________________
આગમસાર–પૂર્વાર્ધ
106 પુદગલોના યોગથી જીવ પુદગલો સાથે એકમેક થઇ જાય છે. (શરીર આનું ઉદાહરણમાં છે). આથી પુદગલો પર આસકતિ થાય છે. આસકતિના કારણે વસ્તુઓના નિર્માણમાં થયેલી હિંસાનું વિસ્મરણ થઈ જાય છે. તે સાથે જીવઅજીવનું જ્ઞાન અને અનુકંપા પણ ચાલી જાય છે. આમ જીવના સંગીપણાના સ્વભાવના કારણે ત્યાગમાર્ગ એજ મુખ્ય મોક્ષમાર્ગ છે.
દ્વિતીય ઉદ્દેશકઃ(૧) પરમધર્મને સમજીને સમ્યગ્દષ્ટિ જીવ અથવા સમન્વદર્શી સાધક પાપ કર્મોનું ઉપાર્જન કરતા નથી. (૨) કામભોગોમાં આસક્ત જીવ કર્મ સંગ્રહ કરી સંસારમાં ભ્રમણ કરે છે. (૩) કર્મ વિપાકના જાણકાર મુનિ (સાધક આત્માઓ) પાપકર્મ કરતા નથી. (૪) સાંસારિક પ્રાણીઓ સુખ માટે જે પુરુષાર્થ કરે છે તે ચાળણીમાં પાણી ભરવાના પુરુષાર્થ સમાન છે. (૫) મુનિ ભૌતિક સુખ અને સ્ત્રીઓથી વિરક્ત રહે. (૬) મુનિ ક્રોધ આદિ કષાયોનો અને આશ્રવોનો ત્યાગ કરે. મનુષ્યભવરૂપી અવસર પ્રાપ્ત કરી હિંસાનો સર્વથા ત્યાગ કરે. તૃતીય ઉદ્દેશકઃ(૧) બીજાની શરમને કારણે પાપ કર્મ ન કરવામાં ભાવ સંયમ નથી પરંતુ પરમજ્ઞાની સાધક કર્મસિદ્ધાંત અને ભગવાનની આજ્ઞાને સમજીને ક્યારેય પણ પ્રમાદન કરે, વૈરાગ્યભાવ દ્વારા ઉદાસીનવૃત્તિ પૂર્વક અહિંસક બને.
ભાવો નું મહત્વ મને કર્મ બંધ થશે. દુ:ખ ભોગવવું પડશે. માટે હું બીજાને દુઃખ પહોચાડતો નથી. તો હજી એ સદવર્તન દુઃખ નાં ભયથી છે. જો કર્મ બંધ ન થતો હોય તો મને દુઃખ પહોચાડવામાં વાંધો નથી. આ અનુકંપા ભાવ નથી. મારા આત્મા ક્વોજ એનો આત્મા છે. મને દુઃખ અપ્રિય છે તેમ એને પણ અપ્રિય છે. પોતાના સરખો કે પોતાનો જ એ આત્મા જાણી જે પ્રવૃતિ કરે છે તે અંગે આયા (આત્મા એક છે ) ની ઉકતિ ને સાર્થક કરે છે.
સાવધ યોગનું પરિણામ દુર્ગતિ-નિરવધ યોગનું પરિણામ સદગતિ – ઉપયોગનું પરિણામ મોક્ષગતિ. (૨) તત્ત્વો પર શુદ્ધ શ્રદ્ધા રાખીને, કર્મ ક્ષય કરવા તત્પર રહે. (૩) હાસ્ય અને હર્ષ-શોકનો સર્વથા ત્યાગ કરીને ગંભીર બને. (૪) આત્મ નિગ્રહ કરવાથી અને આત્માને જ સાચો મિત્ર સમજીને તપ-સંયમમાં પુરુષાર્થ કરવાથી દુઃખરૂપ સંસારનો પાર પામી શકાય છે. (૫) જ્ઞાની સાધક ક્યારેય પણ માન, પૂજા, સત્કારની ઇચ્છા ન રાખે અને દુઃખના ડુંગરો તૂટી પડવા છતાં ય પ્રસન્નચિત્ત રહે.
- રસ ત્યાગ અને ૨૫ ત્યાગ. સાધકે ઈન્દ્રીયોના વિષયોમાં આસકત ન થવું. પરંતુ શરીર રક્ષા માટે આહાર એટલે કે રસોપભોગ એ આવશ્યક તત્વ છે. અને ૨૫ એ આંખનો વિષય છે. આંખ એ એક એવી ઇન્દ્રીય છે કે જેની ગતિ અને ચપલતા અતિતીવ્ર હોય છે. તેનું આકર્ષણ પણ તેટલુંજ ઉગ્ર અને તેને માટે નિમીતો પણ પળેપળે તેવા અને તેટલા જ મળતાં રહે છે. બીજી ઈન્દ્રીયોને જે પ્રલોભનો સહજ નથી હોતા તેવા આંખને સહજ રીતે અને વિના પ્રયત્ન પ્રાપ્ત થઈ પડે છે. આંખ સતત જાગૃત હોવાથી એક વસ્તુ જોઈ કે તુરંત જ મનમાં તેનું પ્રતિબિંબ પડવાનું. ચિત પર સંસ્કારો જમાવવાનું, અને એકવાર મનને વેગ મળ્યો પછી તે ફરી ફરી તે જ તરફ ખેંચી જવાનું. તેથી અહીં આંખના વિષયરૂપ રૂપનો પ્રધાન પણે નિર્દેશ કર્યો છે. તથા આહાર શરીર ટકાવવા આવશ્યક છે, અને તેથી રસેન્દ્રીય ના વિષયો પણ જાણે અજાણે ભોગવાય જ છે. પણ તેની આસકિત થી સદા દૂર રહેવા પ્રયત્ન કરવો. અન્ય બધા ઈન્દ્રીયના વિષયો કરતાં આ બે વધારે ખતરનાક છે. અને વધારે પ્રમાણમાં ઉપયોગ વાળા પણ છે. તેથી સાવધાન રહેવું. શબ્દ, ગંધ, સ્પર્શથી સાધક દૂર રહે છે પણ રસ અને રુપ તો તેને સતત વિના પ્રયાસે પ્રાપ્ત થાય જ છે. તેથી વિષેશ સાવધાની આવશ્યક છે.
–––– ચતુર્થ ઉદ્દેશક:(૧) સર્વજ્ઞ ભગવાનનું કથન છે કે ચારેય કષાયોનું વમન કરી દેવું જોઇએ. (૨) પ્રમાદીને સર્વત્ર ભય રહે છે. અપ્રમાદી જ નિર્ભય રહી શકે છે. (૩) સાંસારિક પ્રાણીઓના દુઃખોનો અનુભવ કરીને વીરપુરુષ હંમેશા સંયમ માર્ગમાં આગળ વધે છે. (૪) એક–એક પાપનો કે અવગુણનો સર્વથા ત્યાગ કરનાર સાધક એક દિવસ પૂર્ણ ત્યાગી બની શકે છે. (૫) ક્રોધાદિ કષાય, રાગ, દ્વેષ અને મોહનો ત્યાગ કરવો એ જ વાસ્તવમાં ગર્ભ, જન્મ, નરક અને તિર્યંચના દુઃખોનો ત્યાગ કરવાનો ઉપાય છે. (૬) વીતરાગવાણીના અનુભવથી જે સમદ્રષ્ટા બની જાય છે, તેને કોઈ ઉપાધિ રહેતી નથી.