________________
આગમસાર–પૂર્વાર્ધ
110 (૪) ગામ હોય કે નગર હોય અથવા જંગલ હોય; ક્યાંયથી પણ જે પ્રથમ, મધ્યમ કે અંતિમ કોઈપણ વયમાં બોધ પ્રાપ્ત કરીને સંયમ સ્વીકારે છે અને હિંસાદિ પાપોનો સર્વથા પરિત્યાગ કરે છે તે મુક્ત થઈ જાય છે. (૫) સર્વત્ર લોકગત જીવ હિંસાદિ ક્રિયાઓમાં રત છે તેમને જોઈને મુનિ ત્રણ કરણ અને ત્રણયોગથી હિંસા દંડનું સેવન ન કરે. દ્વિતીય ઉદ્દેશક:(૧) આધાકર્મી આહારનો મુનિ મૃત્યુ સમય સુધી પણ સ્વીકાર ન કરે અને શક્ય હોય તો આગ્રહ કરનાર દાતાને પણ ધર્મ સમજાવે. (૨) અસમાન સંયમી ભિક્ષુઓની સાથે આહાર આદાન-પ્રદાનનો વ્યવહાર ન કરે પરંતુ સમાન સંયમી ભિક્ષુઓની સાથે આહાર વ્યવહાર કરે.. તૃતીય ઉદ્દેશક:(૧) મધ્યમ વયમાં પણ કેટલાય મુમુક્ષુ આત્માઓ ઉત્કૃષ્ટ સંયમી બને છે અને શુદ્ધ આરાધના કરે છે, તે મહાન નિગ્રંથ છે. (૨) શરીરના મમત્વનો ત્યાગ કરીને તે અનેક ગુણોથી સંપન્ન થઈ જાય છે. (૩) અસહ્ય ઠંડીથી થરથરતાં જોઈને, કોઈ મુનિને અગ્નિથી તાપવાની પ્રેરણા કરે તો મુનિ મનથી પણ તેની ઇચ્છા ન કરે.
ચતુર્થ ઉદ્દેશકઃ(૧) કોઈ મુનિ ત્રણ વસ્ત્ર(ચાદર) રાખવાની વિશેષ પ્રતિજ્ઞા(આઠ માસ સુધી) ધારણ કરે. તે વસ્ત્રોને ધોવે નહિં. જીર્ણ થાય તો નવા વસ્ત્રો લે નહિ, પરંતુ જીર્ણને પરઠી દે. (૨) ભિક્ષુ ક્યારેક સ્ત્રી પરીષહથી પરાજિત થઈ જાય તો અંતમાં સ્વયં પોતે જ મૃત્યુનો સ્વીકાર કરી લે પરંતુ બ્રહ્મચર્યવ્રતનો ભંગ ન કરે. વ્રત રક્ષાના હેતુથી તેનું સ્વતઃ વેહાનસ(ફાંસી) અને વૃદ્ધસ્પષ્ટ(ગીધપક્ષીનો ભક્ષણ) મરણે મરવું તે પણ કલ્યાણકારી છે. પાંચમો ઉદ્દેશક:(૧) કોઈ ભિક્ષુ બે વસ્ત્ર ધારણ કરવાની(આઠ માસ સુધી) પ્રતિજ્ઞા કરે; તે વસ્ત્રોને ધોવા વગેરે કાર્ય ન કરે. વસ્ત્રો જીર્ણ થઈ જાય તો તેને પરઠી દે. પરીષહ આદિ આવે તો સમ્યક પ્રકારે સહન કરે. (૨) કોઈ રોગ આવી જાય અને જાતે ગોચરી જવા માટે અસમર્થ હોય તો પણ બીજા પાસેથી(ગૃહસ્થો પાસેથી) ન મંગાવે કે ન એમના પાસેથી લે. આહાર સિવાય અન્ય વસ્તુ પણ ન લે. સ્વસ્થ થયા પછી તે સ્વયં ગોચરી જઈને લાવે.
