________________ ક્રોધ કહ્યો એને અને લોભે ય એવો, પછી માન એ બધા એવા બહુ કઠણ હોય, એ જાય ત્યાર પછી માણસને રાગે પડે, ગુંઠાણામાં આવે, નહીં તો ગુઠાણામાં પણ ના આવે ! આટલાં ચાર અનંતાનુબંધી કષાયો જાય તો ય બહુ થઈ ગયું. હવે એ જવા માટે, જિન પાસેથી સાંભળે તો એ જાય. જિન એટલે આત્મજ્ઞાની, તે કોઈ પણ ધર્મનો આત્મજ્ઞાની હોય, તે વેદાન્તમાંથી ઊભા થયેલાં હોય કે જૈનમાંથી થયા હોય પણ તે આત્મજ્ઞાની હોવા જોઈએ. તો એની પાસે સાંભળે તો શ્રાવક થાય. ને શ્રાવક થાય એટલે એનાં અનંતાનુબંધી જાય. પછી તો એની મેળે જ ક્ષયપક્ષમ થયા કરે છે. હવે બીજો ઉપાય એ છે કે અમે એને ભેદજ્ઞાન કરી આપીએ છીએ. ત્યારે બધાં કષાય જતાં રહે છે, ખલાસ થઈ જાય છે, એ આ કાળનું આશ્ચર્ય છે. તેથી અક્રમ વિજ્ઞાન કહ્યું ને ! - જ્ય સચ્ચિદાનંદ