________________
ક્રોધ
ક્રોધ
૨૫ દાદાશ્રી : એવી માફી માંગવી ય નહીં. નહીં તો એ તો પાછાં દુરુપયોગ કરે. ‘હા, હવે ઠેકાણે આવી કે ?” એવું છે આ. નોબલ જાત નથી. આ માફી માંગવા જેવા માણસો ન હોય. એટલે અંદર જ માફી માંગી લેવી. એના શુદ્ધાત્માને સંભારીને ! તે હજારોમાં દસેક જણ એવાં હોય કે માફી માગતાં પહેલાં એ નમી જાય વધારે.
રોકડાં પરિણામ દિલથી પ્રતિક્રમણતાં ! પ્રશ્નકર્તા : કોઈની પર ખૂબ ક્રોધ થયો, પછી બોલીને બંધ થઈ ગયા, પછી આ બોલ્યા એને લીધે જીવ વધારે બળબળ થાય તો એમાં એકથી વધારે પ્રતિક્રમણ કરવાં પડે ?
દાદાશ્રી : એ બે-ત્રણ વખત સારા દિલથી કરીએ ને એકદમ ચોક્કસ રીતે થઈ ગયું એટલે પતી ગયું. “હે દાદા ભગવાન ! જબરજસ્ત ક્રોધ થયો. સામાને કેટલું દુઃખ થયું ! એની માફી માગું છું, આપની રૂબરૂમાં ખૂબ માફી માગું છું.’
ગુનો પણ મડદાલ ! પ્રશ્નકર્તા: અતિક્રમણથી જે ઉશ્કેરાટ હોય ને એ પ્રતિક્રમણથી ટાઢો પડી જાય છે.
દાદાશ્રી : હા. ટાઢો પડી જાય. પ્રતિક્રમણ તો ‘ચીકણી ફાઈલ” હોય, તેમાં તો પાંચ-પાંચ હજાર પ્રતિક્રમણ કરવાં પડે ત્યારે ટાઢું પડે. ગુસ્સો બહાર ના પડ્યો ને અકળામણ થઈ હોય તો ય આપણે એના પ્રત્યે પ્રતિક્રમણ ના કરીએને તો એટલો ડાઘ આપણને રહ્યા કરે. પ્રતિક્રમણ કરીએ એટલે ચોખ્ખું થઈ જાય. અતિક્રમણ કર્યું એટલે પ્રતિક્રમણ કરો.
પ્રશ્નકર્તા કોઈની જોડે ક્રોધ થઈ ગયા પછી, ખ્યાલમાં આવે અને એની આપણે માફી માગી લઈએ તેની તે જ મિનિટે તો એ શું કહેવાય ?
દાદાશ્રી : અત્યારે જ્ઞાન લીધા પછી ક્રોધ થઈ જાય ને અને પછી
માફી માંગી લે, તો કશો વાંધો નહીં. થઈ ગયું છૂટું ! અને માફી આમ રૂબરૂ ના મંગાય. એવું હોય તો અંદરથી માંગી લે, તો થઈ ગયું.
પ્રશ્નકર્તા: રૂબરૂમાં બધાની વચ્ચે ?
દાદાશ્રી : વાંધો નહીં, એવું ના માંગે કોઈ અને એમ ને એમ મહીં કરી લે તો ય ચાલે. કારણ કે આ ગુનો જીવતો નથી, આ ‘ડિસ્ચાર્જ) છે. ‘ડિસ્ચાર્જ' ગુનો એટલે જીવતો ગુનો ન હોય આ ! એટલે એટલું બધું ખરાબ ફળ ના આપે !
પ્રતિષ્ઠાથી ખડાં કષાયો ! આ બધું તમે ચલાવતા નથી. ક્રોધ-માન-માયા-લોભ કષાયો ચલાવે છે. કષાયોનું જ રાજ છે ! ‘પોતે કોણ છે” એનું ભાન થાય ત્યારે કષાયો જાય. ક્રોધ થાય ત્યારે પસ્તાવો થાય, પણ ભગવાને કહેલું પ્રતિક્રમણ આવડે નહીં તો શું વળે ? પ્રતિક્રમણ આવડે તો છૂટકારો થાય.
એટલે આ ક્રોધ-માન-માયા-લોભની સૃષ્ટિ ક્યાં સુધી ઊભી રહી છે ? “હું ચંદુલાલ છું અને આમ જ છું’ એમ નક્કી છે ત્યાં સુધી ઊભી રહેશે. આપણી પ્રતિષ્ઠા જ્યાં સુધી કરેલી છે કે ‘હું ચંદુલાલ છું, આ લોકોએ પ્રતિષ્ઠા કરી આપણી અને આપણે એ માની લીધી કે “હું ચંદુલાલ છું', તે ત્યાં સુધી આ ક્રોધ-માન-માયા-લોભ રહ્યા છે મહીં.
પોતાની પ્રતિષ્ઠા ક્યારે જાય કે “શુદ્ધાત્મા છું ભાન થાય ત્યારે.” એટલે પોતાના નિજસ્વરૂપમાં આવે ત્યારે પ્રતિષ્ઠા તૂટી ગઈ, ત્યારે ક્રોધમાન-માયા-લોભ જાય, નહીં તો જાય નહીં. નહીં તો માર માર કરે તો ય ના જાય ને એ તો વધ્યા કરે ઉલ્ટો. એકને મારે ત્યારે બીજો વધે. ને બીજાને મારે ત્યારે ત્રીજો વધે.
ક્રોધ દૂબળો ત્યાં માત તગડો ! એક મહારાજ કહે છે, મેં ક્રોધને દબાય દબાય કરીને નિર્મૂળ કરી