કરાવવા સંબંધી અભિગ્રહ પણ ભિક્ષ ધારણ કરી શકે છે. આ વૈયાવચ્ચ ભિક્ષઓ સાથેના પારસ્પરિક વ્યવહાર સંબંધિત હોય છે. રોગાંતક આદિ સમયે પોતે સેવા ન કરાવવી એવો નિર્ણય(અભિગ્રહ) લઈ શકે છે. પરંતુ અન્ય શ્રમણોની રોગાદિ સમયે સેવા ન કરવી એવો ત્યાગ ન જ કરી શકાય. (૪) જિનાજ્ઞા અનુસાર અને પોતાની સમાધિ અનુસાર ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાઓનું સમ્યફ રીતે આરાધન કરે અને મૃત્યુને નજીક સમજીને ભક્ત પ્રત્યાખ્યાન, પંડિત મરણ સ્વીકાર કરે. છઠ્ઠો ઉદ્દેશકઃ(૧) કોઈ ભિક્ષુ એક વસ્ત્ર (આઠ માસ સુધી) ધારણ કરવાની પ્રતિજ્ઞા કરે અને તે વસ્ત્ર જીર્ણ થયા પછી તેને પરઠી દે. (ર) સાધુ એકલપણામાં હંમેશા એકત્વ ભાવમાં રમણતા કરે.(૩) ભિક્ષુ આહાર પ્રત્યે રસ આસ્વાદની વૃત્તિ ન રાખે. (૪) શ્રમણને જ્યારે શરીરની દુર્બળતા જણાય કે હવે આ શરીર સંયમપાલનમાં અક્ષમ છે, તો તે તૃણ આદિની યાચના કરી યોગ્ય સ્થાનમાં ગિતમરણ સંથારો સ્વીકાર કરે અને તેની વિધિપૂર્વક આરાધના કરે.
સાતમો ઉદ્દેશક – (૧) ભિક્ષુ અચેલ રહેવાની (આઠ માસ સુધી) પ્રતિજ્ઞા ધારણ કરે અને લજ્જા નિવારણાર્થે એક ચોલપટ્ટો (કટિબંધનક) ધારણ કરે. શીત, ઉષ્ણ આદિ કષ્ટોને સમ્યક ભાવે સહન કરે. (૨) આહાર સહભોગનો ત્યાગ કરવાની, વિભિન્ન પ્રતિજ્ઞાઓ ધારણ કરે. (૩) અંતમાં, વિધિ પ્રમાણે પાદોપગમન પંડિત મરણનો સ્વીકાર કરે. આઠમો ઉદ્દેશકઃ(૧) ભક્ત પ્રત્યાખ્યાન - કષાય પાતળા પાડે. આહાર ઘટાડે અને અંતે આહારનો ત્યાગ કરે. જીવન-મરણની ચાહના ન કરે. નિર્જરાપેક્ષી બનીને શુદ્ધ અધ્યવસાય રાખે.
આયુષ્ય સમાપ્તિ નજીક જાણીને આત્માને શિક્ષિત કરે. યોગ્ય નિર્જીવ ભૂમિમાં વિધિપૂર્વક સંથારો કરે. કષ્ટ, પરીષહમાં ધૈર્ય ધારણ કરે. નાના-મોટાં જીવો દ્વારા ઉત્પન ઉપદ્રવમાં સહનશીલતાની સાથે શુદ્ધ પરિણામ રાખે. (૨) ઈગિત મરણ - અન્ય કોઈ દ્વારા સહકાર સહયોગની ક્રિયા ન કરાવે(અર્થાત્ કોઈની સેવા ન લે) પરંતુ જરૂરિયાત પડે ત્યારે પોતે સ્વયં શરીરની પરિચર્યા (દબાવવું આદિ) કરી શકે છે. મર્યાદિત ભૂમિમાં ઊઠવું, બેસવું, ચાલવું, સૂવું આદિ પ્રવૃતિઓ પણ અત્યંત આવશ્યક્તા હોય તો કરી શકે છે. (૩) પાદોપગમન - વૃક્ષની તૂટેલી અને જમીન પર પડેલી ડાળીની જેમ સ્થિરમાય બનીને એકજ આસન પર સ્થિર રહે, પરીષહ, ઉપસર્ગ દઢતાપૂર્વક સહન કરે. શરીર પર કોઈ પગ મૂકીને ચાલે કે કોઈ શરીરને કચડી નાખે, તો પણ ધૈર્યપૂર્વક સહન કરે પરંતુ પોતાનું સ્થાન ન છોડે. મળ-મૂત્ર ત્યાગવા માટે સ્થાન છોડીને જઈ શકે છે. જીવન પર્યત આવી રીતે સહન કરે. સહનશીલતાને જ પરમધર્મ સમજે.