________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૪૯
પ્રશ્નકર્તા : છૈડપણમાં ચાકરી કોણ કરે, તો પછી ?
દાદાશ્રી : ચાકરીની આશા શું કરવાની ? ભાખરી ના કરે તો સારાં છે. ચાકરીની આશા રાખવી નહીં. કોઈ માણસ સેકડે પાંચ ટકા સારું મળી આવે, બાકી ૯૫ ટકા તો ભાખરી કરે એવાં છે. (૨૯૯)
અરે ! છોકરો તો શું કરે, એક છોકરાએ એના બાપને કહ્યું કે તમે મારો ભાગ આપી દો, રોજ રોજ કચકચ કરો છો મને નહીં પોસાય. તો એનો બાપ કહે છે, તે મને એટલો બધો હેરાન કર્યો છે કે ‘હું તને કશું ભાગ જ નથી આપવાનો’. (૩૦૨)
‘હું તને મારી જાતની કમાણી છે એટલે મિલકત નહીં આપું. ત્યારે પેલો કહે, આ બધું તો મારા દાદાની છે એટલે હું દાવો માંડીશ કોર્ટમાં. હું કોર્ટમાં લડી લઈશ. પણ છોડીશ નહીં.’ એટલે ખરેખર આ છોકરાં પોતાનાં હોય. (૩૦૨)
હમણાં બાપ છોકરા જોડે એક કલાક લડે, આવડી આવડી ગાળો ભાંડે, તો છોકરો શું કહે ? શું સમજો છો તમે ? વારસાની મિલકત માટે કોર્ટમાં દાવો હઉં માંડે. પછી એ છોકરા માટે ચિંતા થાય ? મમતા છૂટી ગઈ કે ચિંતા છૂટી. છોકરાની મમતા છૂટી ગઈ. મૂઓ એ છોકરો, મારે નહીં જોઈતો હવે. આ ચિંતા થાય છે ને તે મમતાવાળા ને થાય છે. (૩૦૫)
એનો સાઢુ હોય ને, તો બાર વખત દવાખાનામાં જોઈ આવે અને બાપા હોય ત્યારે ત્રણ વખત ગયો હોય. અલ્યા મૂઆ, એવી તે કઈ ચાવી ને આધારે તું આવું કરું છું તે ! ઘરમાં બીબી ચાવી ફે૨વે, મારા બનેવીને જોતા આવજો ! તે બીબીએ ચાવી ફેરવી એટલે એકાકાર. તે બીબીને આધીન છે જગત. (૩૦૭)
આમ તો છોકરો સારો હોય, પણ જો એને ગુરુ ના મળવાના હોય તો. પણ ગુરુ મળ્યા વગર રહે નહીં ને ?પછી પરદેશી ગુરુ આવી કે ઇન્ડિયાની હોય, તો ય પણ મારું કહેવાનું કે પછી આપણા હાથમાં કાબુ ના રહે. માટે લગામને પદ્ધતિસર રાખવી જોઇએ. (૩૦૭)
પ્રશ્નકર્તા ઃ ગયા અવતારમાં કોઈની જોડે વેર બાંધ્યું હોય, તો તે કોઈ ભવમાં તેને ભેગાં થઈને ચૂકવવું પડે ને ?
મા-બાપ છોકરાંનો વ્યવહાર
દાદાશ્રી : ના, એવું નથી. એવી રીતે બદલો વળતો નથી. વેર બંધાય એટલે મહીં રાગ-દ્વેષ થાય. ગયા અવતારમાં છોકરા જોડે વેર બાંધ્યું હોય તો આપણે વિચાર કરીએ કે એ કયા અવતારમાં વળશે ? આવી રીતે પાછા ક્યારે ભેગાં થઈશું ? એ છોકરો તો આ ભવમાં બિલાડી થઈને આવે. તેને તમે દૂધ ધરો તો એ તમારા મોઢાં પર નખ મારી જાય ! આ એવું છે બધું ! આમ તમારું વેર ચૂકવાઈ જાય. પરિપાક કાળનો નિયમ છે એટલે ટૂંક સમયમાં હિસાબ પૂરો થાય. કેટલાક તો વેરભાવે આવે ને, તે છોકરો આપણને વેરભાવે તેલ કાઢી નાખે. સમજ પડીને ? એવું બને કે ના બને, દુશ્મન ભાવે આવે તો ! (૩૧૪)
પ
પ્રશ્નકર્તા : મારી ત્રણ છોકરીઓ છે, એ ત્રણ છોકરીઓની મને ચિંતા રહે છે કે એના ભવિષ્યનું શું ?
દાદાશ્રી : આપણે આગળના વિચાર કરવાના ને, તેના કરતાં આજે સેફસાઈડ કરવી સારી, રોજ-દ૨૨ોજ સેફસાઈડ કરવી સારી. આગળનાં વિચાર જે કરો છો ને એ વિચાર હેલ્સિંગ નથી કોઈ રીતે, નુકસાનકારક છે. એના કરતાં આપણે સેફસાઈડ દરરોજ કરતાં જ રહેવું એ જ મોટામાં મોટો ઉપાય. (૩૨૪)
છોકરા-છોકરી છે, તેના તમારે વાલી તરીકે, ટ્રસ્ટી રહેવાનું છે. એને પૈણાવાની ચિંતા કરવાની ના હોય. (૩૨૬)
છોડીએ એનો હિસાબ લઈને આવેલી હોય છે. છોડીની વરીઝ તમારે કરવાની નહીં. છોડીના તમે પાલક છો, છોડી એને માટે છોકરો ય લઈને આવેલી હોય છે. આપણે કોઈને કહેવા ના જવું પડે કે છોકરો જણજો. અમારે છોકરી છે તેને માટે છોકરો જણજો, એવું કહેવા જવું પડે ? એટલે બધો સામાન તૈયાર લઈને આવેલી હોય છે. ત્યારે બાપા કહેશે, ‘આ પચ્ચીસ વર્ષની થઈ, હજી એનું કંઈ ઠેકાણું પડતું નથી, આમ છે, તેમ છે'. તે આખો દહાડો ગા ગા કર્યા કરશે. અલ્યા, ત્યાં આગળ છોકરો સત્તાવીસ વર્ષનો થયેલો છે, પણ તને જડતો નથી, તો બૂમાબૂમ શું કરવા કરે છે ? સૂઈ જાને, છાનોમાનો ! એ છોડી એનું ટાઈમીંગ બધું ગોઠવીને આવેલી છે. (૩૨૬)
ચિંતા કરવાથી તો અંતરાય કર્મ પડે છે ઊલટું, એ કામ લાંબું થાય છે.