________________
ક્લેશ વિનાનું જીવન
૬૫
કાનમાં લવિંગિયા ઘાલે છે તે પોતાને દેખાય ખરાં ? આ તો લોક હીરા દેખે એટલા માટે પહેરે છે. આવી જંજાળમાં ફસાયા છે તો ય હીરા દેખાડવા ફરે છે ! અલ્યા, જંજાળમાં ફસાયેલા માણસને શોખ હોય ? ઝટપટ ઉકેલ લાવો ને ! ધણી કહે તો ધણીને સારું દેખાડવા માટે પહેરીએ. શેઠ બે હજારના હીરાના કાપ લાવ્યા હોય ને પાંત્રીસ હજારનું બિલ લાવે તો શેઠાણી ખુશ ! કાપ પોતાને તો દેખાય નહીં. શેઠાણીને મેં પૂછ્યું કે રાત્રે ઊંઘી જાઓ છો ત્યારે કાનના લવિંગિયા ઊંઘમાં ય દેખાય છે કે
નહીં ?’ આ તો માનેલું સુખ છે, ‘રોંગ’ માન્યાતાઓ છે તેથી અંતરશાંતિ થાય નહીં. ભારતીય નારી કોને કહેવાય ? ઘરમાં બે હજારની સાડી આવીને પડેલી હોય તે પહેરે. આ તો ધણિ-ધણિયાણી બજારમાં ફરવા ગયાં હોય ને દુકાને હજારની સાડી ભરાવેલી હોય તે સાડી સ્ત્રીને ખેંચે ને ઘે૨ આવે તો ય મોં ચઢેલું હોય ને કકળાટ માંડે. તેને ભારતીય નારી કેમ કહેવાય ?
આવી રીતે ય ક્લેશ ટાળ્યો !
હિન્દુઓ તો મૂળથી જ ક્લેશી સ્વભાવના. તેથી કહે છે ને, હિન્દુઓ ગાળે જીવન ક્લેશમાં ! પણ મુસલમાનો તો એવા પાકા કે બહાર ઝઘડી આવે, પણ ઘેર બીબી જોડે ઝગડો ના કરે. હવે તો અમુક મુસ્લિમ લોકો ય હિન્દુઓ જોડે રહીને બગડી ગયા છે. પણ હિન્દુઓ કરતાં આ બાબતમાં મને તેઓ ડાહ્યા લાગેલા. અરે, કેટલાક મુસલમાનો તો બીબીને હિંચકો હઉ નાખે. અમારે ‘કોન્ટ્રાક્ટર'નો ધંધો એટલે અમારે મુસલમાનને ઘેર પણ જવાનું થાય, અમે તેની ચા પીએ ય ખરા ! અમારે કોઇની જોડે જુદાઇ ના હોય. એક દહાડો ત્યાં ગયેલા તે મિયાભાઇએ બીબીને હીંચકો નાખવા માંડ્યો ! તે મેં તેને પૂછ્યું કે, ‘તમે આવું કરો છો તે ચઢી બેસતી, નથી ?” ત્યારે એ કહે કે ‘એ શું ચઢી બેસવાની હતી ? એની પાસે હથિયાર નથી, કશું નથી.’ મેં કહ્યું કે, ‘અમારા હિન્દુઓ ને તો બીક લાગે કે બૈરી ચઢી બેસશે તો શું થશે ? એટલે અમે હીંચકો નથી નાખતા.’ ત્યારે મિયાંભાઇ કહે કે, ‘આ હિંચકો નાખવાનું કારણ તમે જાણો છો ? મારે તો આ બે જ ઓરડીઓ છે. મારે કંઇ બંગલા નથી આ તો બે જ ઓરડીઓ ને તેમાં બીબી જોડે વઢવાડ થાય તો હું ક્યાં સૂઇ જઉં ? મારી આખી રાત બગડે.
...
ક્લેશ વિનાનું જીવન
એટલે હું બહાર બધાંની જોડે વઢી આવું, પણ બીબી જોડે ક્લિયર રાખવાનું.' બીબી મિયાંને કહેશે કે, સવારે ગોસ લાવવાનું કહેતા હતા ને તે કેમ ના લાવ્યા ?” ત્યારે મિયાંભાઇ રોકડો જવાબ આપે કે, ‘કલ લાઉંગા.’ બીજે દહાડે સવારે કહે, ‘આજ તો કિધર સે ભી લે આઉંગા.’ ને સાંજે ખાલી હાથે પાછો આવે ત્યારે બીબી ખૂબ અકળાય, પણ મિયાંભાઇ ખૂબ પાકો તે એવું બોલે, ‘યાર મેરી હાલત મૈં જાનતા હું !' તે બીબીને ખુશ કરી દે, ઝઘડો ના કરે! ને આપણા લોક શું કહે ? ‘તું મને દબાય દબાય કરું છું ? જા નથી લાવવાનો.' અલ્યા, આવું ના બોલાય. ઊલટું તારું વજન તૂટે છે. આવું તું બોલે છે માટે તું જ દબાયેલો છું. અલ્યા, એ તને શી રીતે દબાવે ? એ બોલે ત્યારે શાંત રહેવાનું, પણ નબળા બહુ ચીઢિયા હોય. એટલે એ ચિઢાય ત્યારે આપણે બંધ રાખીને એની ‘રેકર્ડ' સાંભળવી.
૬૬
જે ઘરમાં ઝઘડો ના થાય તે ઘર ઉત્તમ. અરે ! ઝઘડો થાય પણ પાછું તેને વાળી લે તો ય ઉત્તમ કહેવાય ! મિયાંભાઇને એક દહાડો ખાવામાં ટેસ્ટ ના પડે, મિયાં ચિઢાય ને બોલે કે તું ઐસી હૈ, તૈસી હૈ. અને સામે જો પેલી ચિઢાય તો પોતે ચૂપ થઇ જાય, ને સમજી જાય કે આનાથી ભડકો થશે. માટે આપણે આપણામાં અને એ એનામાં ! અને હિન્દુઓ તો ભડકો કરીને જ રહે !
વાણિયાની પાઘડી જુદી, દક્ષિણીની જુદી, ગુજરાતીની જુદી, સુવર્ણકારની જુદી, બ્રાહ્મણની જુદી, સૌ સૌની પાઘડી જુદી. ચૂલે ચૂલે ધરમ જુદો. બધાનાં ‘વ્યૂ પોઇન્ટ' જુદા જ, મેળ જ ના ખાય. પણ ઝઘડો ના કરે તો સારું.
મતભેદ પહેલાં જ, સાવધાતી !
આપણામાં કલુષિત ભાવ રહ્યો જ ના હોય તેને લીધે સામાને પણ લુષિત ભાવ ના થાય. આપણે ના ચિઢાઇએ એટલે એ ય ઠંડા થાય, ભીંત જેવા થઇ જવું એટલે સંભળાય નહીં, અમારે પચાસ વરસ થયાં પણ કોઇ દહાડો મતભેદ જ નહીં. હીરાબાને હાથે ઘી ઢોળાતું હોય તો ય હું જોયા જ કરું. અમારે તે વખતે જ્ઞાન હાજર રહે કે એ ઘી ઢોળે જ નહીં.