________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૫૫ નથી. શું કરીશું આપણે ? પૈડપણમાં સેવા કોણ કરશે ?’ એમને હઉ મૂંઝવે ! ના મૂંઝવે ? ત્યારે મેં તેમને કહ્યું, ‘આજનાં છોકરાંઓ દમ કાઢશે તમારો. એ દારૂ પીને આવશે તે તમને ગમશે ?” ત્યારે એ કહે, “ના એ તો ના ગમે.” ત્યારે મેં કહ્યું, ‘દારૂ પીને આવશે. આ આવ્યા હતા તે ગયાં. તેથી મેં પેંડા ખવડાવ્યા. તે પછી જ્યારે એમને અનુભવ થયો ત્યારે મને કહે છે, ‘બધાનાં છોકરાં બહુ દુ:ખ દે છે.” ત્યારે મેં કહ્યું, “અમે તમને પહેલેથી કહેતા પણ તમે નહોતાં માનતાં !”
- આ પારકું તે વળી પોતાનું થતું હશે કોઈ દહાડો ય ? નકામી હોય, હાય, હાય કરીએ. આ દેહ જ્યાં પારકો, તે દેહનાં પાછાં એ સગાં. પારકો અને પારકાની પાછી મૂડી, તે પોતાની થતી હશે ?
(૩૬૨) પ્રશ્નકર્તા : એક જ છોકરો છે, જુદો થઈ ગયો છે.
દાદાશ્રી : એ તો ત્રણ હોત તો ય જુદા થઈ જાત અને ના જુદા થાય તો આપણે જવું પડશે પાછું. એ પાછા ભેગા રહેલા હોયને, તો ય જવું પડશે, આપણે મેલીને. મેલીને નહીં જવું પડે ? ત્યાંની હાય હાય શું ? ગયા અવતારનાં છોકરાં ક્યાં ગયાં ? ગયા અવતારનાં છોકરાં ક્યાં રહે છે ?
પ્રશ્નકર્તા : ભગવાનને ખબર.
દાદાશ્રી : લ્યો ! ગયા અવતારનાં છોકરાંનું ઠેકાણું નથી, આ અવતારનાં છોકરાંનું પાછું આવું થયું. જ્યારે પાર આવશે આનો ? મોક્ષે જવાની વાત કરોને, નકામાં અધોગતિમાં જતા રહેશો. ઉપાધિ, કંટાળો આવેને, તે ઉપાધિમાં શેના અવતાર થાય ? અહીંથી પછી મનુષ્યમાંથી શેનો અવતાર થાય ? જાનવરનો અવતાર, નર્કગતિમાં જતો રહે. નર્કગતિ ને જાનવરગતિ બધી ગમે છે ? (૩૬૩)
એક-એક અવતારમાં ભયંકર માર ખાધો છે, પણ પાછલો માર ખાધેલો ભૂલતો જાય છે અને નવો માર ખાતો જાય છે. ગયા અવતારનાં છોકરાં મૂકતો આવે છે. ને નવા આ અવતારમાં વળગાડતો જાય છે ! (૩૬૪)
(૧૪) સગાઈ, રીલેટિવ કે રીયલ ? રીલેટિવ છે આ સંબંધ ! સાચવી સાચવીને કામ લેવાનું છે. આ રીલેટિવ સંબંધ છે, એટલે તમે જેવું રીલેટિવ રાખો તેવું એ રહેશે. તમારે જેવું રાખશો
એવું રહેશે, આનું નામ વ્યવહાર કહેવાય છે.
તમે જાણો કે મારો છોકરો છે. એટલે ક્યાં જવાનો છે ? અલ્યા મૂઆ, છોકરો છે, પણ ઘડીવારમાં સામો થઈ જશે. કોઈ આત્મા બાપ-બેટો થાય નહીં. આ તો હિસાબ છે સામાસામી લેણ-દેણના. જોને ઘેર જઈને એવું કહેતો નહીં કે તમે મારા બાપ નહીં, એવું ! એ વ્યવહારથી તો ખરા જ ને ? (૩૭૦)
ઓલ ધીસ રીલેટિસ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. તે આપણે એડજસ્ટમેન્ટ રહે ત્યાં સુધી સારું છે ! આપણી દાનત કેવી રાખવી કે એ તોડવા ફરે તો ય આપણે સાંધ સાંધ કરવું. એમ કરતાં કરતાં રહે થોડો વખત અને જ્યારે આપણને એમ લાગે કે આ બધું ઊડી જવાનું છે, તો એ ફાડે ત્યારે આપણે ય ફાડી નાખવાનું. બને ત્યાં સુધી સાચવવું.
(૩૭૧) સંસારમાં ડ્રામેટિક રહેવાનું છે. ‘આવો બેન’, ‘આવ બેબી', આમ તે ય બધું છે તે સુપરફલ્યુઅસ કરવાનું છે. ત્યારે અજ્ઞાની શું કરે કે સોડમાં ઘાલ ઘાલ કરે, તો પેલી બેબી ય એની પર ચિડાયા કરે. અને જ્ઞાની પુરુષ વ્યવહારમાં ‘સુપરફલ્યુઅસ’ રહે તો બધા ય ખુશ રહે એમની પર. કારણ કે લોકોને ‘સુપરફલ્યુઅસ’ જોઈએ છે. બહુ આસક્તિ લોકોને નથી ગમતી. એટલે આપણે પણ બધું ‘સુપરફલ્યુઅસ’ રહેવું, આ બધા તોફાનોમાં પડવું નહીં.
જ્ઞાની’ શું સમજે ? કે બેબી પૈણી, તે પણ વ્યવહાર અને બેબી બિચારી રાંડી, તે પણ વ્યવહાર. “રીયલ’ ન હોય આ. એ બન્ને વ્યવહાર છે, “રીલેટિવ' છે અને કોઈથી ફેરવી ના શકાય એવું પાછું !! હવે આ લોક શું કરશે ? જમાઈ મરી ગયો ને પાછળ માથાં ફોડે ? તે ઊલટા ડૉકટરને બોલાવવા પડે. એટલે એ રાગ-દ્વેષને આધીન છે ને ? વ્યવહાર વ્યવહાર સમજાયો નથી તેથી ને ?
છોકરાંને વઢવું પડે, બઈને બે શબ્દ કહેવા પડે. પણ નાટકીય ભાષામાં, ઠંડકથી ગુસ્સો કરવાનો. નાટકીય ભાષા એટલે શું કે ઠંડકની સાંકળ ખેંચીને ગુસ્સો કરવાનો એનું નામ નાટક !
(૩૭૮) (૧૫) એ છે લેણ-દેણ, ત સગાઈ ! બૈરી-છોકરાં જો પોતાનાં હોય ને, તો આ શરીરને ગમે તેટલી ગભરામણ