________________
મા-બાપ છોકરાનો વ્યવહાર
છે તે ? બધે જ છોકરાં મર્યા વગર કોઈ હોય જ નહીં ! આ તો સંસારના ઋણાનુબંધ છે, હિસાબ લેવાદેવાના છે. અમારે ય બાબા-બેબી હતાં, પણ તે મરી ગયાં. મહેમાન આવ્યો હતો તે મહેમાન ગયો, એ આપણો સામાન જ ક્યાં છે ? આપણે હઉ નથી જવાનું ? આપણે જીવતાં હોય એને શાંતિ આપો, ગયું એ તો ગયું, એને સંભારવાનું ય છોડી દો. અહીં જીવતાં હોય, જેટલાં આશ્રિત હોય એને શાંતિ આપીએ, એટલી આપણી ફરજ. આ તો ગયેલાંને સંભારીએ અને આમને શાંતિ ના અપાય, એ કેવું ? એટલે ફ૨જો ચૂકો છો બધી. તમને એવું લાગે છે ખરું ? ગયું એ તો ગયું. ગજવામાંથી લાખ રૂપિયા પડી ગયા ને પછી ના જડે એટલે આપણે શું કરવાનું ? માથું ફોડવાનું ? પ્રશ્નકર્તા : ભૂલી જવાનું.
૫૩
દાદાશ્રી : હા, એટલે આ બધી અણસમજણ છે. આપણે બાપ-દીકરા કોઈ રીતે હોતા જ નથી. દીકરો મરે તો ચિંતા કરવા જેવું છે જ નહીં. ખરી રીતે જો ચિંતા કરવા જેવી હોય જગતમાં તો મા-બાપ મરે તો જ મનમાં ચિંતા થવી જોઈએ. છોકરો મરી જાય, તો છોકરા ને અને આપણે શું લેવાદેવા ? મા-બાપે તો આપણી ઉપર ઉપકાર કર્યો હતો, માએ તો આપણને પેટમાં નવ મહિના રાખ્યા પછી મોટો કર્યો. બાપાએ ભણવા માટે ફીઓ આપી છે, બીજું બધું આપ્યું છે. (૩૫૧)
તમને મારી વાત સમજાય છેને ? માટે જ્યારે યાદ આવેને, ત્યારે એટલું બોલજો ને કે ‘હે દાદા ભગવાન આ છોકરો તમને સોંપ્યો !’ એટલે તેનો ઉકેલ આવશે. તમારા દીકરાને સંભારીને એના આત્માનું કલ્યાણ થાય એવું મનમાં બોલ્યા કરજો, આંખમાં પાણી ના આવવા દેશો. તમે તો જૈન થીઅરીવાળા માણસો છો. તમે તો જાણો કે આત્મા ગયા પછી એવી ભાવના ભાવવી જોઈએ કે, ‘એમના આત્માનું કલ્યાણ હો ! હે કૃપાળુદેવ, એમના આત્માનું કલ્યાણ કરો.' તેને બદલે આપણે મનમાં ઢીલા થઈએ તે પોષાય નહીં. આપણા જ પોતાના સ્વજનને દુઃખમાં મૂકીએ તે આપણું કામ નહીં. તમે તો ડહાપણવાળા, વિચારશીલ, સંસ્કારી લોકો, એટલે જ્યારે જ્યારે યાદ આવે ત્યારે આવું બોલવું કે, ‘એમના આત્માનું કલ્યાણ થાવ. હે વીતરાગ ભગવાન, એમના આત્માનું કલ્યાણ કરો.' એટલું બોલ્યા કરવું. કૃપાળુદેવનું નામ લેશો, દાદા ભગવાન કહેશો તો ય કામ થશે. કારણ કે દાદા ભગવાન અને કૃપાળુદેવ આત્મારૂપે એક જ છે ! દેહથી
મા-બાપ છોકરાંનો વ્યવહાર
જુદા દેખાય છે. આંખોમાં જુદા દેખાય, પણ વસ્તુ તરીકે એક જ છે. એટલે મહાવીર ભગવાનનું નામ દેશો, તો ય એકનું એક જ છે. એમના આત્માનું કલ્યાણ થાવ એટલી જ આપણે નિરંતર ભાવના રાખવાની. આપણે જેના જોડે નિરંતર રહ્યા, જોડે ખાધું પીધું, તો આપણે એમનું કેમ કલ્યાણ થાય એવી ભાવના ભાવીએ. આપણે પારકા માટે સારી ભાવના ભાવીએ, તો આ તો આપણા પોતાના માણસને માટે તો શું ના કરીએ ? (૩૫૩)
૫૪
આટલા માટે પુસ્તકોમાં આ બધું આપણે લખ્યું છે કે ‘કલ્પ’ના અંત સુધી ભટકવાનું થશે તારે. એનું નામ કલ્પાંત. કલ્પાંતનો અર્થ કોઈએ કર્યો નથી ને ? તમે આજ પહેલી વખત સાંભળ્યોને ?
પ્રશ્નકર્તા : પહેલી વખત સાંભળ્યો.
દાદાશ્રી : એટલે આ ‘કલ્પ’ ના અંત સુધી ભટકવાનું થાય અને લોક શું કહે ? બહુ કલ્પાંત કરે. અરે મૂઆ, કલ્પાંત એટલે પૂછ તો ખરો, કે કલ્પાંત એટલે શું ? તે કો'ક જ માણસ કલ્પાંત કરે. કલ્પાંત તો એકનો એક છોકરો હોય ને, આવી સ્થિતિ હોય ને તો જ બને કલ્પાંત. (૩૫૮)
પ્રશ્નકર્તા : દાદાનાં છોકરાં કેટલાં ?
દાદાશ્રી : એક છોકરો ને એક છોકરી હતાં. છોકરાનો જન્મ થયો ત્યારે મેં ભઈબંધોને પેંડા ખવડાવ્યા. ૧૯૨૮માં જન્મેલો. પછી એકત્રીસમાં એ ઓફ થઈ ગયો. એટલે પછી મેં બધાને પેંડા ખવડાવ્યા. તે પહેલાં તો બધાં એમ જ સમજ્યા કે આ તો બીજો કંઈ છોકરો હશે, તેથી આ પેંડા ખવડાવતા હશે. પેંડા ખવડાવતાં સુધી મેં ફોડ ના પાડ્યો. ખવડાવ્યા પછી મેં બધાને કહ્યું, ‘પેલા ભાઈ, ગેસ્ટ આવ્યા હતા ને તે ગયા !!' જો માનભેર આવ્યા હતા, તો માનભેર કાઢો આપણે. એટલે આ માન આપ્યું. તે મને બધા વઢવા જ માંડ્યા. અરે, ના વઢાય, માનભેર જવા દેવા જોઈએ.
પછી બેબીબેન આવ્યાં હતાં. તે એમને માનભેર બોલાવ્યાં અને
માનભેર કાઢ્યાં. જે બધા આવ્યા તે જાય બધાં. પછી તો કોઈ છે નહીં. હું (૩૬૦)
ને હીરાબા બે જ છીએ.
જ્ઞાન થતાં પહેલાં હીરાબા કહે. ‘છોકરાં મરી ગયાં તે હવે છોકરાં