________________
બેસે છે. લાળ પડી રહી છે પપ્પાના મોઢામાંથી, એમનું પહેરણ બગડી રહ્યું છે. શરીર સાવ અશક્ત બની ગયું છે મમ્મીનું, આખો દિવસ એ સૂઈ જ રહે છે.
શું કહું તને? આજે મમ્મી-પપ્પાના મુખ પર જે કરચલીઓ દેખાઈ રહી છે એ જ મુખ પર ગઈ કાલે ખડખડાટ હાસ્ય હતું. આજે અડધી રોટલી માંડ પચાવી શકતી મમ્મી-પપ્પાની હોજરીએ ગઈ કાલ સુધી બારબાર રોટલી પચાવી છે. આજે અડધા કલાક પહેલાં બની ગયેલાં પ્રસંગને ભૂલી જતું મમ્મી-પપ્પાનું મન, ગઈ કાલ સુધી વીસવીસ વરસ પહેલાં બની ગયેલા પ્રસંગને યાદ રાખી શકે તેવું તાકાતવાન હતું. તારે એક જ કામ કરવાનું છે. સત્યદૃષ્ટિ જ નહીં, સ્નેહદૃષ્ટિ પણ ખરી. સ્નેહદૃષ્ટિ મમ્મી-પપ્પાના દુ:ખની અવગણના કરવા નહીં દે અને એમનામાં રહેલા દોષોને જોવા નહીં દે.
યાદ રાખજે સ્નેહદર્શન એ એવો વળાંક છે કે જે ઘણી વાંકી વસ્તુઓને સીધી કરી નાખે છે.
કાશ, એ સત્યદર્શનમાં મેં સ્નહેદર્શનનો પ્રવેશ કરાવી દીધો હોત તો સંઘર્ષો થવાનો કે સંબંધ બગડવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થયો ન હોત. ખૂબખૂબ આભાર માનું છું આપનો કે આપે મને અત્યંત પ્રભાવશાળી માર્ગદર્શન આપીને ઉપકારી સાથેના સંબંધવિચ્છેદના સંભવિત અપાયમાંથી ઉગારી લીધો.
પ્રશ્ન તો એ થાય છે કે પ્રસન્નતાની અનુભૂતિના રસ્તાને જાણવા છતાં અને માણવા છતાં માણસ ઉકળાટને રસ્તે ડગ કેમ માંડી બેસતો હશે? સ્નેહદર્શન વિનાનું સત્યદર્શન ઉકળાટ કરાવતું હોવાનું અનુભવવા છતાં માણસ સત્યદર્શન પર જ લડી લેવા કેમ તૈયાર થઈ જતો હશે?
દર્શન, એનો જવાબ આપું એ પહેલાં કો'ક શાયરની આ પંક્તિઓ વાંચી લે. હિમ ઓગળી ગયું ને ભળી ગયું ઝરણાના ગાનમાં, પર્વતો ઊભા રહી ગયા ખોટા ગુમાનમાં.”
જે ઓગળી જવા તૈયાર હોય છે, એને ક્યાંય પણ ભળી જતાં વાર નથી લાગતી અને જે ખડકની જેમ ઊભો જ રહે છે, એ ક્યાંય પણ ભળી શક્તો નથી. તે જે પ્રશ્ન પુછાવ્યો છે એનો જવાબ આમાં છે. બુદ્ધિ એક વાર જે રસ્તે આગળ વધે છે, એ રસ્તે ત્રાસનો અનુભવ થાય છે તોય એ ત્યાંથી પાછા હટવાનું નામ નથી લેતી.
શું કહું તને ? આ જગતમાં આજ સુધીમાં થઈ ગયેલાં અને અત્યારે થઈ રહેલાં યુદ્ધો અને સંઘર્ષોના મૂળ સુધી તું જઈશ તો તને લગભગ આ જ વાત દેખાશે. સ્નેહદૃષ્ટિ અને શુભદૃષ્ટિનો સર્વથા અભાવ ! ઇચ્છું છું કે તું હવેથી આ બાબતમાં લેશ પણ થાપ ન ખાય. જિંદગીને પાછળથી સમજવાની ના નથી પણ જીવવાની તો આગળથી જ છે એ તું સતત યાદ રાખજે.
છે
મહારાજસાહેબ,
હૃદયની ઊર્મિઓને વ્યક્ત કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. ઘણા વખતથી વણઉકલ્યો કોયડો અચાનક ઊકલી જાય અને એની ખુશીમાં એક ગણિતજ્ઞ જે રીતે ઝૂમી ઊઠે એના કરતાં કેટલાય ગણા આનંદથી હું ઝૂમી ઊઠ્યો છું આપનો પત્ર વાંચીને. વરસોથી જે સમસ્યાનું સમાધાન મળતું જ નહોતું એ સમાધાન આપના ગત પત્રથી મળી ગયું છે.
સત્યદર્શન કરવાની છૂટ, પણ એના પાયામાં સ્નેહદર્શન હોવું જ જોઈએ. સત્યદૃષ્ટિ માન્ય, પણ એ સ્નેહદૃષ્ટિપૂર્વકની જ હોવી જોઈએ. આજ સુધી હું એમ જ માનતો હતો કે જીવનમાં મિથ્યાદર્શન નહીં પણ સત્યદર્શન હોવું જોઈએ. બસ, એ માન્યતાને આધારે જ હું જીવન જીવતો રહ્યો, મમ્મી-પપ્પાના અશોભનીય વર્તનને કર્કશ, કઠોર વચનોચ્ચારને સત્યદર્શનનું લેબલ લગાડી લગાડીને એમની સાથે સંઘર્ષો કરતો જ રહ્યો, એમની સાથેના સંબંધોને બગાડતો જ રહ્યો.
$૩૩ છે
ળેિ જ છે
દર્શન,
સત્યદર્શન-શુભદર્શન અથવા તો સ્નેહદર્શનની જ્યારે વાત નીકળી જ ગઈ છે. ત્યારે માત્ર પંદરેક દિવસ પહેલાં એક યુવકે પોતાના જીવનનો જે એક પ્રસંગ કહી ગયો છે એ તારી સામે મૂકું છું. ચિત્ર ઘણું સ્પષ્ટ થઈ જશે. આખો પ્રસંગ એ યુવકના