________________
પછીના દિવસોમાં તે-તે વર્તમાનપત્રમાં તંત્રીઓ પર અનેક મા-બાપોના એવા ફોનો આવતા રહ્યા અને એવા પત્રો આવતા રહ્યા કે જેમાં સહુએ જણાવ્યું કે અમારા ઘરમાં અમારી આ જ સ્થિતિ છે. ફેર એમનામાં અને અમારામાં એટલો જ છે કે એમનામાં આપઘાત કરીને જીવન ટૂંકાવી દેવાની જે હિંમત હતી એ હિંમત અમારામાં નથી. દર્શન ! સમજાય છે આના પરથી આજનાં મા-બાપોની કફોડી સ્થિતિની વાસ્તવિકતા?
ખ્યાલ આવે, ઉપકારીને સતત સતાવતા જ રહેવામાં, દબાવતા જ રહેવામાં કેટલું ભયંકર પરિણામ આવી શકે છે એનો, તને ખ્યાલ આવે.
હું તો તને એટલું જ કહીશ કે પોતાના જ ઘરમાં માણસને પારકું લાગવા માંડે કે પોતાનાં જ સ્વજનો માટે પોતે પરાયો બની ગયો છે એવું એને લાગી આવે, એટલી હદ સુધી જ્યારે માણસ અવગણના પામે છે ત્યારે કાં તો એ નિરાશાનો ભોગ બનીને પોતાના જીવનને સમાપ્ત કરી બેસે છે અને કાં તો આવેશમાં આવીને સામાના જીવનને બરબાદ કરી નાખે છે.
શું કહું તને ? આપઘાત કરીને જીવન ટૂંકાવી બેઠેલા એ બાપની મનોદશાનો તને ખ્યાલ આવે છે ? એ નિરાશ બની ગયા માટે એમણે આપઘાત તો કરી લીધો પણ જતાંજતાંય એ પોતાના આવેશને ન સાચવી શક્યા અને એટલે તો પોતાના ખમીસના ખીસામાં ચિઠ્ઠી મૂકતા ગયા કે “પુત્ર અને પુત્રવધૂતરફથી થઈ રહેલા ત્રાસથી કંટાળી જઈને અમે આ પગલું ભર્યું છે.’ આનો અર્થ ? ‘અમે તો જીવન ટૂંકાવીને પરલોકમાં રવાના થઈ જઈએ પણ તમારા બન્નેના જીવનને તો જીવતેજીવ બરબાદ કરી નાખીએ !! ના, નિરાશા અને આવેશ, બન્ને ભયંકર છે. ભોગ ન બનતો તું ક્યારેય આ બન્ને પરિબળોનો કે નિમિત્ત ન બનતો કોઈના જીવનમાં આ બન્નેનો પ્રવેશ થઈ જાય એવા વર્તનનો !
૪૨
મહારાજસાહેબ,
આપ નહીં માનો પણ ગત પત્રમાં આપે લખેલું દૃષ્ટાંત વાંચી મારા શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું. પળભર હું અત્યંત અશુભ કલ્પનામાં ચડી ગયો. એ દંપતીની જગ્યાએ મને મારાં મમ્મી-પપ્પા દેખાવા લાગ્યાં અને પુત્ર તથા પુત્રવધૂની જગ્યાએ મને હું તથા મારી પત્ની દેખાવા લાગ્યાં. લોહીના ખાબોચિયામાં પડેલાં મમ્મી-પપ્પાના દેહને જોઈને એકઠું થઈ ગયેલું ટોળું. અને સામી બાજુ પોલીસ દ્વારા મારા હાથમાં પહેરાવાતી હાથકડી.
મહારાજસાહેબ ! હું આખી રાત સૂઈ નથી શક્યો. આજે જમી નથી શક્યો. અત્યારેય મારું મન ગભરાટ અનુભવી રહ્યું છે. આપની પાસેથી જો સમયસર માર્ગદર્શન ન મળ્યું હોત અને મમ્મી-પપ્પા સાથે મારો એવો ને એવો જ તુમાખીભર્યો વ્યવહાર ચાલુ રહ્યો હોત તો કદાચ એ દંપતીને જે પગલું ભરવું પડ્યું એ જ પગલું શું મારાં મમ્મી-પપ્પાને ભરવું પડત ? એની સજારૂપે શું મારે જેલમાં જવું પડત? મારી પત્ની શું બધાયના ફિટકારનું નિશાન બનત? હું કાંઈ જ વિચારી શકતો નથી. ઇ. છું કે આપના તરફથી તાત્કાલિક યોગ્ય માર્ગદર્શન મળે.
દર્શન, જે બનવાનું જ નથી એની કલ્પના કરી કરીને મનને અજંપામાં રાખવાનો કોઈ અર્થ નથી. મુક્ત કરી દેવહેલી તકે મનને અશુભ પ્રસંગની કલ્પનાથી. આ સત્ય પ્રસંગ તો મેં તને એટલા માટે લખી જણાવ્યો હતો કે તને યુવાન માનસનો ખ્યાલ આવે, સર્વદા અને સર્વત્ર મમ્મી-પપ્પાનો જ વાંક જોતી યુવાનોની વક્રદૃષ્ટિનો તને
પ૩
મહારાજસાહેબ,
આપના પત્રથી મન કંઈક સ્વસ્થ થયું છે. આપની હિતશિક્ષાને ગંભીતાથી મન પર લીધી છે છતાં ઇચ્છું છું કે આ અંગે હજી આપના તરફથી કંઈક નક્કર માર્ગદર્શન મળતું રહે; કારણ કે મનને સમજણના ઢાંચામાં કાયમ માટે ઢાળેલું રાખવું ખૂબ જ મુશ્કેલ લાગે છે.
કર્તવ્યની વાત સાંભળતા કર્તવ્યપાલન માટે મન લાલાયિત બની તો જાય છે પણ તરત જ એ સામી વ્યક્તિએ પણ કર્તવ્યનું પાલન કરવું જોઈએ એવી અપેક્ષા રાખી બેસે છે. રામ બનવામાં એને વાંધો નથી પણ નાના ભાઈએ ભરત બનવું જ