________________
દાદાશ્રી : તો પછી મરાય શી રીતે આપણે ? ત્યારે કોઈ દુનિયામાં બનાવી આપે ખરો, સાયેટીસ્ટ લોકો ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો પછી જે બનાવી ના શકીએ ને તેને મારી શકાય નહીં આપણાથી. આ ખુરશી બનાવીએ, આ બધું બનાવીએ, એનો નાશ કરી શકીએ. તને સમજણ પડી ?
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : હવે શું કરીશ ? પ્રશ્નકર્તા: નહીં મારું.
દાદાશ્રી : એ જીવડાને મરવાનો ભય લાગે ખરો ? આપણે મારવા જઈએ તો નાસી જાય ખરું ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તો પછી કેમ મરાય ? અને આ ઘઉં, બાજરી ને ભય ના લાગે, એને વાંધો નહીં, શું કહ્યું? ઘઉં, બાજરી બધું, આ દૂધી કંઈ નાસી જાય ? આપણે ચપ્પ લઈને જઈએ તો દૂધી નાસી જાય ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો એને શાક કરીને ખવાય. તને મરવાનો ભય લાગે કે ના લાગે ?
દાદાશ્રી : હા, બરોબર. લઈ જવાનો વિચારે ય નહિ કરવાનો. કોઈ સ્ત્રી પ્રત્યે આકર્ષણ થાય તો ય, ‘હે દાદા ભગવાન ! મને માફ કરો’ કહીએ.
| (૪૨૫) એટલે એ છોકરાઓને માટે મા-બાપે શું કરવું જોઈએ ? કે બહાર માન ખોળે નહીં એવી રીતે રાખવું જોઈએ. એ માનના ભૂખ્યા ના હોય ને બહાર પેલું માન ખાવા જાય નહીં, માનની હોટલોમાં. એટલા માટે શું કરવાનું ? ઘેર આવે તો આમ બોલાવાનો, બાબા તું તો ડાહ્યો છું, આમ છું. તેમ છું, એને થોડું માન આપવું એટલે ફ્રેંડશીપ જેવું વલણ રાખવું જોઈએ. એને માથે હાથ ફેરવીને બેસવું, આપણે ‘બેટા લે હેંડ, જમવા બેસીએ, આપણે નાસ્તો કરીએ સાથે.” એવું તેવું બધું હોવું જોઈએ. તો પછી બહાર પ્રેમ ખોળે નહીં પછી. અમે તો પાંચ વર્ષનું છોકરું હોય તો એની જોડે પ્રેમ કરીએ, એની જોડે ફ્રેંડશીપ જેવું રાખીએ.
(૪૨૯) પ્રશ્નકર્તા : પપ્પા કે મમ્મી ગુસ્સે ભરાય તો શું કરવું ? મમ્મી મારા ઉપર ગુસ્સો કરે ત્યારે મારે શું કરવું ?
દાદાશ્રી : ‘સચ્ચિદાનંદ' બોલવાનું, ‘સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ' બોલવાનું બોલશે તો ટાઢી પડશે.
(૪૩૩) પપ્પા, મમ્મી જોડે વઢવાડ કરવા ફરે ત્યારે છોકરાઓ બધા “સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ' કહે એટલે બધું બંધ થઈ જાય. બેઉ શરમાઈ જાય બિચારા ! ભયની એલાર્મ ખેંચે છે એટલે તરત બંધ થઈ જાય. (૪૩૩)
હવે ઘરનાં માણસો બધાંને તારાથી આનંદ થાય એવું રાખવું. તને એનાથી દુ:ખ થાય તેનો આપણે ‘સમભાવે નિકાલ' કરવાનો અને તારાથી એ બધાને આનંદ થાય એવું રાખવું. પછી એ લોકોનો પ્રેમ જોજે તું, કેવો પ્રેમ છે ! આ તું પ્રેમ બ્રેકડાઉન કરી નાખું છું. એ લોકોનો પ્રેમ હોય તેને તું ઉપરથી પથ્થરા નાખ નાખ કરું તો બધું તૂટી જાય પ્રેમ.
(૪૩૭) પ્રશ્નકર્તા : તો વડીલો જ કેમ વધારે ગરમ થઈ જતા હશે?
દાદાશ્રી : એ તો ખટારો ગાડી થઈ ગયેલી હોય, ગાડી જૂની થઈ હોય તો પછી ગરમ થઈ જાય ને આખો દહાડો. એ તો નવી ગાડી હોય તો ના
પ્રશ્નકર્તા : લાગે.
દાદાશ્રી : હં. તો એવું એને ય લાગે.
(૪૨૩) અણહક્કનો ખાડો તો બહુ ઊંડો ! પાછું ઉપર અવાય જ નહીં. માટે ચેતીને ચાલવું સારું. માટે તું ચેતી જજે. આ જવાની છે, બુઢાપો આવવાનો હોય તેને અમે ના કહીએ, માટે આ ભય-સિગ્નલ તને બતાવીએ છીએ.
પ્રશ્નકર્તા : હા, હા, નહીં લઈ જાઉં, બીજાની બૈરી નહીં લઈ જાઉં.