________________
30
દર્શન,
પ્રશ્ન તો તારો જોરદાર છે પણ એનો જવાબ આપતાં પહેલાં મારે તને એક પ્રશ્ન પૂછવો છે. એનો જવાબ પહેલાં તું આપી દે, પછી તારા પ્રશ્નનો જવાબ હું આપું. મારો પ્રશ્ન આ છે—હું ભગવાન નથી એની મને તો ખબર છે જ પણ તનેય ખબર તો
છે જ ને? ‘ભગવાન નથી’ એનો અર્થ શો ? એ જ કે હજી મારામાં દોષો ખડકાયેલા છે, ક્રોધ પણ છે તો ઈર્ષ્યા પણ છે, નિંદાની વૃત્તિ પણ છે તો વૈરવૃત્તિ પણ છે, અને એવું નથી કે આ બધા દોષો માત્ર અંતરમાં ધરબાયેલા જ પડ્યા છે. ના, કો'ક ને કો'ક સ્વરૂપે અલગઅલગ નિમિત્તોમાં એ પ્રગટ થઈ જ રહ્યા છે.
હું તને પૂછું છું. મારામાં રહેલા આ દોષો આજ સુધીમાં તેં કેટલી વાર જોયા ? એ દોષો જોઈને તેં મારા પર દુર્ભાવ કેટલી વાર કર્યો ? એ દોષો બદલ તું મારી સાથે સંઘર્ષમાં કેટલી વાર ઊતર્યો ? એ દોષો બદલ મારી સાથેનો સંપર્ક તેં કેટલી વાર ઘટાડ્યો ? મારી સાથેના સંબંધ પર એ દોષો બદલ પૂર્ણવિરામ મૂકી દેવાનો વિચાર તેં કેટલી વાર કર્યો ?
આ દરેક પ્રશ્નનો તારો જવાબ ‘ના’માં જ હશે. તું એમ જ કહીશ કે મેં આપનામાં રહેલા દોષો જોયા જ નથી. દેખાઈ ગયા છે કદાચ તોય આપના પર એક પણ વખત દુર્ભાવ કર્યો નથી, આપની સાથે સંઘર્ષમાં ઊતરવાનો વિચાર સુદ્ધાં મને સ્પર્શો નથી, આપની સાથેનો સંપર્ક મેં ઓછો કર્યો નથી, આપની સાથેના મારા આત્મીયતાભર્યા સંબંધમાં મેં લેશ ઓટ આવવા દીધી નથી.
જો આ જ જવાબ છે તારો તો એ પ્રશ્ન એ છે કે પૂર્વપત્રમાં તેં જે દલીલ ઉઠાવી છે ને કે ‘કપડાં પરનો ડાઘ, દીવાલમાંની તિરાડ, ઘરમાં રહેલી વિષ્ટા જેમ દેખાઈ જ જાય છે તેમ ઉપકારીમાં રહેલા દોષો દેખાઈ જ જાય છે અને એ દેખાતાં જ અરુચિના વિષય બની જાય છે’ એ દલીલનો મારી બાબતમાં તારો જવાબ શો છે ?
દર્શન, કહેવું જ પડશે તારે કે મારી આંખ સામે સતત આપના મારા પરના ઉપકારો જ તરવર્યા કરે છે. મને શૈતાનમાંથી માણસ આપે બનાવ્યો છે. માણસ તરીકે સજ્જનતા મારામાં આપે પ્રગટાવી છે. જ્યાં ઋણસ્મરણનું જ સાતત્ય હોય ત્યાં દોષદર્શન તો થઈ જ ક્યાંથી શકે ? આપના રહેલા દોષો એ આપને માટે કદાચ ૩૯
વિચારણીય હશે કે ચિંતાજનક હશે પણ મારે માટે તો આપના મારા પરના ઉપકારો
જ સ્મરણીય છે. હું તો પેલા શાયરની જેમ ત્યાં સુધી કહીશ કે ‘તમારા સમ, મને છે એટલી શ્રદ્ધા તમારા પર,
તમે જો શાપ પણ દેશો તો એ વરદાન થઈ જાશે.’
૩૧
દર્શન,
જ્યાં ઋણસ્મરણ ત્યાં દોષદર્શન નહીં' તારો એ અભિગમ જો મારી બાબતમાં હોય તો એ જ અભિગમ મમ્મી-પપ્પાની બાબતમાંય કેમ નહીં ? એમનાય તારા પર ઉપકારો છે તો ખરા જ ને ? એમનુંય તારા પર ઋણ છે તો ખરું ને ? તો પછી એની સ્મૃતિ હેઠળ એમનામાં રહેલા દોષોની વિસ્મૃતિ કેમ નહીં?
એક મહત્ત્વની વાત તને કહું ? બજારમાં સત્યદર્શનનો આગ્રહ હજી કદાચ બરાબર છે પણ જ્યાં લાગણીના અને લોહીના માધ્યમે જ સંબંધો ઊભા થયા છે અથવા તો ટક્યા છે ત્યાં તો શુભદર્શન અથવા તો સ્નેહદર્શન જ બરાબર છે.
હું તને પૂછું છું – નાની ઉંમરમાં તું વિષ્ટાથી ખરડાયો હોઈશ ત્યારે મમ્મીએ માત્ર સત્યદર્શન જ કર્યું હતું કે સ્નેહદર્શન પણ ? કહેવું જ પડશે તારે કે સત્યદૃષ્ટિ સાથે મમ્મીએ શુભષ્ટિ અથવા સ્નેહષ્ટિ પણ કેળવી જ હશે, નહિતર પૂર્ણ વાત્સલ્ય સાથે મમ્મીએ મને સાફ શી રીતે કર્યો હોય ? એવી અવસ્થામાં ગાલે તમાચો મારી દેવાને બદલે મમ્મીએ મને વહાલથી નવડાવી શી રીતે દીધો હોય ?
દર્શન, તો હું તને એટલું જ કહું છું કે બરાબર એ જ અભિગમ તુંય અત્યારે આત્મસાત્ કરી લે. ઉંમર છે પપ્પાની, એમનાં કપડાં બગડી જાય છે. ઉંમર છે મમ્મીની, એમના હાથમાંથી થાળી છટકી જાય છે. પપ્પાની આંખે મોતિયો છે. ચાલતાંચાલતાં એ પડી જાય છે. મમ્મીને કાને બહેરાશ છે. જમી લેવાની તારી પત્નીની બબ્બે વારની બૂમ છતાં એ જ્યાં બેઠાં છે ત્યાં બેઠાં જ રહે છે.
પગ કમજોર બની ગયા છે પપ્પાના. તારી ઝડપે એ તારી સાથે નથી ચાલી
શકતા. મન મમ્મીનું નબળું પડી ગયું છે. ચા પીધાનું ભૂલી જવાથી એ ફરી ચા માગી
४०