________________
ક્લેશ વિનાનું જીવન
સારું. પણ ત્યાં ય ‘વાઇફ' જોડે લzબાજી ઉડાડે ! અલ્યા, આ ન હોય તારું પાકિસ્તાન !
બૈરી અને ધણી બેઉ પાડોશી જોડે લડતાં હોય ત્યારે બેઉ એકમત ને એકાજત હોય. પાડોશીને કહે કે તમે આવા ને તમે તેવા. આપણે જાણીએ કે આ મિયાં-બીબીની ટોળી અભેદ ટોળી છે, નમસ્કાર કરવા જેવી લાગે છે. પછી ઘરમાં જઇએ તો બહેનથી જરા ચામાં ખાંડ ઓછી પડી હોય એટલે પેલો કહેશે કે, હું તને રોજ કહું છું કે ચામાં ખાંડ વધારે નાખ, પણ તારું મગજ ઠેકાણે નથી રહેતું. આ મગજના ઠેકાણાવાળો ચક્કર ! તારા જ મગજનું ઠેકાણું નથી ને ! અલ્યા, કઇ જાતનો છે તું ? રોજ જેની જોડે સોદાબાજી કરવાની હોય ત્યાં કકળાટ કરવાનો હોય ?
તમારે કોઇની જોડે મતભેદ પડે છે ? પ્રશ્નકર્તા : હા, પડે ઘણીવાર. દાદાશ્રી : “વાઇફ' જોડે મતભેદ પડે છે ? પ્રશ્નકર્તા : હા, ઘણી વાર પડે.
દાદાશ્રી : “વાઇફ” જોડે પણ મતભેદ થાય ? ત્યાં ય એકતા ના રહે તો પછી બીજે ક્યાં રાખવાની ? એકતા એટલે શું કે ક્યારેય મતભેદ ના પડે. આ એક જણ જોડે નક્કી કરવું કે તમારે ને મારે મતભેદ ના પડે. એટલી એકતા કરવી જોઇએ. એવી એકતા કરી છે તમે ?
પ્રશ્નકર્તા : આવું કોઇ દહાડો વિચારેલું નહીં. આ પહેલી વાર વિચારું છું.
દાદાશ્રી : હા, તે વિચારવું પડશે ને ? ભગવાન કેટલા વિચાર કરી કરીને મોક્ષે ગયા ! મતભેદ ગમે છે ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : મતભેદ થાય ત્યારે ઝઘડા થાય, ચિંતા થાય. તે મતભેદમાં આવું થાય છે તો મનભેદમાં શું થાય ? મનભેદ થાય, ડાઇવોર્સ લે અને તનભેદ થાય ત્યારે નનામી નીકળે !
ક્લેશ વિનાનું જીવન કકળાટ કરો, પણ બગીચામાં (!) ક્લેશ તમારે કરવો હોય તો બહાર જઇને કરી આવવો. ઘરમાં જો કકળાટ કરવો હોય તો તે દહાડે બગીચામાં જઇને ખુબ લડીને ઘેર આવવું. પણ ઘરમાં ‘આપણી રૂમમાં લડવું નહીં.’ એવો કાયદો કરવો. કો'ક દહાડો આપણને લડવાનો શોખ થઇ જાય તો બીબીને આપણે કહીએ કે, ચાલો આજે બગીચામાં ખૂબ નાસ્તા-પાણી કરીને ખૂબ વઢવાડ ત્યાં કરીએ. લોકો વચ્ચે પડે એવી વઢવાડ કરવી. પણ ઘરમાં વઢવાડ ના હોય. જ્યાં ક્લેશ થાય ત્યાં ભગવાન ના રહે. ભગવાન જતા રહે. ભગવાને શું કહ્યું ? ભક્તને ત્યાં ક્લેશ ના હોય પરોક્ષ ભક્તિ કરનારને ભક્ત કહ્યા ને પ્રત્યક્ષ ભક્તિ કરનારને ભગવાને ‘જ્ઞાની’ કહ્યા, ત્યાં તો ક્લેશ હોય જ ક્યાંથી? પણ સમાધિ હોય !
એટલે કોઈ દહાડો લઢવાની ભાવના થાય ત્યારે આપણે પતિરાજને કહેવું કે, “ચાલો આપણે બગીચામાં.' છોકરા કો'કને સોંપી દેવાં. પછી પતિરાજને પહેલેથી કહી દેવું કે, હું તમને પબ્લિકમાં બે ધોલ મારું તો તમે હસજો. લોકો ભલે ને જુએ, આપણી ગમ્મત ! લોકો આબરૂ નોંધવાવાળા, તે જાણે કે કોઇ દહાડો આમની આબરૂ ના ગઇ તે આજે ગઇ. આબરૂ તો કોઇની હોતી હશે ? આ તો ઢાંકી ઢાંકીને આબરૂ રાખે છે બિચારા !
.. આ તે કેવો મોહ ? આબરૂ તો તેને કહેવાય કે નાગો ફરે તો ય રૂપાળો તે દેખાય ! આ તો કપડાં પહેરે તો ય રૂપાળા નથી દેખાતા. જાકીટ, કોટ, નેટાઈ પહેરે તો ય બળદિયા જેવો લાગે છે ! શું ય માની બેઠા છે પોતાના મનમાં ! બીજા કોઇને પૂછતો યુ નથી. બઇને ય પૂછતો નથી કે આ નેકટાઈ પહેર્યા પછી હું કેવો લાગું છું ! અરીસામાં જોઇને પોતે ને પોતે ન્યાય કરે છે કે, ‘બહુ સરસ છે, બહુ સરસ છે.’ આમ આમ પટિયા પાડતો જાય ! અને સ્ત્રી પણ ચાંદલો કરીને અરીસામાં પોતાના પોતે ચાળા પાડે ! આ કઇ જાતની રીત કહેવાય ?! કેવી લાઇફ ?! ભગવાન જેવો ભગવાન થઇને આ શું ધાંધલ માંડે છે ! પોતે ભગવાન સ્વરૂપ છે.