________________
આગમસાર–પૂર્વાર્ધ
(૩) આસકિત સંયમથી અને વિચારથી ઘટે છે, પ્રથમતો એ વિચાર કે આયુષ્ય ઘણું ટુકું છે વળી જરા અવસ્થા આવતાં ઇન્દ્રીયોનું જ્ઞાન ઘટતું જાય છે. ત્યારે તે પ્રાણી દિગમૂઢ બની જાય છે. શરીરની શક્તિ, ઇન્દ્રિયોનું તેજ, અને પુણ્ય ક્ષીણ થાય પછી અથવા વૃદ્ધાવસ્થા આવ્યા પછી આ જીવની ખૂબ જ દુર્દશા થાય છે અને તે પોતાના જ કર્મો અનુસાર દુઃખી થાય છે.
(૪) ધન–યૌવન અસ્થિર છે. સંસારના બધા જ સંગ્રહિત પદાર્થોને છોડીને જવું પડશે. તે સમયે આ પદાર્થ દુઃખ અને મોતથી મુક્ત કરાવી શકશે નહીં. જરાઅવસ્થામાં કાં તો સગાઓ તેને છોડી દે છે. અથવા તો પોતેજ મોજશોખ કે શણગારને પણ લાયક નથી રહેતો. આવું અનર્થજન્ય ધન ભેગું કરી અંતે એક દીન પોતે રોગગ્રસ્ત થઇ જાય છે. તેનો ઉપભોગ પણ કરી શકતો નથી. સગાઓ તેને તરછોડી દે છે, કદાચ તેવું ન બને તોય સગા કે ધન તેને બચાવી શકતાં નથી.
(૫) માટે અવસરને સમજીને આ મનુષ્યભવમાં ઇન્દ્રિય અને શરીરની સ્વસ્થતા રહે ત્યાં સુધી જાગૃત રહીને આત્મ–પ્રયોજનની(આત્માર્થની) સિદ્ધિ હસ્તગત કરી લેવી જોઇએ.
(૬) અજ્ઞાની જીવો કાળ કે અકાળની દરકાર વિના વિત(પૈસો) અને વિનીતા(સ્ત્રી)માં ગાઢ આસકિત રાખી રાત દિવસ ચિંતાની ભટ્ટીમાં સળગ્યા કરે છે, તથા વગર વિચાર્યે વારંવાર હિંસકવૃતિથી અનેક દુષ્કર્મ કરી નાખે છે.
દ્વિતીય ઉદ્દેશક :–
104
(૧) સાધના કાળમાં પરીષહ ઉપસર્ગ, લોભ, કામનાઓ આદિ ઘણી પરિસ્થિતિઓ આવે છે, તેમાં સાવધાન થઈને રહેવું જોઇએ. હંમેશા સાંસારિક જીવોની દુર્દશાના દશ્યોને આત્મભાવમાં ઉપસ્થિત રાખવા જોઇએ.
(૨) સાંસારિક જીવ અનેક હેતુઓથી અને લોકોને પોતાના બનાવવા માટે પાપ કરતા રહે છે પરંતુ અંતમાં અસહાય બનીને કર્મવશ થઈ દુર્ગતિ પ્રાપ્ત કરીને બંને ભવ બગાડે છે.
તૃતીય ઉદ્દેશક :
(૧) બધા જ જીવો સમાન છે. આથી ક્યારેય પણ ગોત્ર આદિનું અભિમાન ન કરવું તથા હર્ષ અને ક્રોધ પણ ન કરવો. અહંકાર અનિષ્ટ તત્વ છે. તે જ પ્રમાણે પામરતા, દિનતા પણ અનિષ્ટ તત્વ જ છે. તે બંને થવાનું કારણ ભોગોની પ્રાપ્તિ અને હાની વગેરેથી ઊઠથી માઠી ભાવનાઓ જ છે. માટે સાધન પ્રાપ્તિ, ઉચ્ચતાની કે ઉચ્ચક્ષેત્રની પ્રાપ્તી હાની શા માટે ? તેનું ફળ શું ? વગેરે જાણી ભાન્તી માર્ગ છોડી, સાચા માર્ગે ચાલવાનો પ્રયત્ન કરવો.
(૨) પ્રજ્ઞાચક્ષુ, વિકલાંગ આદિ જીવો પ્રત્યે હીનભાવ ન કરતાં આત્મસમ ભાવ રાખવો જોઇએ.
