________________
jainology |
(૫) સંસારના જીવોની માયા, આસક્તિ અને આરંભ–સમારંભ જેવી પ્રવૃત્તિઓને તથા તેના પરિણામમાં પ્રાપ્ત થતી દશાઓને જોઈને અને તેનું ચિંતન કરીને મુનિ સંયમ જીવનમાં તલ્લીન રહે.
(૬) આહારની પણ વૃતિ પર અસર થાય છે. તેથી નિર્દોષ વૃતિ રાખવા માટે સાધકે ખોરાકની શુધ્ધિનો પણ વિવેક રાખવો. છઠ્ઠો ઉદ્દેશક :
105
આગમસાર
(૧) સંયમ અંગીકાર ર્યા પછી કોઈપણ પ્રકારની પાપકારી ક્રિયાઓનું આચરણ ન કરવું જોઇએ. સુખાર્થી, લોલુપ સાધક ક્યારેક ક્યારેક વ્રતોની વિરાધના કરી નાખે છે અને તે પશ્ચાત્તાપ સાથે ભ્રમણ કરે છે.
(૨) મારાપણાના ભાવ, ક્યાંય, કોઈપણ વસ્તુમાં ન રાખતાં સંયમ માર્ગમાં આગળ વધવું જોઇએ. (અર્થાત્ મમત્વનો ત્યાગ કરવો અતિ આવશ્યક છે)
(૩) વીર સાધકે ક્યારેય પણ રતિ—અતિ અર્થાત્ હર્ષ–શોક ન કરવો.
(૪) ઇન્દ્રિયોના વિષય તરફ તથા જીવન તરફ હંમેશાં નિર્લેપ ભાવ રાખવા.
(૫) જે અન્યને આત્મવત્ જુએ છે, એ જ મહાત્મા પરમાત્મા બની શકે છે. જે છ પ્રકારના જીવો પૈકીના કોઇ એકને પણ હણવાની બુધ્ધિ રાખે છે, કે હણે છે, તે છએ કાયનો વિઘાતક ગણાય છે. (કારણ કે તેને અનુકંપાનો ભાવ નથી, તે નીજ આત્માના અનુકંપાના ભાવનો પણ ઘાતક છે.)
(૬) મુનિ અમીર અથવા ગરીબને સમાન ભાવે અને તેની રુચિ પ્રમાણે ધર્મ ઉપદેશ આપે.
(૭) શ્રોતાના કષાયમાં વૃદ્ધિ અને કર્મબંધન ન થાય પરંતુ તેના ગુણોમાં વૃદ્ધિ થાય; એવી સૂઝ–બૂઝથી ધર્મોપદેશ આપવો જોઇએ. (૮) સાધક આત્માએ લોકસંજ્ઞા અને હિંસાદિ પાપોનો સર્વથા ત્યાગ કરવો જોઇએ.
(૯) સાધકમાં જેમ જેમ વિવેક શકિતની જાગૃતિ થાય છે, તેમ તેમ તે સ્વયં અહિંસક બનતો જાય છે.
ત્રીજો અધ્યયન–શીતોષ્ણીય.
પ્રથમ ઉદ્દેશક :–(૧) મુનિ હંમેશાં ભાવોથી જાગૃત રહે છે.
(૨) શબ્દાદિ ઇન્દ્રિય–વિષયોનો ત્યાગ કરનાર જ વાસ્તવમાં આત્માર્થી, જ્ઞાની, શાસ્ત્રજ્ઞ, ધર્મ, બ્રહ્મચારી મુનિ અને ધર્મજ્ઞ છે. પરીષહ, ઉપસર્ગ સહન કરનાર અને હર્ષ–શોક નહીં કરનાર જ સાચો નિગ્રંથ છે.
(૩) પ્રજ્ઞાવાન વ્યક્તિએ એ સમજવું જોઇએ કે બધાં દુ:ખોનું મૂળ પાપકારી પ્રવૃત્તિઓ છે. માયી(ચાર કષાયવાળા) અને પ્રમાદી(પાપનું સેવન કરનાર) દુર્ગતિમાં જાય છે.
(૪) શબ્દાદિ વિષયોમાં ઉપેક્ષા ભાવ રાખનાર સાધક મરણથી મુક્ત થાય છે.
(૫) હિંસાદિ પાપોનું પરિપૂર્ણ જ્ઞાન ધરાવનાર જ વાસ્તવમાં સંયમનો સાચો જાણકાર (જ્ઞાતા) છે.
