________________
jainology
113
આગમસાર
(૨) ક્યાંયથી પણ સુગંધ આવતી હોય તો એમાં આસક્ત ન થવું. (૩) સૂકી કે લીલી વનસ્પતિના બીજ, ફળ, પાન, શાકભાજી આદિ સંપૂર્ણપણે શસ્ત્ર પરિણત થઈને અચેત થાય, પછી જ ગ્રહણ
કરવા કલ્પે છે. (૪) કોઈ પદાર્થમાં રસજ આદિ ત્રસ જીવો ઉત્પન્ન થઈ ગયા હોય તો શસ્ત્રપરિણત થયા પહેલાં કે પછી પણ ન લેવા જોઇએ.
(ઉપર સાકરનું પડ ચડાવેલી વરિયાળી પીપર આદીમાં ગવેષણા થઈ શકતી નથી, તેથી સાકરની અંદર ઈયળ ધનેડા આદિ
ત્રસ જીવ હોવાની શક્યતા રહેલી હોય તેવી શંકાસ્પદ વસ્તુ ન લેવી.) (૫) કુંભીપક્વ ફળો એટલે કુંભમાં પકાવેલા ફળોને અપ્રાસુક અનેષણીય માનીને ન લેવા. નવમો ઉદ્દેશકઃ(૧) સાધુને આહાર વહોરાવીને, અન્ય આહાર બનાવાશે એવું જણાય અથવા એવી શંકા લાગે તો પણ ત્યાંથી આહાર ન લેવો. (૨) ભક્તિ સંપન્ન અથવા પોતાના પારિવારિક ઘરોમાં આહાર નિષ્પન્ન(બન્યા) થયા પહેલાં જઈને, ફરીથી બીજી વાર જવું ભિક્ષને
કલ્પ નહિં. કારણ કે ત્યાં દોષ લાગવાની અધિક સંભાવના રહે છે. (૩) સારું—સારું(સરસ–સ્વાદિષ્ટ) આહાર-પાણી ખાવા-પીવા અને ખરાબ (અમનોજ્ઞ, રુક્ષ, નીરસ)ને પરઠી દેવું; આવું કરવું
સાધુને કહ્યું નહિ. (૪) અધિક આહાર આવી જાય તો અન્ય સાધુઓને નિમંત્રણ ર્યા વિના આહાર ન પરવો જોઈએ. (૫) કોઈની નિશ્રાના આહારને કે એના નિમિત્તે બનાવેલો આહાર એને પૂછ્યા વિના કે તેની આજ્ઞા વિના બીજા દ્વારા ન લેવો.
(નોકર, રસોઈયા આદિ દ્વારા) દશમો ઉદ્દેશકઃ- (૧) ભિક્ષામાં મળેલા સામાન્ય આહારમાંથી કોઈને આપવામાં પોતાની ઇચ્છાનુસાર વર્તન ન કરવું જોઈએ પરંતુ તે સહવર્તી ભિક્ષુઓની આજ્ઞા લઈને જ કોઈને આપવો. (૨) વ્યક્તિગત ગોચરી હોય તો આહાર બતાવવામાં નિષ્કપટભાવ રાખવો. (૩) ઈક્ષ (શેરડી) આદિ બહુ ઉજિઝત ધર્મા(જેમાં ખાવાનું થોડું અને ફેંકી દેવાનું ઘણું) એવા પદાર્થો ન લેવા જોઇએ. (૪) ભૂલથી કોઈ અચેત પદાર્થ ગ્રહણ કર્યો હોય તો પુનઃ દાતાની આજ્ઞા પ્રાપ્ત કરીને તેને વાપરવો. જો અનુપયોગી હોય તો પાછો આપી દેવો. (દાતાની જાણ બહાર કોઈ વસ્તુ વહોરવામાં આવી ગઈ હોય .) અગિયારમો ઉદ્દેશકઃ(૧) કોઈ રોગી ભિક્ષને માટે લાવવામાં આવેલા આહારમાં નિઃસ્વાર્થવૃત્તિ રાખવી અને નિઃસ્વાર્થભાવે સેવા કરવી. (૨) ભોજન સંબંધી ૭ અભિગ્રહ(પિંડેષણા) છે– ૧. સલેપ હાથ વગેરેથી લેવું ૨. અલેપ હાથ આદિથી લેવું ૩. મૂળ વાસણમાંથી લેવું ૪. અલેપ્ય પદાર્થ લેવા ૫. અન્ય પીરસવા આદિના વાસણમાંથી લેવું . ભોજન કરનારની થાળીમાંથી લેવું ૭. ફેંકી દેવા યોગ્ય આહાર લેવો. આ જ પ્રકારે સાત પાણેષણા જાણવી.(પાણી સંબંધી)
