________________
jainology I
111
નવમું અધ્યયન—ઉપધાન શ્રુત.
આગમસાર
પ્રથમ ઉદ્દેશક :–
(૧) ભગવાન મહાવીર સ્વામીએ હેમંત ઋતુમાં સંયમ અંગીકાર ક્યોં હતો.
(૨) તેઓ સંપૂર્ણ સંયમ વિધિનું યથાવત્ પાલન કરતા હતા અર્થાત્ પાંચ મહાવ્રત, પાંચ સમિતિમાં કોઈપણ પ્રકારે ખંડન કે પ્રમાદનું આચરણ નહોતા કરતા.
(૩) તેઓ ઠંડીથી ડરતા નહીં અને ક્યારેક મકાનની બહાર આવીને પણ ઠંડી સહન કરતા.
(૪) પ્રભુએ એક વર્ષ અને એક માસ વીતી ગયા પછી ઇંદ્રે આપેલા વસ્ત્રનો ત્યાગ કરીને, તેને વોસિરાવી દીધું હતું.
(૫) સંયમ અંગીકાર ર્યા પહેલાં પણ ભગવાને બે વર્ષ સુધી સચેત પાણીનો ત્યાગ આદિ નિયમો ધારણ ર્યા હતા.
(૬) પ્રભુ મહાવીર એકાગ્ર દષ્ટિથી ચાલતા, ક્યારેય આમ—તેમ નજર ન કરતા અને ચળ આવતાં શરીરને ખંજવાળતા નહીં. દ્વિતીય ઉદ્દેશક :–
(૧) પ્રભુ મહાવીરે છદ્મસ્થ કાળ દરમ્યાન અનેક પ્રકારના સ્થાનોમાં નિવાસ ર્યો હતો. જેમ કે– ધર્મશાળા,સભાસ્થળ, પરબ, દુકાન, ખંડેર, પર્ણકુટીર(ઝુંપડી), ઉદ્યાન, વિશ્રામગૃહ, ગામ, નગર, સ્મશાનગૃહ, શૂન્યગૃહ, વૃક્ષ નીચે ઇત્યાદિ.
(૨) ભગવાન ક્યારેય પણ સૂતા ન હતા, નિદ્રા લેતા ન હતા, પ્રમાદની સંભાવના જાણતા તો હલન-ચલન કરીને તેને દૂર કરતા. (૩) જીવ–જંતુઓ સંબંધી અને કોટવાળ આદિ રક્ષકો સંબંધી અનેક કષ્ટો પ્રભુએ સહન ર્યા.
(૪) દેવ આદિના અનુકૂળ કે પ્રતિકૂળ ભયાનક કષ્ટોમાં પણ પ્રભુએ હર્ષ–શોકનો ત્યાગ કરીને તેને સહન ર્યા. તૃતીય ઉદ્દેશક :–
(૧) પ્રભુ મહાવીર થોડા સમય માટે અનાર્ય દેશમાં ગયા. ત્યાં લોકોનો આહાર– વ્યવહાર અત્યંત રૂક્ષ હતો.
(૨) ત્યાં શિકારી કુતરાઓનો ઉપદ્રવ પણ બહુ જ હતો. ત્યાંના લોકો કુતરાઓને બોલાવીને ભગવાન પર છોડતાં અને તેમને કરડાવતાં, પરંતુ પ્રભુએ ક્યારેય તેનાથી બચવાની જરા પણ કોશિશ ન કરી.
(૩) કેટલાય લોકો ભગવાનને ગાળો આપતા, ચીડવતા, પત્થર મારતા, ધૂળ ફેંકતા, પાછળથી ધક્કો મારી દેતા .
(૪) કોઈ લોકો પ્રભુને દંડ, મુષ્ઠી, ભાલા આદિથી પ્રહાર કરતા અને ક્યાંક તો પ્રભુ ગામમાં પ્રવેશ કરે એના પહેલાં જ લોકો તેમને કાઢી મૂકતા કે અમારા ગામમાં ન આવો. આવા ભયાનક કષ્ટો ત્યાં(અનાર્ય દેશમાં) પ્રભુએ સહન ર્ડા.
ચતુર્થ ઉદ્દેશક :–
(૧) પ્રભુ મહાવીર નિરોગી હોવા છતાં પણ અલ્પ આહાર કરતા હતા અને રોગ આવવા છતાં ક્યારેય પણ ઔષધ કે ચિકિત્સા વગેરે ન કરતા.
