________________
છે ત્યારે એમ થાય છે કે આ અંગે મનમાં પ્રવેશી ગયેલા જાતજાતના કચરાને એક વાર તો બહાર કાઢી જ નાખું, કારણ કે જ્યાં સુધી એ કચરો બહાર નહીં નીકળે, ત્યાં સુધી મન સતત અંદર ને અંદર ધૂંધવાયા જ કરશે. આપની અનુમતિની અપેક્ષા રાખું છું.
દર્શન, ખુશીથી તારા મનની શંકાઓ રજૂ કરતો જા . મારી સમજ મુજબ એનાં સમાધાનો તને આપતો જઈશ પણ એક વાત તો ખાસ તારા ધ્યાન પર લાવવા માગું છું કે જીવનમાં સ્વસ્થતા ટકાવી રાખવા અને કુટુંબને પ્રેમના તાંતણે બાંધી રાખવા ન સમજાઈ હોય તેવી વાતોને પણ સમજાઈ ગઈ છે એમ માનીને આગળ ચાલવું જ પડે છે.
જરૂર નથી કે મમ્મી-પપ્પાની દરેક આજ્ઞા પાછળનું રહસ્ય આપણને સમજાવું જ જોઈએ, જરૂરી નથી કે એમના દરેક પ્રકારના વર્તન પાછળનું ગણિત આપણા ખ્યાલમાં આવવું જ જોઈએ. ના, શરીરનાં સંખ્યાબંધ રહસ્યોને સમજ્યા વિના જો શરીરને ચાલવામાં કોઈ જ જાતનો વાંધો નથી આવતો તો વ્યવહારનાં અનેક રહસ્યોને સમજ્યા વિના જીવને ચાલવામાં કોઈ જ જાતનો વાંધો નથી આવતો. એમાં શંકા કરીશ નહીં.
હિંમત કેળવવી જ પડે છે અને નદીને જો સાગર બનવું છે તો એણે વહેતા રહીને પોતાની જાતને વિલીન કરી દેવાની હિંમત કેળવવી જ પડે છે. બસ, આ જ ન્યાય જીવન માટે સમજી લેવાનો છે.
જો તારે અશાંતિમાંથી શાંતિમાં જવું છે તો તર્કનિષ્ઠ જીવનશૈલીને તિલાંજલિ આપી દેવાનું સત્ત્વ તારે દાખવવું જ પડવાનું છે અને શાંતિમાંથી પ્રસન્નતામાં જવાની જો તારી ગણતરી છે તો પ્રેમસભર જીવનશૈલી અપનાવી લેવાનું પરાક્રમ તારે દાખવવું જ પડવાનું છે.
મેં ઘણા એવા યુવાનો જોયા છે કે જેમણે પોતાની તર્કપ્રધાન જીવનશૈલીથી, શંકા-કુશંકાપ્રધાન વ્યવહારથી કુટુંબીઓ સાથેના મીઠા સંબંધોને કડવા ઝેર જેવા બનાવી દીધા છે.
હું તને પૂછું છું—તારી પત્ની પાસે તું ‘દાળમાં મીઠું તો નાખ્યું છે ને?' એ શંકા વ્યક્ત કરે ત્યાં સુધી તો તારા પત્ની સાથેના લાગણીભર્યા સંબંધો ટકી રહેવામાં વાંધો ન આવે પણ તું ‘દાળમાં ઝેર તો નથી નાખ્યું ને ?” આ શંકા વ્યક્ત કરે પછીય આત્મીયતાભર્યા સંબંધો ટકી જ રહે એવું છાતી ઠોકીને કહી શકે તેમ છે ખરો ?
બસ, આ જ વાત છે મારી. ઘરની શાંતિ સ્થિરતા સાથે બંધાયેલી છે અને વધુ પડતા ખુલાસા-પ્રતિખુલાસા, ઘરની સ્થિરતાને ડહોળે જ છે અને જ્યાં સ્થિરતા ડહોળાય છે ત્યાંથી શાંતિ રવાના થઈ જાય છે. એટલું જ કહીશ તને કે આંખથી હૃદય સુધી જતો રસ્તો એ છે કે જે બુદ્ધિમાંથી પસાર થતો નથી અને જે રસ્તો બુદ્ધિમાંથી પસાર થઈને જ રહે છે એ રસ્તો બહુધા હૃદય સુધી પહોંચતો નથી. હું શું કહેવા માગું છું એ તું સમજી ગયો હોઈશ.
હું
મહારાજસાહેબ,
આપે તો જાણે કે મારા જ મનની વાત કરી દીધી. હું આપને એ જ પૂછવા માગતો હતો કે વડીલોની આજ્ઞા પાછળનો હેતુ સમજ્યા વિના, માત્ર એ વડીલ જ છે, ઉપકારી જ છે, આત્મીયજન જ છે, એટલા માત્રથી એમની આજ્ઞા પાળ્ય જવામાં જીવન “મોળું રહી જાય એવી શક્યતા નથી ? જીવન ‘બોદું’ રહી જાય એવી શક્યતા નથી?
ભલે આપે પૂર્વપત્રમાં લખ્યું છે કે ન સમજાઈ હોય તેવી વાતોને પણ સમજાઈ ગઈ છે એમ માનીને આગળ ચાલવું જ પડે છે, પણ, આ અભિગમના સ્વીકાર સાથે વ્યવહારમાં જીવવું અને વ્યવહારમાં રહેવું શક્ય છે ખરું ? | દર્શન, સરોવરને જો નદીમાં રૂપાંતરિત થવું છે તો એણે દીવાલ તોડવાની
મહારાજસાહેબ,
આપની વાત સમજી ગયો. જીવનમાં તર્કને એવું પ્રાધાન્ય ન આપવું કે જેને કારણે લાગણીના સંબંધોમાં કડાકો બોલી જાય, કૌટુંબિક ભાવના વેરવિખેર થઈ જાય, સફળતા મળી જાય પણ પ્રસન્નતા નંદવાઈ જાય, પદાર્થના નુકસાનથી બચી