________________
ઝૂંપડપટ્ટીનાં દુઃખો પણ નથી આવ્યાં એય એટલી જ હકીકત છે અને છતાં પપ્પાનો સ્વભાવ બગડેલો જ છે. અને એનો મને કે મારા પરિવારમાં કોઈનેય ત્રાસ નથી. કારણ કે અમે અમારી આખી જીવનવ્યવસ્થા પપ્પાના સ્વભાવને ખ્યાલમાં રાખીને ગોઠવી લીધી છે. બાકી, આ ઉંમરે અમે એમનો સ્વભાવ બદલી નાખવાનું કહીએ એ કેટલું ઉચિત ગણાય ? અને એ પોતે કદાચ પોતાનો સ્વભાવ ફેરવવા તૈયાર થઈ પણ જાય તોય એમાં એમને સફળતા કેટલી મળે ? બાકી મહારાજસાહેબ ! ઉંમર તો અમારીય થવાની છે ને ? જો અમે પપ્પાને નહીં સાચવી લઈએ તો અમારા દીકરા અમને શું સાચવવાના?’
દર્શન, દીકરાને મોઢે સાંભળેલી આ વાતે મારી આંખમાંય હર્ષનાં આંસુ લાવી દીધેલાં. તને એટલું જ કહીશ કે એ ભૂતકાળનું પુનરાવર્તન કરાવવું તારા હાથમાં છે.
હૃ૧૪
દર્શન,
તેં મમ્મીના ગલત સ્વભાવ સામે પત્નીની સહનશીલતાની વાત ઉપાડી છે ને? પણ મેં પપ્પાના ગલત સ્વભાવ સામે પુત્રની પ્રસન્નતાનો જે પ્રસંગ અનુભવ્યો છે એ તને આ પત્રમાં જણાવવા માગું છું. મુંબઈના એક પરાની આ વાત છે. પપ્પાનો સ્વભાવ તું કલ્પના ન કરી શકે એટલી હદે ખરાબ છે, ઘરમાં કટુ શબ્દો બોલવાનું તો એમને કોઠે પડી ગયું છે પણ દેરાસરમાં કે ઉપાશ્રયમાં પણ એમની જીભ સંતત ત્ શબ્દો ક્યા જ કરે છે. માત્ર શબ્દો જ એમના કટુ નથી, સ્વભાવ પણ એમનો એટલો જ ખરાબ છે, વર્તણુંક પણ એમની એટલી જ ત્રાસદાયક છે.
ઘરમાં એ કપ-રકાબી તોડે છે, તો દેરાસરમાં વાટકીઓ ફેંકે છે. બજારમાં એ ગાળો બોલે છે, તો ઘરમાં એ શું બોલે છે એની એમને પોતાને ખબર નથી હોતી. આવા બાપનો દીકરો મારી પાસે આવેલો. મેં એને કહ્યું – ‘તારા પપ્પાને તું પ્રેમથી સમજાવતો હોય તો?”
‘તોય સમજે તેમ નથી” ‘મંદબુદ્ધિ છે ?' “ના.' ‘તો ?'
‘સ્વભાવ જ એવો છે અને મહારાજસાહેબ ! એમનો આવો સ્વભાવ બની જવા પાછળ પણ કારણ છે. અમારી બાલ્યાવસ્થા વખતે અમારા ઘરની આર્થિક સ્થિતિ બહુ ખરાબ હતી. ગાળો ખાઈને, લાચારી દાખવીને, અન્યાય સહન કરીને પપ્પાએ એ દિવસોમાં અમને સાચવી લીધા છે. અને આખુંય ઘર ટકાવી રાખ્યું છે. સાવ સમજાય તેવી વાત છે કે સુખના સમયમાં માણસ પોતાના બગડેલા સ્વભાવને પણ સારો રાખવા માગે છે તો રાખી શકે છે પણ દુ:ખના સમયમાં તો અચ્છો અચ્છો માણસ પણ પોતાનો સારો પણ સ્વભાવ બગાડી બેસે છે. બન્યું હોય એવું કે પપ્પાનો સ્વભાવ બગાડવામાં આ દુઃખદ પરિસ્થિતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હોય. કબૂલ, આજે પરિસ્થિતિ એટલી હદે ખરાબ નથી.
અલબત્ત, ઘર આંગણે વાલકેશ્વરનાં સુખો નથી આવ્યાં પણ ધારાવીની
મહારાજસાહેબ,
પપ્પાના ગલત સ્વભાવ સામે પુત્રની સુંદર વર્તણૂંકને જણાવતો સુંદર પ્રસંગ વાંચતાં આપની જેમ મારી આંખ પણ ભીની થઈ ગઈ. એક વિનંતી છે આપને કે અનુકૂળતા હોય તો અને આપને વાંધો ન હોય તો એ પરિવારનું મને સરનામું મોકલજો. એ વિનયી પુત્રનાં દર્શન કરીને હું મારી જાતને ધન્ય બનાવવા માગું છું. ખરેખર, નાનકડા ઘરમાં દસ માણસને વસાવી દેવા સહેલા છે પણ આ નાનકડા લાગતા મનમાં માત્ર પરિવારનાં સભ્યોને પણ પ્રસન્નતાપૂર્વક વસાવી લેવા અતિ મુશ્કેલ છે.
આપે લખેલા પ્રસંગ પરથી હું એમ સમજ્યો છું કે મમ્મી-પપ્પાના ગમે તેવા વિચિત્ર પણ સ્વભાવને મારે અને મારી પત્નીએ જે પણ સમાધાન કરવું પડતું હોય એ કરીને પણે નભાવી જ લેવો જોઈએ, સ્વીકારી જ લેવો જોઈએ, અપનાવી જ લેવો જોઈએ. છતાં ઇચ્છું છું કે આપ હજી કોઈક નવા અભિગમથી આ અંગે સમજાવો. મનમાં બેઠેલો અહં એમ સીધેસીધો રવાના થઈ જાય એવું લાગતું નથી.
દર્શન, એક મહત્ત્વની વાત ધ્યાનમાં રાખજે કે જેનો ભૂતકાળ લાંબો હોય છે