________________
થાય. એટલે વડીલોને તો બિચારાને શું....
અને ગાડી ગરમ થઈ જાય. તો એને આપણે ટાઢી ના પાડવી પડે ? બહારથી કંઈક કોઈકની જોડ ભાંજગડ થઈ હોય, રસ્તામાં પોલીસવાળા જોડે, તો મોઢા ઉપર છે તે થઈ ગયા હોય ઈમોશનલ. તમે મોટું જુઓ ત્યારે તમે શું કહો ? ‘તમારું મોટું જ બળ્યું, આ જ્યાં ને ત્યાં ઉતરેલું ને ઉતરેલું કાયમને માટે.' એવું ના બોલાય. આપણે સમજી જવાનું કંઈક મુશ્કેલીમાં આવ્યા છે. એટલે પછી આપણે એમ ને એમ ગાડીને ટાઢી પાડવા માટે ઊભી નહીં રાખતા ?
(૪૪૪) આ વડીલોની સેવા કરવી એ તો મોટામાં મોટો ધર્મ છે. જુવાનિયાનો ધર્મ શું? ત્યારે કહે, વડીલોની સેવા કરવી. જુની ગાડીઓને ધકેલીને લઈ જવી અને તો જ આપણે પૈડા થઈશું તો આપણને ધકેલનારા મલશે. એ તો આપીને લેવાનું છે. આપણે પૈડાઓની સેવા કરીએ તો આપણી સેવા કરનારા મળી આવે અને આપણે પૈડાઓને હાંક હાંક કરીએ તો આપણને હાંક હાંક કરનારા મળી આવે. જે કરવું હોય તે છૂટ છે.
(૪૪૫) (૧૭) પત્નીની પસંદગી ! જે યોજના થયેલી છે, એમાં કંઈ ફેરફાર થવાનો નથી ! જો પૈણવાની યોજના થયેલી છે, તો અત્યારે આપણે નક્કી કરીએ કે મારે નથી પૈણવું, તો એ મીનિંગલેસ વાત છે. એમાં ચાલે નહીં ને પાછું પૈણવું તો પડે જ !
પ્રશ્નકર્તા : આ ભવમાં આપણે જે ભાવના કરેલી હોય તે પછી આવતા ભવે ફળે ને ?
દાદાશ્રી : હા, આ ભવે ભાવના કરે તો આવતે ભવે ફળે, પણ અત્યારે તો એનો છૂટકો જ નહીં ! અત્યારે એમાં ચાલે નહીં, કોઈનું ય ના ચાલે ને ! ભગવાને ય વાળવા જાય ને કે ના પૈણીશ, તો ભગવાનનું પણ ત્યાં આગળ ચાલે નહીં ! ગયા ભવમાં ના પૈણવાની યોજના કરી જ નથી. માટે ના પૈણવાનું નહીં આવે. જે યોજના કરી હશે તે જ આવશે !
(૪૪૯) જેમ સંડાસ વિના કોઈને ન ચાલે તેમ પરણ્યા વિના ચાલે તેમ નથી ! તારુ મન કુંવારું હોય તો વાંધો નથી. પણ જ્યાં મન પરણેલું હોય ત્યાં પરણ્યા
વગર ન ચાલે અને ટોળાંવાદ વગર મનુષ્યો રહી ના શકે. ટોળાંવાદ વગર રહી શકે કોણ ? “જ્ઞાની પુરુષ” એકલા જ, કોઈ ના હોય ત્યાં આગળ ય. કારણ કે પોતે નિરાલંબ થયેલા છે. કોઈ અવલંબનની એમને જરૂર જ નથી.
બાકી મનુષ્યો તો બિચારા હૂંફ વગર જીવી શકે નહીં. વીસ લાખ રૂપિયાનો મોટો બંગલો હોય અને એકલો સુઈ જવાનું કહે તો ? એટલે એને હુંફ જોઈએ. મનુષ્યોને હૂંફ જોઈએ, તેથી તો આ લગ્ન કરવાનાં ને ! લગ્નનો કાયદો કઈ ખોટો કાયદો નથી. એ તો કુદરતનો નિયમ છે.
એટલે પૈણવામાં સહજ પ્રયત્ન રાખવો, મનમાં ભાવના રાખવી કે લગ્ન કરવું છે, સારી જગ્યાએ. પછી એ સ્ટેશન આવે ત્યારે ઊતરવાનું. સ્ટેશન આવતાં પહેલાં દોડધામ કરીએ તો... તારે પહેલી દોડધામ કરવી છે ?
પ્રશ્નકર્તા : ના. સ્ટેશન આવે ત્યારે.
દાદાશ્રી : હં... સ્ટેશનને આપણી ગરજ છે ને આપણને સ્ટેશનની ગરજ ! કંઈ સ્ટેશનની આપણને એકલાને જ ગરજ નથી. સ્ટેશનને આપણી ગરજ ખરી કે નહિ ?
પ્રશ્નકર્તા : આપના સંઘમાં ભળનાર યુવાન-યુવતીઓ લગ્નની ના પાડે, તો આપ શું ઉપદેશ તેઓને ખાનગીમાં આપો છો ?
દાદાશ્રી : હું ખાનગીમાં પૈણવાનું કહું છું એમને. હું ખાનગીમાં એ લોકોને લગ્ન કરવાનું કહી દઉં છું કે ભઈ થોડી છોડીઓ ઓછી થઈ જાય તો નિવેડો આવે. મારે અહીં વાંધો નથી, મારે તો પૈણીને આવોને તો આ માર્ગ, મોક્ષનો માર્ગ પણેલાને માટે જ છે આ. હું તો એમને કહું છું કે પરણો તો છોકરીઓ ઓછી થાય. અને અહીંયાં મોક્ષ, પૈણવાથી અટકે છે એવું નથી !
પણ એમણે શું શોધખોળ કરી છે, કે પૈણવાની ઉપાધિ બહુ હોય છે. કહે છે, અમે અમારા મા-બાપનું સુખ જોયું છે. એટલે એ સુખ અમને ગમતું નથી. એટલે મા-બાપનો પુરાવો આપે છે.
(૪૫૧) છોકરાને દબાણ કરશો નહીં. નહીં તો તારે માથે આવશે કે મારા બાપાએ બગાડ્યું. એને ચલાવતાં ના આવડે તેથી બગડે ને આપણે માથે આવે.
(૪૫૩)
. (૪૫૦)