________________
jainology
103
આગમસાર
પ્રથમ અધ્યયન-શસ્ત્ર પરિજ્ઞા. પ્રથમ ઉદ્દેશક:(૧) પૂર્વ ભવનું સ્મરણ અને આગલા ભવની જાણકારી તથા આત્મ સ્વરૂપનું જ્ઞાન ઘણાં જીવોમાં હોતું નથી. વિશિષ્ટ જ્ઞાનીના માધ્યમથી કોઈ–કોઈને તે અવસ્થાઓનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. (૨) આત્મ સ્વરૂપનો જાણકાર જ લોકસ્વરૂપ, કર્મસ્વરૂપ અને ક્રિયાઓના સ્વરૂપનો જાણકાર થઈ શકે. (૩) ક્રિયાઓ; ત્રણ કરણ, ત્રણ યોગ અને ત્રણ કાળના સંયોગથી ૨૭ પ્રકારની બતાવવામાં આવી છે. કરવું–કરાવવું–અનુમોદવું, મન વચન કાયા, ભૂત વર્તમાન ભવિષ્ય. કેટલાક લોકો સ્વયંના કરેલા કાર્યથી જ કર્મબંધ થાય એમ માને છે. પણ કર્મબંધ સાક્ષત કર્મ અને પરંપરાગત કર્મ એમ બંને પ્રકારે થાય છે. (૪) કર્મબંધનની કારણભૂત ક્રિયાઓને જીવ આ કારણોથી કરે છે. ૧. જીવન નિર્વાહ કરવા માટે. ૨. યશ, કીર્તિ, પૂજા, પ્રતિષ્ઠા, માન અને સન્માન માટે. ૩. આવેલ આપત્તિ દુઃખ અથવા રોગનું નિવારણ કરવા માટે. ૪. કેટલાક લોકો મોક્ષ પ્રાપ્તિ માટે અર્થાત્ ધર્મ હેતુથી પણ કર્મબંધની ક્રિયાઓ કરે છે. આ ક્રિયાઓનો ત્યાગ કરનાર જ વાસ્તવમાં મુનિ છે. (૫) આ સંસારમાં પૂર્વોકત બધા કર્મ સમારંભોને જે જ્ઞ પરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગે છે, તેજ પરિજ્ઞાત કર્યા અર્થાત વિવેકી ગણાય છે. હિતઅહિત સારાસારનું જ્ઞાન એ વિવેક અને છાંડવા યોગ્યનું જ્ઞાન એ પ્રત્યાખ્યાન પરિણા. ઉદ્દેશક ૨ થી ૭ સુધી:આ છ ઉદ્દેશકોમાં ક્રમશઃ પૃથ્વીકાય આદિ છ કાયોનું અસ્તિત્વ અને તેની વિરાધનાનું સ્વરૂપ તેમજ વિરાધનાના ત્યાગની પ્રતિજ્ઞાનું કથન કરવામાં આવ્યું છે. તે સિવાય વિશેષ માહિતી આ પ્રમાણે છે-(જ્યારે આચરણ કરશો ત્યારે એ તમારું જ્ઞાન હશે, ત્યાં સુધી માહિતી) (૧) સાંસારિક પ્રાણી ઉપર જણાવેલ જીવન નિર્વાહ આદિ કારણોથી છકાય જીવોની આરંભ જનક ક્રિયાઓ કરે છે, જે તેમને માટે અહિતકારી અને અબોધિરૂપ ફળ આપનાર થાય છે. અર્થાત સંસારહેત અથવા ધર્મતિથી પણ આ છ કાયનો વિનાશ કરવાથી સુખને બદલે અહિત અને અબોધિની પ્રાપ્તિ થાય છે; આવું કથન સર્વ (૬) ઉદ્દેશામાં વારંવાર થયું છે. (૨) એકેન્દ્રિય જીવોના દુઃખને દષ્ટાંત અને ઉપમા આપીને સમજાવવામાં આવ્યું છે. ૧. પ્રજ્ઞાચક્ષુ અને વિકલાંગ વ્યક્તિને મારવાથી ૨. કોઈ વ્યક્તિના અવયવોનું છેદન–ભેદન કરવાથી ૩. કોઈને એક જ પ્રહારમાં મારી દેવાથી તેને દુઃખ થાય છે એવું આપણો આત્મા સ્વીકાર કરે છે. તેવી જ રીતે સ્થાવર જીવોને વેદના તો થાય જ છે પરંતુ તેઓ સ્વયં કોઈ પણ પ્રકારે વ્યક્ત કરી શકતા નથી. (જેમ કોઇ બહેરા મુંગા હાથ પગ વગરના,આંખ વગરના વ્યકતિને પીડા તો થાય છે, પણ તે બોલી શકતો નથી,ચીસો પાડી શકતો નથી. તેમજ વેદના થવા છતાં એકેન્દ્રીયના જીવો બોલી શકતા નથી, ચીસો પાડી શકતા નથી) (૩) અણગાર હંમેશા સરલ અને માયારહિત સ્વભાવ તથા આચરણવાળા હોય છે. (૪) ભિક્ષુ જે ઉત્સાહ અને લક્ષ્યથી સંયમ ગ્રહણ કરે, એ અનુસાર જીવન પર્યત પાલન કરે. લક્ષ્ય પરિવર્તન અથવા ઉત્સાહ પરિવર્તનરૂપ બધી મુશ્કેલીઓને જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા વિવેકપૂર્વક દૂર કરી, સાધના કરે. (૫) સાધક એકેન્દ્રિય જીવોના અસ્તિત્વની શ્રદ્ધા કરે પરંતુ નિષેધ ન કરે. એનો નિષેધ કરવાથી પોતાના અસ્તિત્વનો નિષેધ થાય છે, જે સ્પષ્ટ સત્ય છે. (૬) બાહ્ય વ્યવહારના અનેક ચેતના લક્ષણ મનુષ્યની જેમ વનસ્પતિમાં પણ જોવા મળે છે, જેમાંથી નવ સમાન ધર્મ પાંચમાં ઉદ્દેશકમાં કહેવામાં આવ્યા છે. (૭) ત્રસ જીવોના શરીર અને અવયવોની અપેક્ષાએ, ૧૮ પદાર્થની પ્રાપ્તિના હેતુથી લોકો તેમની હિંસા કરે છે અને કેટલાયે લોકો વૈરભાવથી અથવા નિરર્થક રીતે કે ભયને કારણે પણ તેમની હિંસા કરે છે. (૮) છ કાયમાં વાયુકાયને આપણે જોઈ શક્તા નથી અન્ય કાયોની અપેક્ષાએ વાયુકાયની વિરાધનાનો સંપૂર્ણ ત્યાગ કરવો અધિક દુષ્કર છે. તેથી એનું કથન અંતિમ ઉદ્દેશકમાં કરવામાં આવ્યું છે. (૯) આ છ કાયોનું સ્વરૂપ સમજીને જે એની વિરાધનાનો ત્યાગ કરી,ચારિત્ર ગ્રહણ કર્યા પછી પણ તેનું પાલન કરતા નથી તે કર્મ બંધની વૃદ્ધિ કરે છે. - જે સુક્ષમ સુક્ષમતર હિંસાને જાણે છે તેજ અહિંસાને જાણે છે. જેનાથી તે હિંસા થાય છે તે શસ્ત્રોનો જે જ્ઞાત છે તેજ અહિંસાનો જ્ઞાત છે. બીજાને હણનાર પોતાને જ હણે છે અને બીજાની દયા પાળનાર પોતાની જ દયા પાળે છે. તેથી પ્રથમ શસ્ત્ર પરિજ્ઞા જ્ઞ પરિણા થી જાણી પ્રત્યાખ્યાન પરિણાથી છાંડવી.
બીજો અધ્યયન-લોક વિજય. પ્રથમ ઉદ્દેશકઃ- (૧) શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શની ઇચ્છા તેમજ તેની પ્રાપ્તિ અને આસક્તિ યુક્ત તેનો ઉપભોગ; એ જ સંસારની જડ (મૂળ) છે. (૨) મા, બાપ, ભાઈ, બહેન, સ્ત્રી, પુત્રો, મિત્ર, સગા સંબંધી, જાણીતા, હાથી, ઘોડા, સાધનો, દોલત, ખાનપાન, વસ્ત્રો, એવા અનેક પદાર્થોની વળગણમાં ફસાયેલા લોકો જીવનના અંત સુધી ગાફેલ બની આસકિતથી કર્મબંધ કરતાં જ રહે છે. એમાં આસક્ત જીવ સાંસારિક સંબંધી મોહની વૃદ્ધિ કરી, તેમના માટે રાત-દિન અનેક દુઃખો વેઠીને ધન અને કર્મનું ઊપાર્જન કરી સંસારની વૃદ્ધિ કરે છે.