________________
ક્લેશ વિનાનું જીવન
અન્યાય કહેવાય. આપણને આ શોભે નહીં. સ્ત્રી તો પોતાની ભાગીદાર કહેવાય. ભાગીદાર જોડે ક્લેશ ? આ તો ક્લેશ થતો હોય ત્યાં કોઇ રસ્તો
કાઢવો પડે, સમજાવવું પડે. ઘરમાં રહેવું છે તો ક્લેશ શાને ? ‘સાયન્સ’ સમજવા જેવું !
૬૧
પ્રશ્નકર્તા : આપણે ક્લેશ ના કરવો હોય પણ સામો આવીને ઝઘડે તો શું કરવું ? એમાં એક જાગ્રત હોય પણ સામાવાળો ક્લેશ કરે, તો ત્યાં તો ક્લેશ થાય જ ને?
દાદાશ્રી : આ ભીંત જોડે લઢે, તો કેટલો વખત લઢી શકે ? આ ભીંત જોડે એક દહાડો માથું અથડાયું તો આપણે એની જોડે શું કરવું ? માથું અથડાયું એટલે આપણે ભીંત જોડે વઢવાડ થઇ એટલે આપણે ભીંતને મારમાર કરવી ? એમ આ ખૂબ ક્લેશ કરાવતું હોય તો તે બધી ભીંતો છે ! આમાં સામાને શું જોવાનું ? આપણે આપણી મેળે સમજી જવાનું કે આ ભીંત જેવી છે, આવું સમજવાનું. પછી કોઇ મુશ્કેલી નથી.
પ્રશ્નકર્તા : આપણે મૌન રહીએ તો સામાને ઊંધી અસર થાય છે કે આમનો જ દોષ છે, ને એ વધારે ક્લેશ કરે.
દાદાશ્રી : આ તો આપણે માની લીધું છે કે હું મૌન થયો તેથી આવું થયું. રાત્રે માણસ ઊઠ્યો ને બાથરૂમમાં જતાં અંધારામાં ભીંત જોડે અથડાયો, તે ત્યાં આપણે મૌન રહ્યા તેથી તે અથડાઇ ?
મૌન રહો કે બોલો તેને સ્પર્શતું જ નથી, કંઇ લાગતું-વળગતું નથી. આપણા મૌન રહેવાથી સામાને અસર થાય છે એવું કશું હોતું નથી કે આપણા બોલવાથી સામાને અસર થાય છે એવું પણ કશું હોતું નથી. ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' માત્ર વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા છે. કોઇની આટલી ય સત્તા નથી. આટલી ય સત્તા વગરનું જગત, એમાં કોઇ શું કરવાનું છે ? આ ભીંતને જો સત્તા હોય તો આને સત્તા હોય ! આ ભીંતને આપણને વઢવાની સત્તા છે ? એવું સામાને બૂમાબૂમ કરવાનો શો અર્થ ? એના હાથમાં સત્તા જ નથી ત્યાં! માટે તમે ભીંત જેવા થઈ જાઓ ને ! તમે બૈરીને ટૈડકાવ ટૈડકાવ કરો ! તો તેની મહીં ભગવાન બેઠેલા તે નોંધ કરે કે આ મને ટૈડકાવે છે ! ને
ક્લેશ વિનાનું જીવન
તમને એ ટૈડકાવે ત્યારે તમે ભીંત જેવા થઇ જાઓ, તો તમારી મહીં બેઠેલા ભગવાન તમને ‘હેલ્પ' કરે.
૬૨
જે ભોગવે તેતી જ ભૂલ !
પ્રશ્નકર્તા : કેટલાક એવા હોય છે કે આપણે ગમે તેટલું સારું વર્તન કરીએ તો ય તે સમજતા નથી.
દાદાશ્રી : એ ના સમજતા હોય તો એમાં આપણી જ ભૂલ છે કે એ સમજણવાળો કેમ ના મલ્યો આપણને ! આમનો સંયોગ આપણને જ કેમ બાઝયો ? જે જે વખતે આપણને કંઇ પણ ભોગવવું પડે છે તે ભોગવવાનું આપણી જ ભૂલનું પરિણામ છે.
પ્રશ્નકર્તા : તો આપણે એમ સમજવાનું કે મારાં કર્મો એવા છે ?
દાદાશ્રી : ચોક્કસ. આપણી ભૂલ સિવાય આપણને ભોગવવાનું હોય નહીં. આ જગતમાં એવું કોઇ નથી કે જે આપણને સહેજ પણ કિંચિત્માત્ર દુઃખ આપે અને જો કોઈ દુઃખ આપનાર છે તો તે આપણી જ ભૂલ છે. તત્ત્વનો દોષ નથી, એ તો નિમિત્ત છે. માટે ભોગવે તેની
ભૂલ.
કોઇ સ્ત્રી ને પુરુષ બે જણ ખૂબ ઝઘડતા હોય અને પછી આપણે બેઉ સૂઇ ગયા પછી છાનામાના જોવા જઇએ તો પેલી બહેન તો ઘસઘસાટ ઊંઘતી હોય અને ભઇ આમ આમ પાસાં ફેરવતા હોય તો આપણે સમજવું કે આ ભઇની જ ભૂલ છે બધી, આ બહેન ભોગવતી નથી. જેની ભૂલ
હોય તે ભોગવે. અને તે ઘડીએ જો ભઇ ઊંઘતા હોય ને બહેન જાગ્યા કરતાં હોય તો જાણવું કે બહેનની ભૂલ છે. ‘ભોગવે તેની ભૂલ.’
આ વિજ્ઞાન બહુ ભારે ‘સાયન્સ’ છે. હું કહું છું તે બહુ ઝીણું સાયન્સ છે. જગત આખું નિમિત્તને જ બચકાં ભરે છે.
મિયાં - બીબી !
બહુ મોટું વિશાળ જગત છે, પણ આ જગત પોતાના રૂમની અંદર છે એટલું જ માની લીધું છે અને ત્યાંય જો જગત માનતો હોય તો ય