________________
મા-બાપકરાંનો વ્યવહાર
૫૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
થતી હોત તો વાઈફ થોડી લઈ લેત, અર્ધાગના કહેવાય છે ને ? લકવો થઈ ગયો હોય તો છોકરો લઈ લે ? પણ કોઈ લે નહીં. આ તો હિસાબ છે બધો. બાપા પાસે માંગતો હતો, તેટલું જ તમને મળ્યું છે. (૩૮૪)
એક છોકરાને એની મા છે તે કશું ખરાબ ના કરતો હોય તો ય મારમાર કરતી હોય. અને એક છોકરો આટલો બધો તોફાન કરતો હોય તો ય એને રમાડે રમાડ કરતી હોય. છોકરા બધા એના હોય, પાંચેવ. પાંચેવ જોડે જુદું જુદું વર્તન હોય. એનું શું કારણ ?
પ્રશ્નકર્તા : એના દરેકના કર્મના ઉદય જુદા હશે?
દાદાશ્રી : એ તો હિસાબ જ ચૂક્ત થાય છે અને આ છે તે મારે પાંચે પાંચ છોકરા પર સરખો ભાવ રાખવો જોઈએ, પણ એ શી રીતે રહે ? અને પછી છોકરા કહેશે, મારી મા છે તે આના પક્ષમાં છે. એવી બૂમો પાડે. એના ઝઘડી છે આ દુનિયામાં.
પ્રશ્નકર્તા : તો એ પેલી મધરને એવો ભાવ કેમ થાય છે પેલા છોકરા
જોડે.
દાદાશ્રી : કેરીઓમાં ય જુદું જુદું હોય, તમારે એટલી બધી સૂક્ષ્મતા નહીં, તમારી સમજવાની શક્તિ નહીં. બાકી બધી દરેક કેરીમાં જુદો જુદો સ્વાદ, દરેક પાંદડામાં ય ફેરફાર. એક જ જાતના દેખાય, એક જ જાતની સુગંધ હોય પણ ફેરફાર કંઈ ને કંઈ. કારણ કે આ દુનિયાનો નિયમ એવો છે કે સ્પેસ બદલાય એટલે ફેરફાર થાય. સ્પેસ બદલી એટલે ફેરફાર હોય
(૪૦) પ્રશ્નકર્તા : એક જનરલ વાત કહે છે ને કે આ બધા કુટુંબો હોય છે ને, તે એક વંશ પરંપરા ભેગા થાય છે.
દાદાશ્રી : હા, એ તો બધા આપણા ઓળખાણવાળા જ. આપણું જ સર્કલ બધું જોડે રહેવાનું. સરખા ગુણવાળું છે, એટલે ત્યાં આગળ રાગ-દ્વેષને લઈને જન્મ થાય છે અને તે ભાવો ચૂકવવા માટે ભેગા થાય છે. બાકી આંખે આવું દેખાય છે એ ભ્રાંતિથી છે અને જ્ઞાનથી તેવું નથી. (૪૦૩)
પ્રશ્નકર્તા : આ જે જન્મ લેનાર છે એ એના કર્મોથી જન્મ લે છે ને?
દાદાશ્રી : બસ, એ ગોરો છે કે કાળો છે કે ઠીંગણો છે કે ઊંચો છે, એ એનાં કર્મથી છે. ત્યારે આ તો લોકોએ એડજસ્ટમેન્ટ લીધું, આ આંખે દેખેલું કે આ નાક તો એકઝેક્ટ સરખું જ દેખાય છે, એટલે બાપના જ ગુણ છોકરામાં ઊતર્યા છે, કહેશે ! તો બાપ કૃષ્ણ ભગવાન થઈ ગયા, એટલે છોકરો કૃપણ ભગવાન થઈ ગયો દુનિયામાં ? આવા તો કરોડો કૃષ્ણ ભગવાન થઈ ગયા. બધા પ્રગટ પુરુષ કૃષ્ણ ભગવાન જ કહેવાય. પણ એકે ય છોકરો કૃષ્ણ ભગવાન થયો ? એટલે આ તો સમજણ વગરની વાત છે ! (૪૪)
જો બાપના ગુણ છોકરામાં આવતા હોય, તો તો બધા છોકરામાં સરખા આવે. આ તો બાપને જે પૂર્વભવે ઓળખાણવાળા છે, એના ગુણ મળતા આવતા હોય, તમારા ઓળખાણવાળા બધા કેવા હોય ? તમારી બુદ્ધિને મળતા આવતા હોય, તમારા આશયને મળતા આવતા હોય, તો તમને મળતા આવતા હોય, તે આ ભવમાં પાછા છોકરા થાય. એટલે એનો ગુણ તમને મળતા આવતા હોય, પણ ખરેખર એ તો એના પોતાના જ ગુણો ધારણ કરે છે. સાયંટિસ્ટોને એમ લાગે છે કે આ પરમાણુમાંથી આવે છે. પણ એ તો એના પોતાના જ ગુણો ધારણ કરે છે. પછી કોઈ નઠારો, નાલાયક હોય તો દારૂડિયો
દાદાશ્રી : તે એને કંઈ પૂર્વનું વેર છે. પેલાનો પૂર્વનો રાગ છે. એટલે રાગ સૂચવે છે. લોક ન્યાય ખોળે છે કે પાંચે છોકરા સરખા નહીં, એને ? (૩૮૯)
અને કેટલાક છોકરા મા-બાપની સેવા કરે છે, એવી સેવા કરે, ખાધાપીધા વગરે ય સેવા કરે છે. તેમને માટે એવું નથી. બધો આપણો જ હિસાબ છે. આપણા વાંકથી ભેગું થયું આપણને. આ કળિયુગમાં શું કરવા આપણે આવ્યા ? સયુગ નહોતો ? સયુગમાં બધા પાંસરા હતા. કળિયુગમાં બધા વાંકા મળી આવે. છોકરો સારો ત્યારે વેવાઈ રાશી મલે, તે વઢવઢા કરે. વહુ રાશી મલે તે વઢવઢા કરે. કો'કનું કો'ક રાશી મળે અને આ ઘરમાં ચાલ્યા જ કરે સ્ટવ, વઢવાડનો સ્ટવ સળગ્યા જ કરે.
(૩૯૭) પ્રશ્નકર્તા : આપણે આ વનસ્પતિમાં પણ જીવ છે એવું કહે છે, હવે આ આંબો હોય, આંબાને જેટલી કેરીઓ હોય, તે બધી કેરીઓનો સ્વાદ એક જ જાતનો હોય, જ્યારે આ મનુષ્યમાં પાંચ છોકરા હોય તો પાંચે ય છોકરાના જુદા જુદા વિચાર-વાણી-વર્તન એવું કેમ ?