________________
થશે તેવાં થશે વિ. વિ. સ્વપ્ના ભાંગી જતાં જુએ ત્યારે જે આઘાત અનુભવે તેનું સમાધાન કેવી રીતે લેવું ? કેટલાંક છોકરાં તો મા-બાપના લગ્નજીવનનું સુખ(!) જોઈને પરણવાની જ ના પાડે ત્યાં શું કરવું ? મા-બાપે કઈ રીતે સંસ્કાર સીંચન કરવું ? પોતે કઈ રીતે એનું જ્ઞાન મેળવવું ? ક્યાંથી મેળવવું ? બગડેલા બાળકોને કઈ રીતે સુધારવા ? વાતે વાતે મા-બાપ છોકરાં વચ્ચેની અથડામણોથી અટકાય શી રીતે ? છોકરાંને મા-બાપ બોસીઝમ કરતાં લાગે છે ને મા-બાપને છોકરાં વંઠી ગયેલાં લાગે છે; હવે આનો રસ્તો શું ? છોકરાંને સારું શીખવાડવા કહેવું તો પડે જ, તેને છોકરાં કચકચ માનીને સામાં આર્ગ્યુમેન્ટસ કરે ત્યાં શું કરવું ? નાના છોકરાં, મોટાં છોકરાં સાથે કઈ રીતે જુદો જુદો વ્યવહાર ગોઠવવો ?
ઘરની ભિન્ન ભિન્ન પ્રકૃતિઓનો સાચો માળી કઈ રીતે બનાય ? એનો લાભ કઈ સમજણથી ઊઠાવી શકાય ? કોઈ લોભી તો કોઈ લાફો, કોઈ ચોર, તો કોઈ ઑલિયો, આવી ભિન્ન ભિન્ન ઘરમાં છોકરાંઓની પ્રકૃતિઓ હોય તેનાં વડીલે શું સમજવું ને શું કરવું?
બાપને દારૂ, બીડીનું વ્યસન પડી ગયું હોય ત્યાં કઈ રીતે તેનાંથી છૂટવું કે જેથી કરીને છોકરાંને તેની ખરાબ અસરથી બચાવી શકાય ?
છોકરાં દિવસે, મોડી રાત સુધી ટી.વી. સીનેમા જોયા કરે ત્યાં કઈ રીતે તેમને બચાવવાં ? નવી જનરેશનની કઈ સારી વસ્તુને ધ્યાનમાં લઈ તેનો કઈ રીતે લાભ ઊઠાવવો ? કાલના કષાયી અને વર્તમાનના વિષયી જનરેશનની ગેપ કઈ રીતે પૂરવી ? એકબાજુ આજની જનરેશનનું ‘હેલ્થી માઈન્ડ' જોઈ ગરદન ઝૂકી જાય તેમ લાગે ને બીજી બાજુ વિષયાંધ દેખાય, ત્યાં શું થઈ શકે ?
મોડા ઊઠનાર છોકરાંને કઈ રીતે સુધારવાં ? ભણવામાં ‘ડલ’ છોકરાંને કઈ રીતે ‘ઈમૂવ કરવાં ? એમને કઈ રીતે ભણવામાં ‘એન્કરેજ' કરવાં ? છોકરા જોડે વ્યવહાર કરતાં પટ્ટા તૂટી જાય તો કઈ રીતે ‘કાઉન્ટર પુલી’ ગોઠવવી ?
છોકરાં અંદરોઅંદર લડે તો કઈ રીતે તટસ્થ રહી ન્યાય તોળવો ? છોકરાં રીસાય ત્યારે શું કરવું ? છોકરાંના ક્રોધને બંધ કરવા શું કરવું ? છોકરાંને ટકોર કરાય ? છોકરાંને વઢાય ? વઢાય કે ટકોર કરાય તો કઈ રીતે ? છોકરાને વઢે તો કયું કર્મ બંધાય ? એમને દુ:ખ થાય તેનો ઉપાય શું ? છોકરાંને મરાય ? મારી દેવાય તો શું ઉપાય ? કાચ જેવા બાલમાનસને કેવી ‘કેર’થી ‘હેન્ડલ’ કરાય ? મા-બાપ કાળી મજૂરી કરી કમાય ને છોકરાં ઊડાવે તો શું એડજસ્ટમેન્ટ લેવું ? બાળકોને સ્વતંત્રતા અપાય ? અપાય તો કેટલી હદ સુધીની ? છોકરો દારૂડિયો હોય તો શું પગલાં લેવાં ? વહુ ગાળો દે તો શું કરવું ? મોક્ષનો ધ્યેય લક્ષમાં રાખીને અધ્યાત્મ અને મા-બાપ છોકરાંનો વ્યવહારનો કઈ રીતે સમન્વય કરવો ? મા-બાપ છોકરાથી જુદાં થાય તો ? - છોકરીઓ રાત્રે મોડી આવે તો ? લફરાંવાળી થઈ ગઈ હોય તો શું કરવું ? પરમાતમાં છોડી પૈણી ગઈ તો શું કરવું ? છોડી પર શંકા રહ્યા કરે તેનું શું ?
વીલ કરવું ? કેવું કરવું ? કોને કેટલું આપવું ? મરતાં પહેલાં આપવું કે પછી ? છોકરા પૈસા માગે તો શું કરવું ? ઘરજમાઈ કરાય ?
છોકરાં પર કેટલો મોહ રખાય ? લાગણી, મમતા એનું શું રહસ્ય છે ? કેટલી ફાયદાકારક ? ‘ગુરુ’ આવતાં જ દીકરો પાટલી બદલી દે ત્યારે શું કરવું ? - જેને છોકરા ના હોય તેનું કર્મ કેવું કહેવાય ? છોકરાં ના હોય તો ? શ્રાદ્ધ સરાવી મુક્તિ કોણ કરાવે ? નાની ઉંમરમાં ભૂલકાં મરી જાય ત્યાં મા-બાપે કેમ કરીને સહી લેવું ? તેના માટે શું કરવું ? પૂજ્ય દાદાશ્રીનાં બાળકો મરી ગયા ત્યારે તેમણે શું કરેલું ? રીલેશન ફાટતાં ોય તો કઈ રીતે સાંધવું ? જ્ઞાનીઓ કયા જ્ઞાનથી સંસાર સાગર તરવાનો એ રસ્તો બતાવે છે ?