________________
આગમસાર–પૂર્વાર્ધ
112
(૭) કોઈની પણ ગણતરી ર્યા વગર સામાન્ય રીતે ભિક્ષાચરો માટે બનાવાયેલો આહાર પુરુષાંતરકૃત થયા પછી અર્થાત્ ભિક્ષાચરો અથવા ગૃહસ્થજનો દ્વારા ગ્રહણ કે ઉપભોગ કરાયા પછી લેવો કલ્પે છે.
(૮) જ્યાં જેટલો આહાર ફક્ત દાન માટે જ નિર્ધારિત કરીને બનાવવામાં આવતો હોય અને ગૃહસ્વામી કે કર્મચારી તેનો ઉપયોગ ન કરતા હોય; એવા દાન કુળોમાંથી તે આહાર ન લેવો.
ન
દ્વિતીય ઉદ્દેશક :–
(૧)મહોત્સવોમાં જમણવારના સમયે આહાર ગ્રહણ ન કરવો. તે જ આહાર પુરુષાંતરકૃત થઈ ગયા પછી કલ્પે છે.
બે કોષ ઉપરાંત ભિક્ષાર્થે ન જવું તથા બે કોષની અંદર પણ, જમણવાર હોય ત્યાં ભિક્ષાર્થે ન જવું. ત્યાં જવાથી અનેક દોષો લાગવાની સંભાવના રહે છે.
(૨) ક્ષત્રિય, વણિક, ગોવાળ, વણકર, કોટવાળ, સુથાર, લુહાર, દરજી, કંદોઈ, સોની આદિના ઘરોમાંથી અને અન્ય પણ આવા લોક વ્યવહારમાં જે અજુગુપ્સિત અને અનિન્દ્રિત કુળ હોય ત્યાંથી આહાર લેવો કલ્પે છે. તૃતીય ઉદ્દેશક ઃ–
(૧) જમણવાર (મોટા ભોજન સમારંભ) વાળા ગ્રામાદિ માટે,તે આહારને ગ્રહણ કરવાના હેતુથી, વિહાર કરીને ત્યાં જવું ન જોઇએ
(૨) ઉપાશ્રયથી અન્યત્ર ક્યાંય જવું હોય તો સર્વ ઉપકરણોથી એટલે કે બહાર જવાની સંપૂર્ણ વેશભૂષાથી યુક્ત થઈને જવું. (૩) રાજા અને તેના સ્વજન–પરિજનનો(આશ્રિતજનોનો) આહાર ન લેવો જોઇએ.
ચતુર્થ ઉદ્દેશક ઃ—
(૧) વિશિષ્ટ ભોજનવાળા(મુંડન પ્રસંગ વગેરે વાળા) ઘરમાં લોકોનું આવાગમન અધિક થઈ રહ્યું હોય તે સમયે ભિક્ષા લેવા ન જવું જોઇએ. શાંતિના સમયે વિવેકપૂર્વક જવું કલ્પે છે.
(૨) દૂધ દોહવાતું હોય અથવા આહાર બનતો હોય, એવું જાણીને ત્યારે ભિક્ષા માટે પ્રવેશ ન કરવો અને નિશ્ચિત વ્યક્તિ (જેના માટે ભોજન બનાવવામાં આવ્યું હોય તે વ્યક્તિ)ને આપ્યા પછી જ આહાર લેવો.
(૩) આગન્તુક નવા સાધુઓની સાથે ભિક્ષાચર્યા સંબંધી માયાપૂર્ણ વ્યવહાર ન કરવો પરંતુ આસક્તિ દૂર કરી ઉદાર વૃત્તિથી વ્યવહાર કરવો.
પંચમ ઉદ્દેશક :–
(૧) કોઈ આહારની શીઘ્ર પ્રાપ્તિ થાય એવા હેતુથી ઉતાવળપૂર્વક ન જવું જોઇએ અને હોશિયારી કરીને પણ ન જવું જોઇએ.
(૨) આપત્તિકારક, બાધાજનક માર્ગેથી ભિક્ષાર્થે ન નીકળવું.
