________________
૪૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૭ (૧૨) મોહતા મારથી મર્યા અનંતીવાર ! પ્રશ્નકર્તા : છોકરાં મોટાં થશે, પછી આપણા રહેશે કે નહીં એ કોને ખબર ?
દાદાશ્રી : હા, તે કોઈ આપણું કોઈ કશું રહેતું હશે ? આ દેહ જ આપણો નથી રહેતો તો ! આ દેહ જ લઈ લે છે પછી આપણી પાસેથી. કારણ કે પારકી ચીજ આપણી પાસે કેટલા દહાડા રહે ? (૨૯૨)
એ મોહને લીધે તો “પપ્પાજી, પપ્પાજી” એવું બાબો બોલે, એટલે પપ્પાજી ઊંચો ને ઊંચો ચઢતો જાય. ને બાબો “મમ્મી, મમ્મી” કરે એટલે પેલી મમ્મી ય ઊંચે ચઢતી જાય. પપ્પાજીની મૂછો ખેંચે તો ય પપ્પો બોલે નહીં. આ નાનાં છોકરાં તો બધું બહુ કામ કરે. એ પપ્પા-મમ્મીનો ઝઘડો થયેલો હોય ને તો એ બાબો જ લવાદ તરીકે નિકાલ કરી આપે. ઝઘડો તો હંમેશાં થવાનો જ ને ? સ્ત્રી-પુરુષને અમથી ભાંજગડ તો પડ્યા જ કરવાનીને ? તો બાબો કેવી રીતે નિકાલ કરી આપે ? સવારમાં પેલાં ચા પીતા ના હોય, જરા રીસાયા હોય, તો પેલી બઈ બાબાને શું કહેશે ? કે જા પપ્પાજીને કહે “મારી મમ્મી ચા પીવા બોલાવે છે, પપ્પાજી ચાલો.' એટલે આ છોકરો પપ્પાજી પાસે જઈને બોલ્યો કે “પપ્પાજી, પપ્પાજી' કે પેલો બધું ભૂલી જાય ને તરત ચા પીવા આવે. એવી રીતે બધું ચાલ્યા કરે. ‘પપ્પાજી બોલ્યો કે જાણે ઓહોહો ! જાણે શું યે મંત્ર બોલ્યો ! અલ્યા, હમણે તો કહેતો હતો કે મારે ચા નથી પીવી ?
(૨૯૨) કોઈ કોઈનો છોકરો થયો નથી વર્લ્ડમાં. આખા વર્લ્ડમાં એવો કોઈ છોકરો ખોળી લાવો કે જેની જોડે બાપ ત્રણ કલાક લડે અને છોકરો કહેશે, ‘હે પૂજ્ય પિતાશ્રી, આપ ગમે તેટલું લડો તો ય તમે ને હું એક જ છીએ.” એવું બોલે એવો છોકરો ખોળી લાવશો ? આ તો અડધો કલાક ટેસ્ટમાં લીધો હોય ત્યાર પહેલાં તો ફૂટી જાય. આ બંકિયો ટેટો ફૂટતાં વાર લાગે, પણ આ તરત ફૂટી જાય. જરા વઢવા માંડીએ તે પહેલાં ફૂટી જાય કે ના ફૂટી જાય ?
(૨૯૩) છોકરો “પપ્પાજી, પપ્પાજી' કરે તો તે કડવું લાગવું જોઈએ. જો મીઠું લાગ્યું તો એને ઉછીનું સુખ લીધું કહેવાય. એ પછી દુઃખરૂપે પાછું આપવું
પડશે. છોકરો મોટો થશે, ત્યારે તમને કહેશે કે, ‘તમે અક્કલ વગરના છો.’ ત્યારે થાય કે આમ કેમ ? તે પેલું તમે ઉછીનું લીધું હતું તે પાછું લે છે. માટે પહેલેથી ચેતો. અમે તો ઉછીનું સુખ લેવાનો વ્યવહાર જ મૂકી દીધેલો. અહો, પોતાના આત્મામાં અનંત સુખ છે ! એ મૂકીને આ ભયંકર ગંદવાડામાં પડવાનું?
(૨૯૫) તે એક પૈડાં માજી હતાં, સિત્તેર વર્ષનાં બહાર આવીને કકળાટ કરવા માંડ્યાં. બળ્યો, આ સંસાર ખારો દવ જેવો, મને તો આ ગમતો જ નથી. તે ભગવાન ! તું મને લઈ લે. ત્યારે કો'ક છોકરો હતો ને તે કહે છે, માજી રોજ કહેતાં હતાં, બહુ સારો છે ને આજ ખારો કેમ થઈ ગયો ? રોજ મીઠો દરાખ જેવો લાગતો હતો. અને આજ ખારો કેમ થઈ ગયો છોકરાએ પૂછયું, ત્યારે કહે, બળ્યો, મારી જોડે કકળાટ કરે છે છોકરો અને ઘડપણમાં પણ કહે છે, તું જતી રહે અહીંથી.
(૨૯૭) આ કાળમાં ઉપકારી ઘેર બેઠાં જન્મ્યાં છે. પહેલાં ખોળવા જવાં પડતાં હતાં બહાર અને ઉપકારી ઘેર બેઠાં જન્મ્યાં છે એટલે નિરાંતે છોકરો આપે એટલું લઈ લેવું.
અને મહાવીર ભગવાનને ય ઉપકારી મળતા નહોતા. આર્ય દેશમાં ઉપકારી મળતા નહોતા. તે પછી અનાર્યમાં વિચરવું પડ્યું, સાઈઠ માઈલ છેટે અને આપણે તો ઘેર બેઠાં ઉપકારી છે. છોકરો કહેશે, અમારે મોડું-વહેલું થાય તો તમારે કચકચ ના કરવી. તમારે સૂવું હોય તો સૂઈ રહો છાનામાના. હવે સૂઈ રહીશ કહીએ, હું ના જાણું આવું તેવું, નહીં તો માંડત જ નહીં આ. માંડ્યું તો માંડ્યું કહીએ હવે. આ પહેલી ખબર ના પડે ને આપણને, તે પહેલાં તો માંડી દઈએ અને પછી ફસાઈએ !
પ્રશ્નકર્તા : ના ગમતું આવે એને આત્માના ઉપયોગમાં લેવાનું, એવો અર્થ થયો ?
દાદાશ્રી : ના ગમતું આવે તે આત્માના હિતકર જ હોય. એ આત્માનું વીટામીન જ છે. ભીંસ આવી કે તરત આત્મામાં રહે ને ? હમણે કોઈ ગાળ ભાડે ને તે ઘડીએ એ સંસારમાં ના રહે પોતાના આત્મામાં જ એક થઈ જાય. પણ જેણે આત્મા જામ્યો છે તેને !
(૨૯૮)