________________
મા-બાપ છોકરાનો વ્યવહાર
એટલે છોકરાં બગડે નહીં તો શું થાય ? છોકરાંને કેવા સંસ્કાર પડે ? મર્યાદા તો રાખવી જોઈએ ને ? આ દેવતાનો કેવો આઁ પડે છે ? નાનું છોકરું ય દેવતાનો આઁ રાખે છે ને ? મા-બાપનાં મન ‘ફ્રેકચર’ થઈ ગયાં છે. મન વિહ્વળ થઈ ગયાં છે. વાણી ગમે તેવી બોલે છે, સામાને દુઃખદાયી થઈ પડે તેવી વાણી બોલે છે, એટલે છોકરાંઓ ખરાબ થઈ જાય. આપણે એવું બોલીએ કે ધણીને દુઃખ થાય ને ધણી એવું બોલે કે આપણને દુઃખ થાય. હિન્દુસ્તાનનાં મા-બાપ કેવાં હોય ? તે છોકરાંને ઘડે તે બધા સંસ્કાર તો તેને પંદર વર્ષમાં જ આપી દીધા હોય.
૩
પ્રશ્નકર્તા : હવે એ જે એનું આ સંસ્કારનું છે ને, પડ ઓછું થવા માંડ્યું છે. એની આ બધી ભાંજગડ છે.
દાદાશ્રી : ના, ના. સંસ્કાર જ ઊડી જવા માંડ્યા. આમાં પાછા દાદા મળ્યા એટલે ફરી મૂળ સંસ્કારમાં લાવશે. સત્યુગમાં હતા એવા સંસ્કાર પાછા. આ હિન્દુસ્તાનનું એક છોકરું આખા વિશ્વનું વજન ઊંચકી શકે એટલી શક્તિ ધરાવે છે. ફક્ત એને પોષણ આપવાની જરૂર છે. આ તો ભક્ષક નીકળ્યા, ભક્ષક એટલે પોતાનાં સુખને માટે બીજાને બધી રીતે લૂંટી લે ! જે પોતાનું સુખ ત્યાગીને બેઠો છે, એ સર્વસ્વ બીજાને સુખ આપી શકે !
પણ આ તો શેઠ આખો દહાડો લક્ષ્મીના ને લક્ષ્મીના વિચારોમાં ઘૂમ્યા કરે ! એટલે મારે શેઠને કહેવું પડે છે કે, ‘શેઠ, તમે લક્ષ્મી પાછળ પડ્યા છો ? ઘર બધું ભેલાઈ ગયું છે ! છોડીઓ મોટર લઈને આમ જતી હોય, છોકરાઓ તેમ જાય ને શેઠાણી આ બાજુ જાય. શેઠ, તમે તો બધી રીતે લૂંટાઈ ગયા છો !’ ત્યારે શેઠે પૂછયું, “મારે કરવું શું ?” મેં કહ્યું, ‘વાતને સમજો ને કેવી રીતે જીવન જીવવું એ સમજો. એકલા પૈસા પાછળ ના પડો. શરીરનું ધ્યાન રાખતા રહો. નહીં તો હાર્ટ-ફેઈલ થશે. શરીરનું ધ્યાન, પૈસાનું ધ્યાન, છોકરીઓના સંસ્કારનું ધ્યાન, બધા ખૂણા વાળવાના છે. એક ખૂણો તમે વાળ વાળ કરો છો, હવે બંગલામાં એક જ ખૂણો ઝાપટ ઝાપટ કરીએ ને બીજે બધે પૂંજો પડ્યો હોય તો કેવું થાય ? બધા જ ખૂણા વાળવાના છે. આ રીતે તો જીવન કેમ જિવાય ?” માટે એમની જોડે સારું વર્તન, ઊંચા સંસ્કારી બનાવો. આ છોકરાઓને ઊંચા સંસ્કારી બનાવો. આપણે પોતે તપ કરો. પણ સંસ્કારી બનાવો. (૧૭)
પ્રશ્નકર્તા : આપણે પ્રયત્નો તો બધા કરીએ છીએ, એને સુધારવા માટે
મા-બાપ છોકરાંનો વ્યવહાર
તેમ છતાં ય પેલો ના સુધરે, તો પછી એનું પ્રારબ્ધ કરીને છોડી દેવું, આદર્શ પિતાએ ?
૪
દાદાશ્રી : ના, પણ પ્રયત્ન તે, તમે તમારી રીતે કરો છો ને ? સર્ટિફિકેટ છે તમારી પાસે ? મને દેખાડો ?
પ્રશ્નકર્તા : અમારી બુદ્ધિમાં જેટલા આવે એવા પ્રયત્નો કરીએ.
દાદાશ્રી : તમારી બુદ્ધિ એટલે જો હું તમને કહી દઉં કે એક માણસ જજ પોતે હોય, આરોપી પોતે હોય, અને વકીલ પોતે હોય, તો કેવો ન્યાય કરે ?
બાકી છોડી ના દેવું જોઈએ, કોઈ દા'ડો ય. એની પાછળ ધ્યાન રાખ્યા કરવું જોઈએ. છોડી દઈએ તો તો પછી એ ખલાસ થઈ જાય.
પોતાના સંસ્કાર તો લઈને જ આવે છે છોકરું. પણ એમાં તમારે હેલ્પ કરી અને આ સંસ્કારને રંગ આપવાની જરૂર છે.
પ્રશ્નકર્તા : હા, તો એ કરીએ છીએ પછી લાસ્ટ સ્ટેજે, એ પ્રારબ્ધ પર છોડી દેવું જોઈએ ?
દાદાશ્રી : ના, છોડાય નહીં. એ છોડવાનું થાય ત્યારે મારી પાસે તેડી લાવજો. હું ઓપરેશન કરી આપીશ. છોડી ના દેવાય, જોખમદારી છે. (૧૯)
એક બાપને તો છોકરો મૂછો ખેંચતો હતો, તે બાપા ખુશ થઈ ગયા. કહે છે, કેવો બાબો ! જુઓને, મારી મૂછો ખેંચી ! લે ? પછી એનું કહેલું કરીએ તો છોકરો મૂછો ઝાલે ને ખેંચ ખેંચ કરે તો ય આપણે કશું ના બોલીએ, ત્યારે શું થાય પછી ? બીજું કશું ના કરીએ, તો જરા ચૂંટી ખણીએ, ચૂંટી ખણવાથી એ જાણે કે આ વાત ખોટી છે. હું જે કરી રહ્યો છું આ વર્તન, ‘એ ખોટું છે’ એવું એને જ્ઞાન થાય. બહુ મારવાનું નહીં. સાધારણ ચૂંટી ખણવાની. (૨૦)
બાપે બાબાની મમ્મીને બોલાવી. ત્યારે પેલી રોટલી વણતી હતી. તે કહે છે, ‘શું કામ છે ? હું રોટલી વણું છું.’ ‘તું અહીંયાં આય, જલદી આય, જલદી આય, જલદી આય.' પેલી દોડતી દોડતી આવી. શું છે ? ત્યારે કહે, જો, જો, બાબો કેટલો હોશિયાર થઈ ગયો. જો પગની એડીઓ ઊંચી કરી અને મહીંથી આ પચ્ચીસ પૈસા કાઢ્યા'. એટલે બાબો જોઈને કહે, ‘સાલું, આ