(૩) ઘરોના નાના કે મોટા દરવાજા કે બંધ માર્ગ માલીકની આજ્ઞા વગર ન ખોલવા જોઇએ.
(૪) અનેક ભિક્ષાચરો(ભિક્ષુકો) કે અસાંભોગિક સાધુઓને માટે દાતાએ સામુહિક આહાર આપ્યો હોય તો સંવિભાગ કરીને પોતાના ભાગમાં આવેલો આહાર જ લેવો અને સાધર્મિકોની સાથે જ આહાર કરવાનો હોય તો પણ પોતાના ભાગમાં આવેલા આહારથી અધિક આહાર ખાવાની ઇચ્છા કે પ્રયત્ન ન કરવો.
(૫) ઘરની બહાર કોઈ ભિક્ષુક ઊભો હોય તો તે ઘરમાં ભિક્ષા માટે ન જવું, તે ભિક્ષા લઈને નિવૃત્ત થાય અર્થાત્ ચાલ્યો જાય પછી જ એ ઘરે જવું કલ્પે છે.
છઠ્ઠો ઉદ્દેશક :– (૧) માર્ગમાં કબૂતર આદિ પ્રાણીઓ આહાર કરતા હોય તો અન્ય માર્ગેથી ભિક્ષાર્થે જવું જોઇએ.
(૨) ગૃહસ્થના ઘરમાં ઉચિત્ત સ્થાન પર અને વિવેકપૂર્વક ઊભા રહેવું જોઇએ તથા ચક્ષુઇન્દ્રિયને વશમાં રાખવી જોઇએ.
(૩) પૂર્વકર્મ પશ્ચાતકર્મ દોષયુક્ત ભિક્ષા લેવી નહીં તેમજ સચેત પાણી, મીઠું આદિ કે વનસ્પતિ વગેરેથી ખરડાયેલા હાથ કે ચમચા વડે ભિક્ષા લેવી નહિ.
(૪) સચેત કે કોઈપણ અચેત વસ્તુ સાધુ માટે ફૂટીને, પીસીને, જાટકીને આપવામાં આવે તો તે ન લેવી.
(૫) અગ્નિ પર રાખેલી વસ્તુ ન લેવી.
સાતમો ઉદ્દેશક :–
--
(૧) માલોહડ(નિસરણી આદિ રાખીને આપવામાં આવે એવી) વસ્તુ ન લેવી તથા મુશ્કેલીથી બહાર કાઢીને અથવા લઈને આવે એવી વસ્તુ પણ ન લેવી.
(૨) બંધ ઢાંકણું ખોલવામાં પહેલાં કે પછી વિરાધના થતી હોય તો તેને ખોલાવીને વસ્તુ ન લેવી.
(૩) સચેત પૃથ્વી, પાણી, વનસ્પતિની ઉપર રાખવામાં આવેલા પદાર્થ ન લેવાં.
(૪) પંખા આદિની હવાથી ગરમ પદાર્થ ઠંડો કરીને આપે તો ન લેવો.
ન
(૫) ધોવાથી અચેત બનેલા પાણીને ૧૫ મીનિટ સુધી ન લેવું.
(૬) ક્યારેક દાતા વહોરાવવા યોગ્ય સ્થિતિમાં ન હોય અથવા તેના વહોરાવવામાં વિરાધનાની સંભાવના થતી હોય તો ભિક્ષુ આજ્ઞા પ્રાપ્ત કરીને સ્વયં (ફક્ત પાણી જ) તે પાત્રમાંથી ઉલેચીને અથવા લોટી, ગ્લાસ કે પોતાના પાત્રાથી ઘરના માલિકની ઇચ્છા (સ્વીકૃતિ) અનુસાર લઈ શકે છે. (૭) સચિત્ત પદાર્થોની ઉપર કે નીચે રાખવામાં આવેલાં અચેત પાણીને ન લેવું તેમજ સચેત પાણી લેવાના પાત્રથી અચેત પાણી આપે તો ન લેવું જોઇએ.
આઠમો ઉદ્દેશક :–
(૧) બીજ કે ગોટલી યુક્ત અચેત પાણી હોય અને તેને ગાળીને આપવામાં આવે તો પણ ન લેવું.