________________
ક્રોધ
૩૧ શું કરવા છોકરાને બિચારાને માર્યો ?” ત્યારે કહેશે, ‘તું ના સમજે, મારવા જેવો જ છે” એટલે ક્રોધ સમજી જાય કે, “ઓહોહો, મારો ખોરાક આપ્યો !' ભૂલ તો નથી જાણતો, પણ હજુ મારવા જેવો છે, એવો અભિપ્રાય આપ્યો છે, માટે આ મને ખોરાક આપે છે.’ આને ખોરાક આપ્યો કહેવાય. આપણે ક્રોધને એન્કરેજ કરીએ, ક્રોધને સારો ગણીએ. એ એને ખોરાક આપ્યો કહેવાય. ક્રોધને ‘ક્રોધ ખરાબ છે' એવું જાણીએ તો એને ખોરાક ન આપ્યો કહેવાય. ક્રોધનું ઉપરાણું ખેંચ્યું, એનો પક્ષ લીધો તો એને ખોરાક મળી ગયો. તે ખોરાકથી તો જીવી રહ્યા છે. લોક તો એનો પક્ષ લે ને ?!
ક્રોધ-માન-માયા-લોભ કોઈ ચીજને અમે રક્ષણ નથી કરી. ક્રોધ થઈ ગયો હશે ત્યારે કો'ક કહેશે કે “આ ક્રોધ કેમ કરો છો ?” ત્યારે હું કહી દઉં કે ‘આ ક્રોધ એ બહુ ખોટી વસ્તુ છે. મારી નિર્બળતાને લઈને થઈ ગયો આ.” એટલે અમે રક્ષણ નથી કર્યું. લોકો રક્ષણ કરે.
આ સાધુ છીંકણી સુંઘતા હોયને, તે આપણે કહીએ સાહેબ, તમારા જેવા છીકણી સુંઘે છે ?! ત્યારે એ કહે, છીકણીનો વાંધો નહીં. તે વધ્યું. - આ ચારેય ક્રોધ-માન-માયા-લોભ છે, એમાં એક ફર્સ્ટ મેમ્બરનો પ્રેમ હોય, બીજો એનાથી ઓછો હોય એમ.... જેનું ઉપરાણું બહુ, એની પ્રિયતા વધારે.
સ્થૂળકર્મ ઃ સૂક્ષ્મકર્મ ! સ્થૂળકર્મ એટલે શું તે સમજાવું. તને એકદમ ક્રોધ આવ્યો. તારે ક્રોધ નથી લાવવો છતાં એ આવે, એવું બને કે ના બને ?
પ્રશ્નકર્તા : બને.
દાદાશ્રી : એ ક્રોધ આવ્યો તે એનું ફળ અહીંનું અહીં તરત મળી જાય. લોકો કહે કે, “જવા દો ને એને, એ તો છે જ બહુ ક્રોધી.” કોઇ
વળી એને સામી ધોલ પણ મારી છે. એટલે અપજશનું કે બીજી રીતે એને અહીંનું ફળ મળી જાય. એટલે ક્રોધ થવો એ સ્થૂળકર્મ છે. અને ક્રોધ આવ્યો તેની મહીં આજનો તારો ભાવ શું છે કે ‘ક્રોધ કરવો જ જોઈએ.’ તો તે આવતા ભવનો ફરી ક્રોધનો હિસાબ છે. તારો આજનો ભાવ છે કે ક્રોધ ના કરવો જોઇએ, તારા મનમાં નક્કી હોય કે ક્રોધ નથી જ કરવો. છતાં પણ થઇ જાય છે તો તને આવતા ભવ માટે બંધન ના રહ્યું. આ સ્થળકર્મમાં તને ક્રોધ થયો તો તેનો તારે આ ભવમાં માર ખાવો પડશે. તેમ છતાં પણ તને આવતાં ભવનું બંધન નહીં થાય. કારણકે સૂક્ષ્મકર્મમાં તારો નિશ્ચય છે કે ક્રોધ ના જ કરવો જોઇએ. અને હવે કોઇ માણસ કોઇની ઉપર ક્રોધ નથી કરતો, છતાં મનમાં કહેશે કે, ‘આ લોકોની ઉપર ક્રોધ કરીએ તો જ એ સીધા થાય એવા છે' તે આનાથી આવતા ભવે એ પાછો ક્રોધવાળો થઇ જાય ! એટલે બહાર જે ક્રોધ થાય છે તે સ્થળકર્મ છે ને તે વખતે મહીં જે ભાવ થાય છે તે સૂક્ષ્મકર્મ છે. સ્થૂળકર્મનું બિલકુલ બંધન નથી, જો આ સમજો તો. તેથી આ ‘સાયન્સ' મેં નવી રીતે મૂક્યું છે. અત્યાર સુધી સ્થૂળકર્મથી બંધન છે એવું જગતને ઠસાવી દીધું છે, અને તેથી લોકો ભડક ભડક થાય છે.
ભેદજ્ઞાતથી છૂટે કષાયો. પ્રશ્નકર્તા : ચાર કષાયોને જીતવા માટે કોઈ પ્રાથમિક ભૂમિકા તૈયાર કરવી જરૂરી છે ? અને જરૂરી હોય તો તે માટે શું કરવું ?
દાદાશ્રી : એવું છે ને જો આ ચાર ક્રોધ-માન-માયા-લોભ જતાં રહે તો એ ભગવાન થઈ ગયો.
ભગવાને તો શું કહ્યું છે કે તારો ક્રોધ એવો છે કે તારા સગા મામા જોડે તું ક્રોધ કરું છું તો એનું મન તારાથી જુદું પડી જાય છે, આખી જીંદગી જ જુદું પડી જાય છે, તો તારો ક્રોધ ખોટો છે. એ મનને જુદું પાડી દે અગર તો વરસ બે વરસ સુધી જુદુ પાડી દે. મનને બ્રેકડાઉન કરી નાખે. એ છેલ્લામાં છેલ્લો યુઝલેસ ક્રોધ કહ્યો. અનંતાનુબંધી ક્રોધ