________________
થઈ જાય છે અને એ કડડભૂસ થઈ જાય છે.
મહારાજસાહેબ ! આપે વાંચી છે કો'ક શાયરની આ પંક્તિઓ ? દુનિયા જરૂર પૂજતે અમને ઝૂકી ઝૂકી; અફસોસ કે ખરાબ થતાં આવડવું નહીં.”
સ્પષ્ટ છે આ પંક્તિનો તાત્પર્યાર્થ. જો ટકી રહેવું છે ખરાબ સ્વભાવવાળાઓ વચ્ચે, તો તમેય ખરાબ બની જાઓ નહિતર જગતમાંથી તમે ફેંકાઈ જશો. શો છે આ બાબતમાં આપનો જવાબ ?
કરેલી પંક્તિ સામે, આ પત્રમાં મેં મૂકેલી કો'ક શાયરની પંક્તિમાં તને કઈ પંક્તિ વધુ જામે છે એ તું મને લખી જણાવજે . તે લખેલી પંક્તિઓના અમલમાં હિટલર, ચંગીઝખાન, નાદિરશાહ, ઔરંગઝેબ, ઇદી અમીન જેવા ઘાતકીઓની જગતને ભેટ મળવાની શક્યતા છે જ્યારે મેં મૂકેલી આ પંક્તિઓના અમલમાં પરમાત્મા મહાવીરદેવ, કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય, નરસિંહ મહેતા, મીરાંબાઈ, કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ, જગડુશા, ભામાશા જેવા ઉત્તમ પુરુષોની જગતને ભેટ મળવાની શકયતા છે. તું શું એમ તો નથી ઇચ્છતો ને કે આ જગતમાં બોલબાલા તોહિટલરોની જ રહેવી જોઈએ ? ગૌરવ તો ચંગીઝખાનોનાં જ વધવાં જોઈએ ? પૂજા તો નાદિરશાહોની જ થવી જોઈએ ? હારતોરા તો ઔરંગઝેબના જ થવા જોઈએ? જો ના, તો મારો સંદેશ સ્પષ્ટ છે. ખરાબ સ્વભાવની સામે સારો જ સ્વભાવ ! એમાં કોઈ જ બાંધછોડ નહીં,
દર્શન,
તારો પત્ર વાંચ્યો. એમાં વ્યક્ત થયેલો તારો આક્રોશ જાણ્યો. તને એ અંગે એટલું જ કહીશ કે માનવતાના, લગાણીશીલતાના, સહૃદયતાના, સૌજન્યના હિસાબોનું સરવૈયું ભલે થોડું મોડું મળે છે પણ એમાં કરેલું રોકાણ ક્યારેય નિષ્ફળ જતું નથી એ નિશ્ચિત સમજી રાખજે. “જેવા સાથે તેવા થવાની વાત જો આખા જગતે અપનાવી લીધી હોત તો આ જગતને પરમાત્મા ન મળ્યા હોત, સંતો ન મળ્યા હોત, સજ્જનો ન મળ્યા હોત, સદ્દગૃહસ્થો ન મળ્યા હોત ! મળ્યા હોત કેવળ ગુંડાઓ, લુચ્ચાઓ, લફંગાઓ અને લબાડો ! આ જગત આજે થોડુંઘણું સારું લાગી રહ્યું છે, રહેવા જેવું લાગી રહ્યું છે એનો યશ ‘જેવા સાથે તેવા થવાની વાતમાં જેઓ સંમત નથી થયા એ સહુને ફાળે જાય છે. તે મારી સામે કો’ક શાયરની પંક્તિ મૂકી છે તો હુંય તારી સામે એક શાયરની પંક્તિ મૂકું છું. વાંચી લેજે એને ધ્યાનથી
અધરે સ્મિત લાવીને, જિંદગીને તું હસી લેજે, શોણિત જે વહાવે હૈયું, તે પ્રેમથી તું પી લેજે. જિગરના જખો દુઃખ આપે તો સ્નેહથી સહી લેજે, નેરડે ને મારા ભાઈ ! તો વાંસળી જેવું મધુરું રડી લેજે,” દર્શન, હું તને એટલું જ પૂછું છું કે ગતપત્રમાં તેં મારી સામે કો'ક શાયરની રજૂ
મહારાજસાહેબ,
આપના પરના છેલ્લા પત્રમાં મેં ઉઠાવેલી દલીલો પરથી મને એમ લાગતું હતું કે “જેવા સાથે તેવા’ થઈ જવાની વાતમાં આપે સંમતિ આપવી જ પડશે પણ એ પત્રની દલીલોનો આપે જવાબ આપ્યો છે એ જવાબ વાંચીને હું તો ઠરી જ ગયો છું. મારી પાસે આપના જવાબને સ્વીકારી લેવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. આપની વાત સાવ સાચી છે કે સદ્ગૃહસ્થો, સજ્જનો, સંતો અને પરમાત્માની આ જગતને મળેલી અને મળતી રહેલી ભેટનો યશ ‘જેવા સાથે તેવા'ની વૃત્તિને ફાળે તો નથી જ જતો. હકીકત આ હોવા છતાં મન એ અભિગમના અમલ માટે જલદી તૈયાર થતું નથી એની પાછળ કારણ શું હશે?
અને આમાં પાછી કરુણતા તો એ છે કે સજ્જન સામે મન સર્જન થવા તૈયાર નથી, પ્રેમ સામે મન પ્રેમ આપવા તૈયાર નથી, ઉદાર સામે મન ઉદાર થવા તૈયાર નથી, સરળ સામે મન સરળ બનવા તૈયાર નથી. એ તો દુર્જન સામે દુર્જન બનવા જ તૈયાર છે, ક્રોધી સામે વૈરી બનવા જ તૈયાર છે, ગુંડા સામે ખૂની બનવા જ તૈયાર છે,