________________
jainology |
115
આગમસાર
ત્યારપછી ઊની વસ્ત્રોને ગ્રાહ્ય કહ્યા છે. આ બે પ્રકારના વસ્ત્રો ઉપલબ્ધ હોય તો અન્ય જાતિના વસ્ત્રોને ગ્રહણ ન કરવાં જોઇએ, એવો નિર્દેશ કરવામાં આવ્યો છે.(રેશમ માટે જીવતા કીડાઓને ગરમ ઉકળતા પાણીમાં નાખી તાંતણાં, રેશમ મેળવવામાં આવે છે. તેથી સાધુ કે શ્રાવક કોઈએ પણ રેશમી કાપડ વાપરવું નહીં,કે તેવા કાપડની પ્રસંશા કરી અનુમોદના પણ ન કરવી.)
(૨) બે કોષથી વધારે આગળ વસ્ત્ર યાચના માટે ન જવું. (૩) ઉદ્દેશિક(સાધુના ઉદ્દેશથી હોય) એવા દોષયુક્ત વસ્ત્રો ન લેવા. (૪) ક્રીત આદિ દોષયુક્ત વસ્ત્રો ન લેવા, પરંતુ ભિક્ષુના હેતુ વગર ગૃહસ્થને સહજ રીતે ઉપયોગમાં આવ્યા પછી તેને વહોરવું કલ્પે છે. (૫) સામાન્યજન માટે અપરિભોગ્ય હોય એવા બહુમૂલ્યવાળા વસ્ત્રો ન લેવા.
(૬) ૧. સંકલ્પિત જાતિના વસ્ત્ર ૨. સામે દેખાતાં હોય તે વસ્ત્ર ૩. ગૃહસ્થે જેનો થોડો ઉપયોગ ર્યો છે એવાં વસ્ત્ર ૪. જે ગૃહસ્થો માટે તદ્દન(પૂર્ણરૂપે) બિનઉપયોગી બની ગયા છે એવાં વસ્ત્રોને જ ગ્રહણ કરવાની વિશિષ્ટ પ્રતિજ્ઞા– અભિગ્રહ ધારણ કરવાં. (૭) ગૃહસ્થ વસ્ત્રો માટે પાછળથી સમય આપીને બોલાવે તો સ્વીકાર ન કરવો અને તે જ વખતે (વસ્ત્ર વહોરવા ગયા હોય તે વખતે) કોઈપણ પ્રકારની પ્રક્રિયા (વસ્ત્રોને ધોવા, સુવાસિત કરવા આદિ ક્રિયા) ર્યા વગર આપે તો લેવું.
(૮) વસ્ત્રમાંથી સચેત પદાર્થ ખાલી કરીને આપે તો ન લેવું. (૯) પૂર્ણ નિર્દોષ વસ્ત્રને ત્યાં જ પૂરેપૂરું ખોલીને જોઈને પછી જ લેવું. (૧૦) જીવ રહિત અને ઉપયોગમાં આવે એવું જ વસ્ત્ર વહોરવું.
(૧૧) વસ્ત્ર લીધા પછી તરત જ ધોવાની પ્રક્રિયા કરવી પડે એવા વસ્ત્રો ન લેવા.
(૧૨) ક્યારેય પણ વસ્ત્ર ધોઈને સુકાવવું હોય ત્યારે જીવ–વિરાધના થાય એવા સ્થાનમાં અથવા ચારેય તરફ ખુલ્લા આકાશવાળા ઊંચા સ્થાનમાં(વેદી વિનાની અગાશી આદિમાં) ન સુકાવવું જોઇએ.
(૧૩) વસ્ત્ર વિશે, માયા—છલ-કપટ પ્રવૃત્તિ ન કરવી અને ફાડવું, સીવવું, અદલા– બદલી કરવી આદિ નિરર્થક પ્રવૃત્તિઓ ન કરવી
છઠ્ઠું અધ્યયન–પાત્રષ્ણા.
આ અધ્યયનમાં પાત્ર સંબંધિત વર્ણન કરવામાં આવ્યું છે. (૧) લાકડું, તુંબડું અને માટી(કપ વગેરે) આ ત્રણ જાતના પાત્રો લેવા કલ્પે છે. (૨) સ્વસ્થ ભિક્ષુ આમાંથી એક જાતના પાત્ર ગ્રહણ કરે. (દા.ત. લાકડાનું) (૩) સોના, ચાંદી, લોઢું આદિ ધાતુના અને કાચ, મણિ, વસ્ત્ર, દાંત, પત્થર, ચામડું આદિના પાત્ર લેવા ભિક્ષુને કલ્પતાં નથી. બાકીનું વર્ણન વસ્ત્રની જેમ જ પાત્ર વિશે પણ સમજવું. મૂળ પાઠમાં નથી પણ કોઇ સંપ્રદાયમાં પ્લાસ્ટીક અને એક્રેલીકનો પણ વપરાશ છે.આમતો સર્વ ઉપકરણો પૃથ્વીકાયમય કે અચિત વનસ્પતિના હોય છે.કયારેક પ્રાણીઓના વાળ એટલે કે ઉનનાં પણ હોય છે. વિવેક સર્વત્ર ઇચ્છનીય છે.
સાતમું અધ્યયન–અવગ્રહ પ્રતિમા.
આ અધ્યયનમાં આજ્ઞા લેવા વિશે વર્ણન કરવામાં આવ્યું છે.
(૧) ભિક્ષુને કોઈપણ વસ્તુ અદત્ત(આપ્યા વગર) લેવી કલ્પતી નથી. કોઈ તેને આપે તો તેમજ સ્વયં આજ્ઞા લઈને કે પૂછીને તે વસ્તુ ગ્રહણ કરી શકે છે. (૨) સાધર્મિક, સહચારી શ્રમણોના ઉપકરણો આજ્ઞા વિના લેવાં કલ્પતા નથી.
(૩) મકાનના માલિકની અથવા જે વ્યક્તિને મકાન સોંપ્યું હોય તેની અથવા મકાન માલિક કહે તેમની આજ્ઞા લેવી. (૪) મકાનની સીમા, પરઠવાની ભૂમિ, સમયની મર્યાદા વગેરેનો ખુલાસો કરવો.
(૫) સાંભોગિક સાધુઓ પધાર્યા હોય તો, તેમને સ્થાન, પથારી, પાટ અને આહાર– પાણી આપવા, નિયંત્રણ કરવા. (૬) અન્ય સાંભોગિક સાધુઓ પધારે તો તેમને સ્થાન, પથારી, પાટ આદિ આપવા, નિયંત્રણ કરવા.
શ્રમણ બ્રાહ્મણયુક્ત મકાન મળ્યું હોય તો તેને કોઈપણ જાતના અણગમા વગર વિવેકપૂર્વક વાપરવું.
(૮) વ્યક્તિની અપેક્ષાએ આજ્ઞા પાંચ પ્રકારની છે– ૧. દેવેન્દ્રની ૨. રાજાની ૩. શય્યાતરની ૪. ગૃહસ્થની પ. સાધર્મિક સાધુની.
આઠમું અધ્યયન—સ્થાન.
(૧) આ અધ્યયનમાં ઊભા રહીને કાઉસ્સગ્ગ કરવાની પ્રતિજ્ઞા વિશે વર્ણન કરવામાં આવ્યું છે. એના માટે યોગ્ય સ્થાન ગ્રહણ કરવાનું સંપૂર્ણ વર્ણન બીજા અધ્યયનમાં બતાવ્યા પ્રમાણે છે. (૨) આ પ્રતિજ્ઞા કરનાર વ્યક્તિ આલંબન લઈને ઊભો રહી શકે છે. હાથ-પગનું સંચાલન(હલન–ચલન) કરી શકે છે. મર્યાદિત ભૂમિમાં સંચરણ(ચાલવું) પણ કરી શકે છે અને સંપૂર્ણપણે નિશ્ચલ, આલંબન રહિત કાઉસ્સગ્ગ પણ યથાસમય કરે છે, પરંતુ બેસતો નથી અને સૂતો પણ નથી.
નવમું અધ્યયન–નિષીધિકા.
(૧) આ અધ્યયનમાં બેસવા સંબંધિત અને સ્વાધ્યાય સંબંધિત ચર્ચાનું વર્ણન કરવામાં આવ્યું છે. યોગ્ય સ્થાનની યાચના વિધિ પૂર્વવત્ છે.
દશમું અધ્યયન–ઉચ્ચાર પ્રસવણ.
આ અધ્યયનમાં મળ ત્યાગવા(સ્થંડિલ) અને પરઠવા વિશે વર્ણન કરવામાં આવ્યું છે.
(૧) ઉચ્ચાર–પાસવણ(મળોત્સર્ગ)ની બાધા ઊભી થવા પર, મળદ્વાર સાફ કરવા માટેનો વસ્ત્રખંડ પોતાની પાસે ન હોય તો અન્ય સાધુઓ પાસેથી લેવું. (૨) જીવ રહિત અચેત અને નિર્દોષ ભૂમિમાં પરઠવું.
(૩) પોતાને અસુવિધાકારી અને અન્યને અનિચ્છનીય(અમનોજ્ઞ) લાગે એવા સ્થળે ન જવું.
(૪) મનોરંજનના સ્થળો, લોકોને ઉપયોગમાં આવતા હોય તેવા સ્થળો અને ફળ, ધાન્ય વગેરેનો સંગ્રહ થતો હોય તેવાં સ્થળોમાં સ્થંડિલ ન જવું અથવા તેવા સ્થળોની આસપાસની જગ્યાએ પણ મળોત્સર્ગ માટે ન જવું.