________________
Rose
T
દર્શન,
જ શબ્દોમાં.
‘મહારાજસાહેબ ! લગભગ નવેક વરસ પહેલાં પિતાજી ગુજરી ગયા. અમે અનાથ બન્યા, બા વિધવા બન્યાં. જરૂરી વ્યાવહારિક કાર્યો પતાવી અમે ત્રણેય ભાઈઓ ભેગા થયા. ‘બા' અંગેની વિચારણા ચાલુ થઈ. એ કોને ત્યાં રહે ? બાનો ખુદનો ખર્ચો એ ક્યાંથી કાઢે ? છેવટે એ નિર્ણય થયો કે અમારે દરેક ભાઈએ દર મહિને ત્રણત્રણ હજાર રૂપિયા બાને આપવા. આમ દર મહિને કુલ નવ હજાર રૂપિયા બાને આપવાનું ચાલુ થયું.
આ અંગે બાને કોઈ અસંતોષ હતો કે નહીં એની અમને ખબર નથી; કારણ કે બાપુજી જીવતા હતા ત્યારે બાને અમે ક્યારેય કોઈ બાબતની ફરિયાદ કરતાં સાંભળ્યાં નથી. અને અમે ત્રણેય ભાઈઓ તો એમ જ સમજતા હતા કે એકલી બાને દર મહિને નવ હજાર આપણે આપીએ છીએ એ રકમ તો બાની જરૂરિયાત કરતાં ઘણી વધારે છે. એટલે બાને નવ હજારથી સંતોષ છે કે અસંતોષ એ પૂછવાની જરૂર જ નથી. અસંતોષ હશે તો કહેશે બા આપણને સામેથી પણ એક દિવસ બપોરે આરામ કરીને હું ઊડ્યો અને અચાનક મારા મનમાં એક વિચાર આવી ગયો.
જે બાએ આજ સુધીમાં મારી પાસેથી જેટલું લીધું છે એના કરતાં વધુ આપ્યું છે, બદલાની અપેક્ષા વિના આપ્યું છે, આપીને પાછું એ ભૂલી ગઈ છે, એ બાને અમે ત્રણેય ભાઈઓએ નવ હજારનો માસિક પગાર બાંધી આપ્યો?
આ નવ હજાર પણ એની જરૂરિયાત કરતાં વધુ છે એનો નિર્ણય એને ન પૂછતાં અમે પોતે કરી લીધો ? અમારા પરના એના અનંત ઉપકારને અમે નવ હજારમાં બાંધી દીધો ? એ તો ધરતી જેવી છે. જે પણ તકલીફો આવશે, એને એ સહન કર્યું જ જશે પણ અમારી કૃતજ્ઞતાનું શું ? ખાનદાનીનું શું ? બીજા બે ભાઈઓને જે કરવું હોય તે કરે, પણ મારે પોતે તો આ ગણિતમાં ફેરફાર કરવો જ જોઈએ.
બસ, આ વિચારે પથારીમાંથી ઊભો થઈ કબાટ ખોલ્યો. રોકડા પાંચ લાખ રૂપિયા કાઢ્યા. લઈને ઊપડ્યો સીધો નાના ભાઈના ઘરે કે જ્યાં બા રહેતાં હતાં. બાના પગમાં પડીને પાંચ લાખ રૂપિયા એના ચરણમાં મૂકી દીધા. “પણ આટલા બધા રૂપિયા શેના?' બાએ પૂછયું. ‘આટલા વખત સુધી કરેલી ભૂલના પ્રાયશ્ચિત્તના !
આ રૂપિયા તારી ઇચ્છા મુજબ તારે વાપરી નાખવાના અને આટલા રૂપિયા પણ ઓછા પડે તો તારે બીજા માગી લેવાના. આજથી તારો નવ હજારનો પગાર બંધ ! પૈસા કમાવવામાં અમે મર્યાદા નક્કી નથી કરી, તને રકમ આપવાની અમે નક્કી કરેલી મર્યાદા પણ આજથી બંધ,” આટલું બોલતાં હું રડી પડ્યો.
આ પ્રસંગની વાત કરતાંફરતાં એ યુવક તો મારી સામે રડી પડ્યો પણ એની વાત સાંભળતાંસાભળતાં મારી આંખમાં આંસુ આવી ગયાં. કેવી ઉદાત્ત વિચારણા ? કેવી સુંદર કૃતજ્ઞતા? કેવું સુંદર શુભદર્શન અને સ્નેહદર્શન ? ‘બા વિધવા થઈ ગયાં માટે અમારે નવ હજાર આપવા જોઈએ’ આ નિણર્યના મૂળમાં હતું સત્યદર્શન જ્યારે *બાના અમારા પરના અનંત ઉપકારની સામે અમે એને જે પણ ખાપીએ એ ઓછું જ છે.’ આ નિર્ણયના મૂળમાં હતું સ્નેહદર્શન. મારે તને આ જ સલાહ આપવી છે.
સત્યદર્શનને જ જીવનનું ચાલકબળ બનાવીને તે ખૂબ ત્રાસ વેઠ્યો છે અને સંક્લેશો અનુભવ્યા છે હવે સ્નેહદર્શનને જીવનનું ચાલકબળ બનાવી દે. ગજબનાક પ્રસન્નતા તે અનુભવી શકીશ.
મહારાજસાહેબ ! શું લખું આપને ? ગત પત્રમાં આપે લખેલો પેલા યુવકનો પ્રસંગ અત્યારેય આંખ સામેથી ખસતો નથી. સત્યદર્શનનું ફળ જ હતું નવ હજાર, સ્નેહદર્શનનું ફળ જ હતું પાંચ લાખ તો મારે આપને પૂછવું છે કે મોટા ભાઈને ત્યાં ન રહેતાં મમ્મી-પપ્પા આજે મારે ત્યાં રહે છે, એમની પાસેથી હું દર મહિને હજારહજાર રૂપિયા જમાડવાના લઉં છું એ શેનું ફળ છે ?
આપને કદાચ ખ્યાલ નહીં હોય પણ મારા લગ્ન બાદ એક વાર મોટા ભાઈએ મને બોલાવીને વાત કરી હતી કે ‘જો, તારાં લગ્ન થઈ ગયાં છે હવે. મમ્મી-પપ્પાને આટલાં વરસો સુધી મેં સાચવ્યાં છે, એમનો બધો જ ખર્ચો મેં ઉપાડ્યો છે, એમના બરછટસ્વભાવને મેં અને તારી ભાભીએ આટલાં વરસો સુધી નિભાવ્યો છે, એમની બિનજરૂરી દખલગીરીને મોટું મન રાખીને અમે બન્નેએ નિભાવી લીધી છે.
હવે તારી ફરજ બની રહે છે કે તું મમ્મી-પપ્પાને લઈને જુદો રહેવા ચાલ્યો જા. મમ્મી-પપ્પા તારી સાથે આવશે તો મારા મનને થોડીક શાંતિ રહેશે અને તારી ભાભી વરસો બાદ થોડીક હળવાશ અનુભવશે.’
મહારાજસાહેબ ! આપ નહીં માનો પણ એ વખતે મેં મોટા ભાઈને કહ્યું હતું કે: ‘મારી જેમ મમ્મી-પપ્પા માટે આપણે જુદો ફલૅટ લઈ લઈએ તો? શાંતિથી રહે જુદાં અને ગણે ભગવાનની માળા !' મોટા ભાઈને મારી આ ઑફરમાં કાંઈ જ