________________
૨૭
ક્રોધ
નાખ્યો. મેં કહ્યું, તેનો આ માન નામનો પાડો વધારે ઊભો થયો. માન જાડો થયા કરે. કારણ કે માયાના પુત્રો મરે એવાં નથી. એનો ઉપાય કરો તો જાય એવાં છે. નહીં તો જાય એવાં નથી. એ માયાનાં છોકરાઓ છે. પેલો માન નામનો પાડો આટલો જાડો થયો, મેં ક્રોધને દબાવી દીધો, મેં ક્રોધને દબાવી દીધો. એ પાછો જાડો થયો. એનાં કરતાં ચારે સરખા હતાં તે સારું હતું.
ક્રોધ તે માયા છે રક્ષકો ! ક્રોધ અને માયા એ તો રક્ષક છે. એ તો લોભ અને માનના રક્ષકો છે. લોભનો ખરેખર રક્ષક માયા અને માનનું ખરેખર રક્ષક ક્રોધ. છતાંય માનને માટે પાછી માયા થોડી ઘણી વપરાય, કપટ કરે. કપટ કરીને ય માન મેળવી લે, એવું કરતા હશે લોકો ?
અને ક્રોધ કરીને લોભ કરી લે. લોભીયો ક્રોધી હોય નહીં અને એ ક્રોધ કરે ત્યારે જાણવું કે આને કંઈ લોભમાં કંઈ અડચણ આવી છે, તે મૂઓ ક્રોધ કરે છે. બાકી, લોભીયા તો ઉલ્ટો એને ગાળો ભાંડેને, તે કહે છે, આપણને રૂપિયો મળી ગયો, છોને બૂમાબૂમ કરતો કહેશે. લોભીયા એવાં હોય, કારણ કે કપટ બધું રક્ષણ કરે જ ને ! કપટ એટલે માયા અને ક્રોધ એ રક્ષક છે બધા.
ક્રોધ તો પોતાના માનને હરકત આવે ત્યારે ક્રોધ કરી લે. પોતાનું માન ઘવાતું હોય.
ક્રોધ ભોળો છે. ભોળો પહેલો નાશ થાય છે. ક્રોધ એ તો દારૂગોળો છે ને દારૂગોળો હોય ત્યાં લશ્કર લડે જ. ક્રોધ ગયો એટલે લશ્કર લડે જ શું કામ ? પછી તો અલિયા-સલિયા બધા ભાગી જવાના. કોઈ ઊભો નહીં રહેવાનું.
ફૂટે ત્યારે ઝાળ લાગે. અને અહીં બધો દારૂ પૂરો થઈ જાય એટલે એની મેળે કોઠી શાંત થઈ જાય. તેવું જ ક્રોધનું છે. ક્રોધ એ ઉગ્ર પરમાણુઓ છે, તે જ્યારે ‘વ્યવસ્થિત'ના નિયમના હિસાબે ફૂટે ત્યારે બધેથી બળે. અમે ઉગ્રતા રહે તેને ક્રોધ નથી કહેતા, ક્રોધમાં તાંતો રહે તે જ ક્રોધ કહેવાય. ક્રોધ તો ક્યારે કહેવાય કે મહીં બળતરા થાય. બળતરા થાય એટલે ઝાળ લાગ્યા કરે અને બીજાને પણ તેની અસર લાગે. તે કઢાપા રૂપે કહેવાય અને અજંપા રૂપે અંદર જ એકલો બળ્યા કરે, પણ તાંતો તો બન્નેય રૂપમાં રહે. જ્યારે ઉગ્રતા જુદી વસ્તુ છે.
ધુમાવું, સહન કરવું એ ય ક્રોધ ! ક્રોધની વાણી ના નીકળે એટલે સામાને ના વાગે. મોઢે બોલી નાખે તે એકલો જ ક્રોધ કહેવાય છે એવું નહીં પણ મહીં ધુમાય તે ય ક્રોધ છે. આ સહન કરવું એ તો ડબલ ક્રોધ છે. સહન કરવું એટલે દબાવ દબાવ કરવું તે, એ તો એક દહાડો ‘સ્પ્રીંગ’ ઊછળે ત્યારે ખબર પડે. સહન શા માટે કરવાનું ? આનો તો જ્ઞાનથી ઉકેલ લાવી નાખવાનો.
ક્રોધમાં મોટી હિંસા ! બુદ્ધિ ઈમોશનલ હોય, જ્ઞાન મોશનમાં હોય. આ જેમ પેલી ટ્રેન મોશનમાં ચાલે છે, તે જો ઈમોશનલ થાય તો ?
પ્રશ્નકર્તા ઃ એક્સિડન્ટ થાય.
દાદાશ્રી : આમ આમ કરતી કરતી ચાલે તો એક્સિડન્ટ થાય. તો એવી રીતે આ માણસ ઈમોશનલ થાય ને, તો કેટલાંય જીવો મહીં મરી જાય છે. ક્રોધ થયો કે કેટલાંય નાના નાના જીવો મરીને ખલાસ થઈ જાય અને પોતે પાછો કહે છે, હું તો અહિંસા ધર્મ પાળું છું, જીવ મારવાની હિંસા તો કરતો જ નથી. પણ અલ્યા, ક્રોધથી નર્યા જીવડાં જ મારું છું, ઈમોશનલપણામાં !
ક્રોધનું સ્વરૂપ ! ક્રોધ એ ઉગ્ર પરમાણુઓ છે. કોઠીની મહીં દારૂ ભરેલો હોય, તે