________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપતો છોકરાં પ્રત્યે વ્યવહાર
(પૂર્વાર્ધ)
ત્યારે સંયમ હતો બધો. આ તો સંયમ વગરના હોય.
પ્રશ્નકર્તા : આ છોકરાંઓ બધાં મોટાં થાય તો એ લોકોને આપણે ધર્મનું જ્ઞાન કેવી રીતે આપવું ?
દાદાશ્રી : આપણે ધર્મ સ્વરૂપ થઈ જઈએ એટલે થઈ જાય. આપણા જેવાં ગુણ હોય ને તેવાં છોકરાં શીખે. એટલે આપણે જ ધર્મિષ્ઠ થઈ જવાનું. શીખે આપણે જોઈ જોઈને. જો આપણે સિગારેટ પીતાં હોય તો સિગરેટ પીતાં શીખે, આપણે દારૂ પીતાં હોય તો દારૂ પીતાં શીખે. માંસ ખાતાં હોય તો માંસ ખાતાં શીખે, જે કરતા હોય એવું શીખે એ. એ જાણે કે એનાથી સવાયો થઉં. એવું કહે.
પ્રશ્નકર્તા : સારી સ્કૂલમાં મૂકવાથી સારા સંસ્કાર નથી આવતા ?
દાદાશ્રી : પણ એ બધા સંસ્કાર નથી. છોકરાં, મા-બાપ સિવાય કોઈના સંસ્કાર ના પામે. સંસ્કાર મા-બાપનાં, ગુરુનાં. અને એનું સર્કલ થોડું ઘણું હોય, ફ્રેન્ડસર્કલ, સંયોગો એના. બાકી મોટામાં મોટા સંસ્કાર મા-બાપનાં ! મા-બાપ સંસ્કારી હોય તો તે છોકરાં સંસ્કારી થાય. નહીં તો સંસ્કાર હોય જ નહીં ને ?
(૧) સિંચત, સંસ્કારતાં... પ્રશ્નકર્તા : અહીંયાં આજુબાજુ અમેરિકામાં પૈસો છે, પણ સંસ્કાર નથી અને અહીંનું આજુબાજુનું વાતાવરણ એવું છે, તો તે માટે શું કરવું?
દાદાશ્રી : પહેલાં મા-બાપે સંસ્કારી થવું જોઈએ. એ છોકરાં બહાર જાય જ નહીં. મા-બાપ એવાં હોય કે પ્રેમ જોઈને અહીંથી ખસે જ નહીં. મા-બાપે એવું પ્રેમમય થવું જોઈએ. છોકરાં જો સુધારવો હોય તો તમે જવાબદાર છો. છોકરાંની જોડે તમે ફરજથી બંધાયેલા છો. તમને સમજણ ના પડી ?
(મૂળ ગ્રંથ પાના નં. ૨) આપણા લોકોએ છોકરાંઓને સંસ્કાર બહુ ઊંચી જાતના આપવા જોઈએ. ઘણાં માણસો અમેરિકામાં કહેતાં હતાં કે અમારાં છોકરાં છે તે માંસાહાર કરે છે અને એ બધું કરે છે. ત્યારે મેં એને પૂછયું, તમે કરો છો ? ત્યારે કહે, હા, અમે કરીએ છીએ. ત્યારે મેં કહ્યું, તે તો હંમેશાં છોકરાંઓ કરશે જ. આપણા સંસ્કાર ! અને છતાં આપણે ના કરતાં હોય તો ય કરે. પણ એ બીજી જગ્યાએ. પણ આપણી ફરજ આટલી, આપણે જો સંસ્કારી બનાવવા હોય તો આપણી ફરજ આપણે ચૂકવી ના જોઈએ. (૩)
હવે છોકરાઓને તો બીજી રીતે, સારી રીતે આપણે એ આવું તેવું અહીંનો ખોરાક ન ખાય એ બધું આપણે એનું છે તે ધ્યાન રાખવાનું. અને આપણે જો ખાતા હોઈએ તો હવે આ જ્ઞાન મળ્યા પછી એ આપણે બધું બંધ કરી દેવું જોઈએ. એટલે એમને આપણા સંસ્કાર દેખે એવું એ કરે. પહેલાં આપણા મા-બાપ સંસ્કારી કેમ કહેવાતા હતાં ? એ બહુ નિયમવાળા હતા અને
પ્રશ્નકર્તા : આપણે છોકરાંઓને “ઈન્ડિયા’ ભણવા મોકલી દઈએ, તો આપણે આપણી જવાબદારી નથી ચૂકતા ?
દાદાશ્રી : ના. ચૂકતા નથી. આપણે એનો ખર્ચો-બર્ચો બધો આપીએ, ત્યાં આગળ તો, ત્યાં તો એવી સ્કૂલો છે કે જ્યાં હિન્દુસ્તાનનાં લોકો ય છોકરાંને ત્યાં મૂકે છે. જમવા કરવાનું ત્યાં અને રહેવાનું ય ત્યાં. એવી સરસ સ્કૂલો છે !!!
(૧૦) પ્રશ્નકર્તા: દાદા, ઘરસંસાર બધો શાંતિથી રહે ને અંતરાત્માનું સચવાય એવું કરી આપો.
દાદાશ્રી : ઘરસંસાર શાંતિથી રહે એટલું જ નહીં, પણ છોકરાં પણ આપણું જોઈને વધારે સંસ્કારી થાય એવું છે. આ તો બધું મા-બાપનું ગાંડપણ જોઈને છોકરાં પણ ગાંડા થઈ ગયાં છે. કારણ કે મા-બાપના આચાર-વિચાર પદ્ધતિસર નથી. ધણી-ધણિયાણી ય છોકરાં બેઠાં હોય ત્યારે ચેનચાળા કરે