(૩) કેટલાય જીવો ભોગ–વિલાસ અને ઐશ્વર્યને જ સર્વસ્વ માની લે છે. તેનાથી વિપરીત કેટલાય આત્મ હિતેચ્છુ અણગાર જન્મ–મરણને અને જીવનની ક્ષણભંગુરતાને જાણે છે અને દરેક જીવને પોતાના પ્રાણ પ્રિય હોય છે; એવું પણ તેઓ સમજે છે. (૪) પોતાના સુખ માટે પ્રાણીઓનો સંહાર કરવો એ આત્મા માટે અહિતકારી છે.
(૫) પ્રાપ્ત ધનના વિનાશની પણ અનેક(છ) અવસ્થાઓ હોય છે.
મૃત્યુ આવે ત્યારે સ્વત છુટી જાય છે,રોગ આવે ત્યારે કામમાં નથી આવતું,ચોર લુટારાઓ લુટી જાય છે,
આગ ભૂકંપ પૂર આદિમાં નાશ પામે છે,રાજા કર નાખીને લઈ લે છે,પિતૃક સંપતિનાં ભાગીદાર પડાવી લે છે.
(૬) ધન સંગ્રહ કરનાર જીવ સંસાર સાગરને પાર કરી શકતો નથી. એવું જાણીને સંયમ માર્ગ અપનાવવો અને તેની જિનાજ્ઞા અનુસાર આરાધના કરવી જોઇએ.
ચતુર્થ ઉદ્દેશક :–
(૧) રોગ ઉત્પન્ન થતાં પ્રાણીને ધન અને પરિવાર હોવા છતાં પણ દુઃખ પોતે જ ભોગવવું પડે છે.
(૨) આશાઓ અને સ્વચ્છંદ બુદ્ધિનું આચરણ, એ જ દુઃખનું મૂળ છે. તેનો ત્યાગ કરીને કર્મશલ્યથી મુક્ત થવું જોઇએ.
(૩) અધિકાંશ જીવો સ્ત્રીસેવનમાં આસક્ત બનીને તે સુખને જ બધું સુખ સમજીને, ભવભ્રમણ અને દુઃખ પરંપરામાં વૃદ્ધિ કરે છે. ભગવાન કહે છે કે તે સ્ત્રીનું આકર્ષણ જ જીવોને મહામોહિત કરવાનું એક સાંસારિક કેન્દ્ર છે.
(૪) કામભોગોથી આસિકત, આસકિતથી કર્મબંધ, કર્મબંધથી આધ્યાત્મિક મૃત્યુ, આધ્યાત્મિક મૃત્યુથી દુર્ગતિ, અને દુર્ગતિથી દુઃખ, આ રીતે કામભોગો એ દુઃખનું મૂળ છે.
(૫) કામભોગોની આકિતથી રોગો ઉત્પન થાય છે.[ અબ્રમના સેવનથી હાર્ટ નબળું પડે છે. તેનાથી પથરી,હરણીયા અને પાઇલ્સ જેવી બીમારીઓ થાય છે.અબ્રમના સેવનથી સવારની નિહારક્રિયા પણ બગડી જાય છે ત્થા દુર્ગંધ યુકત વાયુ છુટે છે. આ કારણે ડીપ્રેશન પણ થાય છે.]
પાંચમો ઉદ્દેશક :–
(૧) મુનિઓએ નાના—મોટા બધા દોષોને ટાળીને, આહારાદિની ગવેષણા કરી પોતાની ઉદરપૂર્તિ કરવી જોઇએ. પોતાના માટે ક્રય—વિક્રય કરેલા પદાર્થો ન લેવા અને એ સંબંધી ગૃહસ્થ પ્રવૃત્તિઓમાં ભાગ પણ ન લેવો.
(૨) ભિક્ષા માટે જનાર ભિક્ષુ યોગ્ય ગુણોથી સંપન્ન હોવા જોઇએ અને લોભ તેમજ આસક્તિથી મુક્ત રહેનાર હોવા જોઇએ.
(૩) મુનિ, રૂપ આદિમાં આસક્ત ન બને અને કામભોગોના દારુણ વિપાકને સમજીને હંમેશા તેના પર વિજય પ્રાપ્ત કરતાં થકા વિચરે.
(૪) મુનિ આંતરિક રીતે અને બાહ્ય રીતે સમાન સ્વભાવથી વર્તે અને શરીરની બહાર તેમજ અંદર બધા અશુચિ પદાર્થો જ ભર્યા છે, તેમ ચિંતવીને સદાયને માટે વિષય–ભોગોથી દૂર રહે.