________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
શું કહે છે કે તારો પોતાનો હોય તે માલ તું જુદો કરીને વાપર, તો તે તારી જોડે આવે. કારણ કે આ ‘જ્ઞાન’ લીધા પછી હજુ એક-બે અવતાર બાકી રહ્યા છે તે જોડે જોઈશે ને ? બહારગામ જઈએ છીએ તો થોડાં ઢેબરાં લઈ જઈએ છીએ. તો આ ના જોઈએ બધું ?
૪૫
એટલે છોકરાને તો ફક્ત શું આપવા-કરવાનું. એક ફલેટ આપવાનો. આપણે રહેતા હોઈએ તે. તે ય હોય તો આપવું. આપણે બતાવી દેવું કે ‘ભઈ, અમે ના હોઈએ કે તે દહાડે તારું, ત્યાં સુધી માલિકી મારી ! ગાંડા કરીશ તો કાઢી મેલીશ, કહીએ. વહુ સાથે કાઢી મેલીશ. અમે છીએ ત્યાં સુધી તારું નહિ. અમારા ગયા પછી બધું તારું. વીલ બધું કરી નાખવું. આપણા બાપે આપ્યું હોય એટલું આપણે એને આપવાનું. એટલો હક્કદાર છે. ઠેઠ સુધી છોકરાને મનમાં એમ રહે કે હજુ કે બાપા પાસે હજુ પચાસેક હજાર છે.’ આપણી પાસે હોય તો લાખ. પણ એ મનમાં જાણે કે ૪૦-૫૦ હજાર આપશે. એ લાલચમાં રાખવો ઠેઠ. એની વહુને કહેશે, ‘જા, ફર્સ્ટ ક્લાસ બાપાને જમાડ, ચા-નાસ્તા લાવ.’ રોફભેર રહેવું આપણે. એટલે આપણા બાપાએ જે કંઈ ઓરડી આપી હોય તે એને આપી દો. (૨૬૨)
કોઈ જોડે લઈ જવા દેતા નથી. આપણને બાળે છે જતી વખતે. તો પછી છોકરાં માટે બહુ મૂકી જાય તો ? છોકરાં માટે બહુ મૂકી જાય તો છોકરાં શું કરે ? હવે ધંધા-નોકરી કરવાની જરૂર નથી. પીવાનું રાખે અને નિરાંતે એમાંથી દારૂડિયા થાય બધાં. કારણ કે સોબત એવી મળી આવે પછી. આ દારૂડિયા જ થયેલા છે ને બધાં ? એટલે છોકરાંને તો આપણે પધ્ધતસરનું આપવું જોઈએ. આ વધારે આપીએ તો દુરૂપયોગ થાય. હંમેશાં જોબ (નોકરી)માં જ રહે એવું કરી આપવું જોઈએ. નવરો પડે તો દારૂ પીવે ને ? (૨૬૩)
કોઈ બીઝનેસ એને ગમતો હોય તો કરી આપવો. ક્યો ધંધો ગમે છે તે પૂછી અને એને જે ધંધો ઠીક લાગે એ કરી આપવાનો. અને પચ્ચીસ-ત્રીસ હજાર બેંકના લઈ આપવા. લોન ઉપર તે ભર્યા કરે એની મેળે અને થોડાક આપણે આપી દેવા. એને જોઈતી હોય તેમાં અડધી રકમ આપણે આપવી ને અડધી બેંકની લોન ભર્યા કરે. એટલે પચ્ચીસ હજારની કહીએ બેંકમાંથી લોન લે. એ લોન તું હપ્તા ભરજે, કહીએ. એટલે હપ્તા ભરે, એ છોકરો ડાહ્યો
થાય.
(૨૬૬)
મા-બાપ છોકરાંનો વ્યવહાર
એટલે છોકરાને રીતસર પધ્ધતિસર આપી અને બીજું સારે રસ્તે આપણે લોકોનાં સુખને માટે વાપરી દેવું. લોકોને સુખ કેમ પડે, લોકોના દિલ ઠારવાથી, એ તમારી જોડે આવશે મિલકત. આમ રોકડું નથી આવતું, પણ આ ઓવરડ્રાફટ રીતે આવે છે. રોકડું તો જવા જ ના દે ને ત્યાં આગળ ! આમ ઓવરડ્રાફટ કરે, લોકોને ખવડાવી દે, બધાનું દિલ ઠારે, કોઈને અડચણ હોય તો ભાંગે. આ રસ્તો છે આગળથી ડ્રાફટ મોકલવાનો. એટલે પૈસાનો સદ્ઉપયોગ કરો. વરીઝ-બરીઝ કરવાની નહીં. ખાવો-પીવો, ખાવા-પીવામાં અડચણ ના કરો. એટલે હું કહું છું કે, ‘વાપરી નાખો, ને ઓવરડ્રાફટ લો. (૨૭૧)
*
મેં એમના છોકરાને પૂછ્યું કે તમારા બાપાએ આ બધી મિલકત કરી છે, તે તમારા માટે કરી છે, પોતડીઓ પહેરીને ! ત્યારે કહે છે, ‘તમે અમારા બાપાને ઓળખતા જ નથી.’ મેં કહ્યું કે, ‘કેમ ?” ત્યારે કહે છે કે, “જો અહીંથી લઈ જવાનું હોત ને, તો મારા બાપા, અહીં લોકોની પાસે દેવું કરીને દસ લાખ લઈ જાત. આવા પાકા છે ! દસ લાખનું દેવું કરીને જાય એવા છે, માટે બહુ મનમાં રાખવા જેવા નથી આ.’ એટલે એના છોકરાએ જ મને આવી સમજણ પાડી. મેં કહ્યું કે, ‘હવે સાચી વાત મળી મને ! હું શું જાણવા માંગું છું એ મને મળી ગયું. (૨૭૨)
એકનો એક છોકરો છે તે વારસદારને સોપ્યું. ભઈ આ બધું તારું, હવે અમે બે છે તે ધર્મ કરીએ. આ મિલકત બધું એનું જ છે ને, એવું બોલશો તો ફજેતો થશે ! કારણકે એને મિલકત આપવાથી શું થાય ? પેલા ભઈ મિલકત આપીને ઊભા રહે, એકનો એક છોકરો. એટલે પછી છોકરો પેલા બે જણને સાથે રાખે. પણ છોકરો એક દહાડો કહેશે, ‘તમને અક્કલ નથી, તમે એક જગ્યાએ બેસી રહો અહીં આગળ તે.' એટલે તે ઘડીએ પેલાના મનમાં એમ થાય કે આ મેં આને ક્યાં હાથમાં લગામ આપી ? એ પસ્તાવો થાય ને, એના કરતાં આપણે કૂંચી આપણી પાસે રાખવી. (૨૭૪)
આમણે એમના છોકરાને કહ્યું કે, બધી મિલકત એને આપવાની છે. ત્યારે એ કહે છે કે, તમારી મિલકતની મેં આશા રાખી નથી. એ તમને જ્યાં યુઝ કરવી હોય ત્યાં કરજો. પછી તો કુદરતનું નિર્માણ એ જુદી વસ્તુ છે. પણ નિશ્ચય આવો એનો અભિપ્રાય આપી દીધો છે ને, એટલે થઈ ગયો સર્ટિફાઈડ અને મોજ-શોખ કશું રહ્યું નથી હવે. (૨૮૮)