________________
૨૪
ભંડાય જ નહીં આ તો. આ તો એક જાતની પાશવતા છે. અન્ડરડેવલપ્સ પીપલ્સ, પાશવતા એક જાતની, અનકલ્યું !
પ્રતિક્રમણ એ જ સાચો મોક્ષમાર્ગ !
પ્રશ્નકર્તા : એને ઠંડા પાડવાનો ઉપાય શું ?
દાદાશ્રી : એ વળી મશીન ગરમ થયું હોય, એને ઠંડું પાડવું હોય તો એની મેળે થોડી વાર રહેવા દે, એટલે મશીન ટાટું પડી જાય અને હાથ અડાડીએ અને ગોદા મારીએ તો દઝાઈ મરીએ આપણે.
પ્રશ્નકર્તા: મને ને મારા હસબંડને, ક્રોધ ને ચડસાચડસી થઈ જાય છે, જીભાજોડી ને એ બધું. તો શું કરવું મારે ?
દાદાશ્રી : તે ક્રોધ તું કરે છે કે એ ? ક્રોધ કોણ કરે છે ? પ્રશ્નકર્તા : એ પછી મારાથી પણ થઈ જાય છે.
દાદાશ્રી : તો આપણે મહીં જ પોતાને ઠપકો આપવાનો, ‘કેમ તું આવું કરે છે? કરેલા તે ભોગવવા જ પડે ને !' પણ આ પ્રતિક્રમણ કરે તો બધાં દોષ ખલાસ થાય. નહીં તો આપણા જ ગોદા મારેલા, તે આપણે પાછાં ભોગવવા પડે. પણ પ્રતિક્રમણ કરવાથી જરા ટાઢું પડી જાય.
આ તો એક જાતની પાશવતા ! પ્રશ્નકર્તા ઃ આપણાથી ક્રોધ થઈ જાય ને ગાળ બોલાઈ જાય, તો કેવી રીતે સુધારવું ?
દાદાશ્રી : એવું છે ને કે આ જે ક્રોધ કરે છે, ગાળ બોલે છે, એ કંટ્રોલ નથી પોતાની જાત ઉપર એટલે આ બધું થાય છે. કંટ્રોલ રાખવા માટે પહેલા કંઈક સમજવું જોઈએ. કો'ક ક્રોધ કરે આપણી ઉપર, તો આપણને સહન થાય છે કે નહીં, એ જોવું જોઈએ. પોતે ક્રોધ કરીએ, તે પહેલાં આપણી ઉપર કોઈ કરે એવું, તો આપણને સહન થાય, ગમે કે ના ગમે ? આપણને જેટલું ગમે એટલું જ બીજા જોડે વર્તન કરવું.
એ તને ગાળ ભાંડે અને તને વાંધો ના આવતો હોય, ડીપ્રેશન ના આવતું હોય તો તમારે કરવાનું, નહીં તો બંધ જ કરી દેવાનું. ગાળો
પહેલા તો દયા રાખો. શાંતિ રાખો, સમતા રાખો. ક્ષમા રાખો. એવો ઉપદેશ શીખવાડે. ત્યારે આ લોક શું કહે છે, “અલ્યા, મને ક્રોધ આવ્યા કરે છે ને તું કહે છે કે ક્ષમા રાખો, પણ તે મારે કઈ રીતે ક્ષમા રાખવી ?” એટલે આમને ઉપદેશ કેવી રીતે આપવાનો હોય કે તમને ક્રોધ આવે તો તમે આવી રીતે, મનમાં પસ્તાવો લેજો કે મારામાં શી નબળાઈ છે કે મારાથી આવો ક્રોધ થઈ જાય છે. તે ખોટું થઈ ગયું મારાથી, એવો પસ્તાવો લેજો અને માથે કોઈ ગુરુ હોય તો એમની હેલ્પ લેજો અને ફરી એવી નબળાઈ ઉત્પન્ન ના થાય એવો નિશ્ચય કરજો. તમે હવે ક્રોધનો બચાવ ના કરો, ઉપરથી તેનું પ્રતિક્રમણ કરો.
એટલે દિવસમાં કેટલાં અતિક્રમણ થાય છે અને કોની સાથે થયાં, એની નોંધ કરી રાખ અને તે ઘડીએ પ્રતિક્રમણ કરી લે.
પ્રતિક્રમણમાં શું કરવું પડે આપણે ? તમને ક્રોધ થયો અને સામાં માણસને દુઃખ થયું તો એના આત્માને સંભારીને એની ક્ષમા માગી લેવાની. એટલે આ થયું તેની ક્ષમા માગી લે. ફરી નહીં કરું એની પ્રતિજ્ઞા લે. અને આલોચના એટલે શું કે અમારી પાસે દોષ જાહેર કરે કે મારો આ દોષ થઈ ગયો છે.
મતમાં ય માફી માંગો ! પ્રશ્નકર્તા : દાદા, પશ્ચાત્તાપ કે પ્રતિક્રમણ કરીએ તો ઘણીવાર એવું હોય કે કોઈ ભૂલ થઈ ગઈ, કોઈની પર ક્રોધ થઈ ગયો, તો અંદરથી તો બળતરા થાય કે આ ખોટું થઈ ગયું. પણ પેલાની સામે માફી માંગવાની હિંમત ના હોય.