________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
ય નીકળે. કારણ કે જેવા જેવા સંજોગ એણે ભેગા કર્યા છે, એવું જ ત્યાં આગળ બને છે, કોઈ જીવને વારસાઈમાં કશું અક્ષરે ય ના મળે. એટલે વારસાઈ એ તો એક દેખાવ માત્ર છે. બાકી પૂર્વભવે જે એના ઓળખાણવાળા હતા તે જ આવ્યા છે. (૪૦૪)
૫૯
પ્રશ્નકર્તા : એટલે જે ભાવ ચૂકવવાના હોય છે. ઋણાનુબંધ ચૂકવવાના હોય તે અપાઈને જતા રહે છે ?
દાદાશ્રી : હા, એ અપાઈ જ જાય બધા. એટલે મારે ત્યાં આગળ આ વિજ્ઞાન બધું ખુલ્લું કરવું પડયું કે અલ્યા, બાપનો તે શો દોષ છે ? તું ક્રોધી, તારો બાપ ક્રોધી, પણ આ તારો ભાઈ કેમ ઠંડો છે ? જો તારામાં તારા બાપનો ગુણ ઉત્પન્ન થયો હોય તો આ તારો ભાઈ ઠંડો કેમ છે ? એટલે આ નહીં સમજાવાથી લોક ઠોકાઠોક કરે છે અને જે ઉપર દેખાય એને સત્ય માને છે. વાત બહુ સમજવા જેવી છે. આ બહુ ઊંડી વાત છે. આ તો મેં કહી એટલી નથી. આ બહુ ઊંડી વાત છે ! ભગવાન પણ આટલું ન આપી શકે. આ તો બધા હિસાબ જ લેવાય છે ને છે ! (૪૦૯)
ચૂકવાય
આત્મા કોઈનો છોકરો થાય નહીં ને આત્મા કોઈનો પિતા થાય નહીં. આત્મા કોઈની વાઈફ થાય નહીં કે આત્મા કોઈનો ધણી થાય નહીં. આ બધું ઋણાનુબંધ છે. કર્મના ઉદયથી ભેગું થયેલું છે. હવે લોકોને એ ભાસ્યું છે ને આપણને ય એ ભાસ્યું અને એ ભાસે છે એટલું જ. ખરી રીતે દેખાતું ય નથી. ખરી રીતે હોય ને તો કોઈ વઢે જ નહીં. આ તો કલાકમાં જ ભાંજગડ પડી જાય, મતભેદ પડી જાય તો વઢી પડે કે ના વઢી પડે ? ‘મારી, તારી’ કરે કે ના કરે પછી ?
પ્રશ્નકર્તા : કરે.
દાદાશ્રી : માટે ભાસ્યમાન છે, એક્ઝેક્ટ નથી.
કળિયુગમાં આશા ના રાખશો. કળિયુગમાં આત્માનું કલ્યાણ થાય એવું કરો, નહીં તો આ વખત બહુ વિચિત્ર આવી રહ્યો છે, આગળ ઉપર ભયંકર વિચિત્ર આવી રહ્યો છે. હજુ હજારેક વર્ષ સારાં છે. પણ પછી બહુ આગળ ભયંકર આવવાના છે. પછી ક્યારે ઘાટમાં આવશે ? એટલે આપણે કંઈક આત્માનું કરી લો.
(૪૧૦)
૬૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
છોકરાંતો મા-બાપ પ્રત્યે વ્યવહાર
(ઉત્તરાર્ધ)
(૧૬) ટીનેજર્સ સાથે ‘દાદાશ્રી' !
પ્રશ્નકર્તા : આદર્શ વિદ્યાર્થીનાં જીવનમાં ક્યા ક્યા લક્ષણોની જરૂર છે ?
દાદાશ્રી : વિદ્યાર્થીને, ઘરમાં જેટલાં માણસો હોય એ બધાંને રાજી રાખવાની જરૂર અને પછી સ્કૂલમાં પણ જે માણસો જોડે એ હોય, આપણે જે બેનો-બેનો બધાની જોડે એ બધાને રાજી રાખવાની જરૂર. જ્યાં જઈએ ત્યાં આપણે બધાને રાજી રાખવા અને પોતાનાં ભણતરમાં જ ધ્યાન રાખવું.
(૪૧૯)
જીવડાં મારેલાં ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : ક્યાં મારેલાં ?
પ્રશ્નકર્તા : બગીચામાં પાછળ, વાડામાં.
દાદાશ્રી : શું હોય જીવડાં ? વંદા-વંદાને એવું તેવું હોય ? પ્રશ્નકર્તા : બધું જ મારેલું.
દાદાશ્રી : માણસના છોકરાને મારી નાખું ખરો ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : ના મરાય છોકરાને ? આ કો'કનો છોકરો હોય તો મારી ના નખાય ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : કેમ એમ ? હવે તે જીવડું માર્યું, તેવું એક બનાવી આપીશ તું મને ? લાખ રૂપિયા ઈનામ આપવું છે કે કોઈ જો બનાવી આપે તો એને લાખ રૂપિયા ઈનામ આપું. તું બનાવી આપીશ ? ના બને ?
પ્રશ્નકર્તા : ના.