(૨) તેઓ ક્યારેય પણ શરીર ઉપર વિલેપન કરતા ન હતા. ઠંડી અને ગરમીમાં આતાપના લેતા અને છઠથી માંડીને છ માસ સુધીની અનેક ચૌવિહાર તપશ્ચર્યા કરતા જ રહેતા.
(૩) સંયમમાં કે ગવેષણામાં ક્યારેય કોઈપણ જાતનો દોષ ન લગાડતા. માર્ગમાં અન્ય આહારાર્થી પશુ-પક્ષી કે યાચકો હોય તો તેને ઉલ્લંઘીને ભગવાન ભિક્ષાર્થે જતા નહીં અથવા તે જીવોને અંતરાય ન પડે એવી રીતે વિવેકપૂર્વક જતા.
(૪) એકવાર આઠ માસ સુધી પ્રભુએ ભાત, બોરચૂર્ણ અને અડદ આ ત્રણ વસ્તુ સિવાય કોઈપણ આહાર લીધો ન હતો.
(૫) ક્યારેક સંસ્કારિત, ક્યારેક અસંસ્કારિત, સૂકો(લખો),ઠંડો, વાસી, પુરાણા– જીર્ણ ધાન્યથી બનેલો અને નીરસ, જેવો આહાર
મળતો અથવા ક્યારેક ન પણ મળતો, તો એમાંય પ્રભુ સંતોષ માનીને પ્રસન્ન રહેતા હતા.
(૬) ભગવાન કષાય રહિત, વિગયોની વૃદ્ધિ રહિત અને શબ્દાદિની આસક્તિ રહિત બનીને હંમેશાં ધ્યાનમાં લીન રહેતા. પ્રભુ
ક્યારેક ઉર્ધ્વલોક આદિના સ્વરૂપ વિશે અને ક્યારેક આત્મસ્વરૂપનું અવલંબન લઈને ધ્યાન કરતા હતા.
(૭) પ્રભુએ છદ્મસ્થકાળ દરમ્યાન સંયમની આરાધના કરતાં, ક્યારેય પણ પ્રમાદ આચરણ(દોષ–અતિચાર) નું સેવન ક્યું નથી. ૫ નવમું અધ્યયન સંપૂર્ણ ।। આચારાંગ સૂત્ર પ્રથમ શ્રુત સ્કંધ સારાંશ સંપૂર્ણ ૫
આચારાંગ : દ્વિતીય શ્રુતસ્કંધ
પ્રથમ અધ્યયન—પિંડેષણા.
આ અધ્યયનમાં શ્રમણોની આહાર-પાણી સંબંધી ગવેષણા વિધિનું વર્ણન વિભિન્ન રીતે અગિયાર ઉદ્દેશકોમાં કરવામાં આવ્યું છે.
=
પ્રથમ ઉદ્દેશક :– (૧) લીલોતરી, બીજ, ફૂલ અને સૂક્ષ્મ ત્રસ જીવ સંયુક્ત આહાર ન લેવો અને ભૂલથી આવી જાય તો શોધન કરીને ઉપયોગ કરવો. જો શોધન ન થઈ શકે તો પરઠી દેવું જોઇએ.
(૨) સૂકું ધાન્ય, બીજ, શીંગ આદિના ટુકડા થયા હોય કે અગ્નિ દ્વારા પરિપક્વ થયા હોય તો કલ્પનીય છે.
(૩) કાચા ધાન્ય આદિના ભૂંજેલ ધાણી આદિ અગ્નિ પર પરિપૂર્ણ શેકેલા હોય તો તે ગ્રાહ્ય છે.
(૪) અન્ય ભિક્ષાચાર અથવા પારિહારિક(પ્રાયશ્ચિત ગ્રહણ કરેલા કે જેનો આહાર જુદો હોય) સાધુની સાથે આવાગમન ન । કરવું. (૫) સાધુ–સાધ્વી માટે બનાવેલો, ખરીદેલો, ઉધાર લાવવામાં આવેલો, કોઈ પાસેથી પડાવીને લાવવામાં આવેલો, સામે લાવેલો આહાર સાધુ માટે કલ્પનીય નથી.
(૬) સામાન્ય રીતે શાક્ય આદિ બધાં શ્રમણો માટે ગણી-ગણીને બનાવાયેલો આહાર પણ ભિક્ષુકો માટે અગ્રાહ્ય છે, કારણ કે ગણવામાં જૈન ભિક્ષુ પણ હોય છે.