીક્ષા મહોત્સવનું પણ વર્ણન છે. (અન્યત્ર વિસ્તૃત વર્ણન હોવાને કારણે અહીં નથી કરી રહ્યા) કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી પાંચ મહાવ્રતના સ્વરૂપ અને ભાવનાઓના કથન સુધી સંબંધ જોડવામાં આવેલ છે. પ્રથમ મહાવ્રતની પાંચ ભાવના:- (૧) ઈરિયા સમિતિ યુક્ત હોવું (૨) પ્રશસ્ત મન રાખવું (૩) અસાવધ વચન, સત્ય વચન અને પ્રશસ્ત વચનનો પ્રયોગ કરવો (૪) કોઈપણ પદાર્થને ગ્રહણ કરવો, મૂકવો, આદિ પ્રવૃત્તિઓ યતનાપૂર્વક કરવી (૫) આહાર-પાણીને સારી રીતે અવલોકન ર્યા પછી વાપરવા. બીજા મહાવ્રતની પાંચ ભાવના:- (૧) સારી રીતે વિચારીને શાંતિપૂર્વક રાગ-દ્વેષ રહિત ભાષા બોલવી (૨) ક્રોધનો નિગ્રહ કરવો (૩) લોભનો નિગ્રહ કરવો (ઉપલક્ષણથી માન-માયાનો પણ નિગ્રહ કરવો) અર્થાત્ ક્રોધાદિ કષાય ભાવની અવસ્થામાં મૌન રાખવું (૪) ભયનો ત્યાગ કરીને નિર્ભય બનવા પ્રયત્ન કરવો (૫) હાસ્ય પ્રકૃતિનો ત્યાગ કરીને ગંભીરતા ધારણ કરવી. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના:- (૧)ઉપાશ્રયની બધી વાતોનો વિચાર કરીને આજ્ઞા લેવી. (૨) ગુરુજન અથવા આચાર્યની આજ્ઞા
કોઈપણ વસ્તુનું આસ્વાદન કરવું. (૩) મોટા સ્થાનમાં અથવા અનેક વિભાગ યક્ત સ્થાનમાં ક્ષેત્ર સીમાની સ્પષ્ટતા કરીને આજ્ઞા લેવી અથવા શય્યાદાતા જેટલા સ્થાનની આજ્ઞા આપે એટલા જ સ્થાનનો ઉપયોગ કરવો. (૪) પ્રત્યેક આવશ્યક વસ્તુઓની સમયસર ફરીને આજ્ઞા લેવાની પ્રવૃત્તિ અને અભ્યાસ રાખવો. (૫) સહચારી સાધુઓના ઉપકરણ-આદિની આજ્ઞા લઈને પછી જ તેને ગ્રહણ કરવા. ચોથા મહાવ્રતની પાંચ ભાવનાઃ- (૧) સ્ત્રી સંબંધી રોગજનક વાતો ન કરવી (૨) સ્ત્રીના મનોહર અંગોનું રાગ ભાવથી અવલોકન ન કરવું (૩) પૂર્વ જીવનનું, એશ-આરામનું સ્મરણ ચિંતન ન કરવું (૪) અતિ ભોજન અથવા સરસ ભોજન ન કરવું (૫) સ્ત્રી-પશુ આદિ રહિત ઉપાશ્રયમાં રહેવું. પાંચમા મહાવ્રતની પાંચ ભાવના - (૧) શબ્દ (૨) રૂપ (૩) ગંધ (૪) રસ (૫) સ્પર્શ. આ પાંચ વિષયોનો સંયોગ ન કરવો અને સ્વાભાવિક સંયોગ થવા પર રાગ ભાવ કે આસક્તિ ભાવ ન રાખવો.
સોળમું અધ્યયન-વિમુકિત. આ “વિમુક્તિ' નામનું અંતિમ અધ્યયન છે. આમાં મોક્ષ પ્રાપ્તિની પ્રેરણા અને તેના ઉપાયો સૂચિત્ત ક્ય છે.
થિી ભાવિત થઈને (ભાવતાં ભાવતાં) આરંભ– પરિગ્રહનો ત્યાગ કરવો. (૨) હીલના વચન આદિ કઠોર શબ્દરૂપી તીરોને સંગ્રામશર્ષ હાથીની સમાન સહન કરવાં. (૩) તૃષ્ણા રહિત થઈને ધ્યાન કરવું કે જેનાથી તપમાં, પ્રજ્ઞામાં અને યશમાં વૃદ્ધિ થાય. (૪) કલ્યાણકારી મહાવ્રતોનું યથાવત્ પાલન કરવું. (૫) ક્યાંય પણ રાગ ભાવ ન રાખવો. સ્ત્રીઓમાં આસક્તિ ન રાખવી. પૂજા-પ્રતિષ્ઠાની ચાહના ન રાખવી. (૬) આવા સાધકનાં કર્મમેલ, જેમ અગ્નિથી ચાંદીનો મેલ સાફ થાય છે તેમ સાફ થઈ જાય છે.