(૬) સંસાર ભ્રમણની સંપૂર્ણ ઉપાધિઓ (વ્યાધિઓ) કર્મોથી જ ઉત્પન્ન થાય છે અને કર્મોનું મૂળ હિંસા છે.
(૭) રાગ–દ્વેષ ન કરતાં અને લોકસંજ્ઞા (સાંસારિક રુચિ)નો ત્યાગ કરતાં, સંયમમાં પુરુષાર્થ કરવો જોઇએ.
ત્યાગ અને અનાસકિત નો સુમેળ.
ત્યાગ માર્ગ એ રાજમાર્ગ છે.સંસારના મૂળ કારણોમાં વિષયો તે ઈંધણ સમાન અને કષાયો તે અગ્નિ સમાન છે. જો ઇંધણ જ આપવામાં ન આવે તો અગ્નિ સ્વયંમેવ સમયાંતરે બુજાઇ જાય છે. તેથી સાધકે વિષયોથી અલિપ્ત રહેવું. આ માટે સંસાર અને પુદગલ જગતનું જ્ઞાન જરુરી છે. અહીં બે માર્ગ છે. એક તો ત્યાગ માર્ગ અને બીજો સામાન્ય કક્ષાના સાધક, ગૃહસ્થને માટે અનાસકિત માર્ગ. વસ્તુઓના વપરાશમાં વિવેક, પરિગ્રહમાં વિવેક તથા યથા શકિત ત્યાગ વગરનું અનાસકિત ભાવ એ દંભ માત્ર છે. જેમ યથા શકિત ત્યાગ વગરનું અનાસકિત ભાવ નિર્ગુણ છે તેમ ત્યાગ પછી પણ જો આકિત રહે તો તે બાહય ત્યાગ માત્ર રહી જાય છે. ત્યાગ અને અનાસકિત ના સુમેળથી જ કરણી સફલ થાય છે, અને તેથી સાધક સંસારનો છેદ કરી શકે છે.
તો શું જીવાત્મા સંગી છે ?
અપેક્ષાએ હા . જીવાત્મા પર પુદગલોની બહુ ભારી અસર થાય છે. અને અન્ય જીવાત્માઓ સાથેની સોબતની પણ અસર થાય છે. આજ કારણથી મિથ્યાત્વીનો સંગ નહીં કરવાની શિખામણ છે, તથા સંગ કરવાથી શ્રાવકને સમકીતનો તે અતિચાર છે. આજ વાત સિધ્ધ કરે છે કે જીવ સંગી છે અને જીવાત્માઓમાં સામાન્યપણું રહેલું છે. જીવોનાં પુરુષાર્થ અલગ અલગ હોય છે પણ ભવ બદલાઇ જતાં, નવા જીવો અને નવા પુદગલોનાં સંયોગોમાં જીવાત્માઓનાં વર્તનમા સામાન્યપણુ હોય છે. કર્મ સંયોગો પણ કર્મ પુદગલોથી જ છે. પુદગલોની અસરથી જીવોના સ્વભાવમાં સામ્યતા જોવા મળે છે.
આથી કોઇ જીવ કોડ પૂર્વ સુધી સંયમ પાળ્યા પછી, ત્રણ દિવસનું રાજય ભોગવી નર્કગામી બની જાય છે (કંડરીક). એક સાથે સંયમ પાળી રહેલા ચિત—સંભુતિ વચ્ચે પછીનાં ભવોમાં આકાશ પાતાલનું અંતર એ જીવનું સંગીપણું જ બતાવે છે.
જીવ પાણી જેવો છે.તેને જેની સાથે ભેળવવામાં આવે તેવો થઈ જાય છે. ચિંતન કરતા સંતસંગનું મહત્વ સમજાય છે. ઉતમ પ્રકારના આલંબનને પકડી રાખવું એજ જીવના હિતમાં છે. કોઇ પણ પ્રકારના ખોટા આત્મવિશ્વાસમાં રહીને પુદગલોના સંગી ન બનવું જોઇએ. કેટલાક કસાયધારી જીવોના સંગથી બીજાઓને પણ કસાય થતો પ્રત્યક્ષ જોઇ શકાય છે. કોઇ ભૂતપૂર્વ ચૌદપૂર્વ ધારી જીવો પણ હજી મોક્ષ પામી શકયા નથી. તેથી ખૂબ જ્ઞાન હોય તોય ત્યાગી—સંયમી આત્માઓનો સંગ અને ત્યાગમય જીવન એજ મોક્ષમાર્ગમાં સાવચેતી છે.