બીજું અધ્યયન-શયેષ્ણા. આ અધ્યયનમાં ઉપાશ્રય સંબંધિત વર્ણન છે. (૧) લીલું ઘાસ, બીજ, અગ્નિ અને જળ તથા ત્રસ જીવ, કીડી, મંકોડા આદિથી યુક્ત સ્થાનમાં ન રોકાવું. (૨) જૈન સાધુઓના ઉદ્દેશથી અથવા ગણતરી યુક્ત ઉદ્દેશથી બનાવાયેલ સ્થાનમાં ન ઊતરવું. (૩) કિતદોષ અને નાના-મોટા સુધારા-વધારાથી યુક્ત કાર્ય સાધુના માટે કરવામાં આવેલ હોય તો એવા સ્થાનમાં ન રહેવું. ગૃહસ્થના ઉપયોગમાં આવી જાય તો ક્રીત કે પરિકર્મયુક્ત બધા ઉપાશ્રય કલ્પનીય કહેવાય છે. (૪) જમીનથી ઊંચા અને ચારે તરફ ખુલ્લા આકાશવાળા સ્થાનોમાં ન રહેવું. (૫) સપરિવાર ગૃહસ્થના મકાનોમાં અથવા ધન-સંપત્તિયુક્ત સ્થાનોમાં ન રહેવું. (૬) ગૃહસ્થના રહેવાના સ્થાનની અને સાધુને ઉતરવાના(રહેવાના) સ્થાનની છત અને ભીત બંને ભેગાં(સંલગ્ન) હોય તેને દ્રવ્ય પ્રતિબદ્ધ ઉપાશ્રય કહે છે તથા જ્યાં સ્ત્રી અને સાધુને બેસવાની કે લઘુનીત કરવાની જગ્યા એક જ હોય, જ્યાંથી સ્ત્રીનું રૂપ સરળતાથી જોઈ શકાતું હોય, તેના શબ્દો સરળતાથી સંભળાતા હોય, તે ભાવ પ્રતિબદ્ધ ઉપાશ્રય કહેવાય છે. આવા પ્રતિબદ્ધ ઉપાશ્રયમાં ન રહેવું. (દ્રવ્ય પ્રતિબધ્ધથી લોકનીંદાની સંભાવના હોય છે.) (૭) ભિક્ષુ અસ્નાન ધર્મનું પાલન કરનાર હોય છે અને સમયે-સમયે કેટલાય કાર્યોમાં લઘુનીતનો ઉપયોગ કરનાર હોય છે. તેથી, ભિક્ષુના શરીરની ગંધ કે દુર્ગધ આદિ પણ ગૃહસ્થોને માટે પ્રતિકૂળ તેમજ અમનોજ્ઞ બની શકે છે, તેથી ભિક્ષુને પરિવારયુક્ત ગૃહસ્થના ઘરમાં રહેવાની જિનાજ્ઞા નથી. (૮) સાધુને ક્યારેક સ્થાન નાનું અને અનેક વસ્તુઓથી રોકાયેલું મળે તો રાત્રે ગમનાગમન કરતી વખતે પહેલાં હાથથી જોઈને (અનુમાન કરીને) પછી ચાલવું. ૯) સ્ત્રી આદિકના, ચિત્રો અને લેખો યુક્ત ઉપાશ્રયમાં ન ઊતરવું જોઇએ. (૧૦) પાટ કે ઘાસ પણ જીવ રહિત, હલકા, પાછા આપવા જેવા અને સુયોગ્ય હોય તો જ ગ્રહણ કરવાં, તે પાછા આપતી વખતે પ્રતિલેખન કરીને અને આવશ્યક્તા હોય તો તાપ(તડકો) આપીને જીવ રહિત થયા પછી આપવાં. તડકો જીવ વિરાધના ન થાય એ રીતે, જમીન પર છાયા હોય તથા કુણો તડકો હોય તો જ આપી શકાય છે. (૧૧) સૂવા–બેસવાની જગ્યા અને પાટ આદિ દીક્ષા પર્યાયના ક્રમથી કરવા અને આચાર્ય આદિ પૂજ્ય પુરુષો તથા રોગી, તપસ્વી. આદિના ગ્રહણ ર્યા પછી જ યુવાન અને સ્વસ્થ શ્રમણોએ ગ્રહણ કરવાં. (૧૨) મળ-મૂત્ર પરઠવાની ભૂમિ આજુબાજુમાં હોય, તેને પુછી,જાચી–અવલોકી પછી સ્થાન નકકી કરવું.