________________
અને ભવિષ્યકાળ ટૂંકો હોય છે એ વ્યક્તિને પોતાનો સ્વભાવ બદલવો જેટલો મુશ્કેલ હોય છે એના કરતાં જે વ્યક્તિનો ભૂતકાળ ટૂંકો હોય છે અને ભવિષ્યકાળ લાંબો હોય છે એ વ્યક્તિને પોતાનો સ્વભાવ બદલવો પણ સહેલો હોય છે અને સામી વ્યક્તિના સ્વભાવને નિભાવી લેવાય સહેલો હોય છે.
હું આ સંદર્ભમાં તને જ પૂછું છું. તને શું લાગે છે ? સ્વભાવ બદલી નાખવામાં મમ્મીને સફળતા મળવી અસંદિગ્ધ છે કે મમ્મીના સ્વભાવને નિભાવી લેવામાં પત્નીને સફળતા મળવી અસંદિગ્ધ છે ? તને ખ્યાલ છે ? રેલવેની મુસાફરીમાં અડતાલીસ કલાકની મુસાફરીવાળો યાત્રિક, બે કલાકની મુસાફરીવાળા યાત્રિકને સગવડ પણ કરી આપે છે અને એના તરફથી આવતી અગવડને નિભાવી પણ લે છે. તો પછી શા માટે મમ્મીના ગલત સ્વભાવની બાબતમાં તારી પત્ની આ અભિગમ અપનાવી ન લે? શા માટે તું એને આ અભિગમ અપનાવી લેવા દબાણ ન કરે ? | દર્શન, યાદ રાખજે, આપણી સાથે ચાલનારની ઝડપ ધીમી હોય અને આપણી ઝડપ તેજ હોય, પણ આપણે સાથે ચાલનારને સાથે જ રાખવા માગીએ છીએ તો આપણે જ ઝડપ ધીમી કરવી પડે છે. બસ, એ જ ન્યાયે આપણા પરિવારના કો'ક સભ્યનો સ્વભાવ ખરાબ હોય અને આપણો સ્વભાવ સારો હોય પણ આપણે પરિવારના એ સભ્યને સાથે જ રાખવા માગીએ છીએ તો આપણે જ આપણો અહં તોડવો પડે છે, આપણા જ સ્વભાવને આપણે ઉદાર બનાવવો પડે છે.
મહારાજસાહેબ,
ગજબનાક સમાધાન આપી દીધું આપે. આપના પત્રનો તાત્પર્યાર્થ સ્પષ્ટ લાગે છે કે મમ્મી-પપ્પાના સ્વભાવ તરફ અમારે જોવાનું રહેતું જ નથી. એ જેવાં છે તેવાં અમારે એમને નિભાવી જ લેવાનાં છે, સાચવી જ લેવાનાં છે, પણ મનમાં એક પ્રશ્ન એ થાય છે કે સંયુક્ત કુટુંબમાં રહેનાર દરેકે પોતાની ફરજ બજાવવાની જ હોય છે તો આ કાયદો મમ્મી-પપ્પાને પણ લાગુ ન પડે ?
આપ તો સંસાર ત્યાગીને બેઠા છો એટલે આપને અમારા વર્તમાનનો કદાચ જોઈએ તેવો ખ્યાલ ન પણ હોય, પણ પરિસ્થિતિ આજે એ છે કે શું રાષ્ટ્રમાં કે શું રાજ્યમાં, શું શહેરમાં કે શું ગામડામાં, શું સમાજમાં કે શું કુટુંબમાં, જે પણ વ્યક્તિ પોતાના સ્વભાવને ઉદાર રાખીને આજુબાજુવાળાના ગલત સ્વભાવને નિભાવી લે છે, એ વ્યક્તિને જિંદગીભર બધાય તરફથી ત્રાસ જ વેઠવો પડે છે. એ વ્યક્તિને જિંદગીભર બધાય તરફથી પીડા જ મળતી રહે છે.
મેં એવા બાપાઓ જોયા છે કે જેમણે દીકરાઓના શરમાળ સ્વભાવ બદલ સતત તેમને ત્રાસ જ આણે રાખ્યો છે. મેં એવી સાસુઓ જોઈ છે કે જેમણે વહુઓના સૌજન્યસભર બહાર બદલ સતત તેમના પર અત્યાચાર જ કર્યે રાખ્યો છે. જો વર્તમાનની આ જ તાસીર હોય તો અમારા જેવાએ કરવાનું શું ? બળવો કરીને મમ્મી-પપ્પાની સામે પડવાનું કે પછી મૂંગે મોઢે એમના તરફથી થતા તમામ પ્રકારના અત્યાચારોને સહન જ કર્યે જવાના? તડાફડી કરીને એક વાર મમ્મી-પપ્પાને એમનું સ્થાન બતાવી દેવાનું કે પછી કમજોર રહીને એમના તરફથી થતા તમામ પ્રકારના અન્યાયોને સહન જ કર્યે જવાના?
‘બધાયનું બધા જ પ્રકારનું સહન જ કર્યે જવાનું' આ વાત આદર્શ તરીકે બરાબર છે પણ વાસ્તવિક્તામાં એનો અમલ શક્ય નથી. લુહારને ત્યાં રહેતી એરણ, ભલે ને ગમે તેટલી મજબૂત હોય, એક સમય તો એના માટે એવો આવે જ છે કે જ્યારે હથોડાના વા ખાવાની એની ક્ષમતા પૂરી થઈ જાય છે અને એ તૂટી જાય છે. ગામને નાકે ઊભેલો પર્વત ભલે ને ગમે તેટલો નક્કર હોય, એક સમય તો એને માટે એવો આવે જ છે કે જ્યારે ધરતીકંપના વારંવાર આંચકા ખાવાની એની તાકાત પૂરી