________________
૩૪
ક્લેશ વિનાનું જીવન
ક્લેશ વિનાનું જીવન પરિણામ એ આવ્યું કે ભત્રીજો એની જાતે સાત વાગે ઊઠતો થઇ ગયો ને ઘરમાં બધા કરતાં વધારે સારું કામ કરતો થયો !
સુધારવા માટે “કહેવાતું બંધ કરો ! આ કાળમાં ઓછું બોલવું એના જેવું એકે ય નથી. આ કાળમાં બોલ પથ્થર જેવા વાગે એવા નીકળે છે. અને દરેકના એવા જ હોય. એટલે બોલવાનું ઓછું કરી નાખવું સારું. કોઈને કશું કહેવા જેવું નથી. કહેવાથી વધારે બગડે છે. એને કહીએ કે, ગાડીએ વહેલો જા. તો એ મોડો જાય અને કશું ના કહીએ તો ટાઇમ જાય. આપણે ના હોઇએ તો બધું ચાલે એવું છે. આ તો પોતાનો ખોટો અહંકાર છે. જે દહાડાથી છોકરા જોડે કચકચ કરવાનું તમે બંધ કરશો તે દહાડાથી છોકરાં સુધરશે. તમારા બોલ સારા નીકળતા નથી, એનાથી સામો અકળાય છે. તમારો બોલ એ સંઘરતો નથી, ઊલટા એ બોલ પાછા આવે છે. આપણે તો છોકરાંને ખાવાનું પીવાનું બનાવી આપીએ ને આપણી ફરજ બજાવીએ, બીજું કહેવા જેવું નથી. કહેવાથી ફાયદો નથી એવું તમને તારણ નીકળે છે ? છોકરાં મોટાં થયાં છે એ કંઇ દાદરેથી પડી જાય છે ? તમે તમારો આત્મધર્મ શું કરવા ચૂકો છો ? આ છોકરા જોડેનો તો રિલેટિવ ધર્મ છે. ત્યાં ખોટી માથાકૂટ કરવા જેવી નથી. કકળાટ કરો છો તેના કરતાં મૌન રહેશો તો વધારે સારું રહેશે. કકળાટથી તો પોતાનું મગજ બગડી જાય ને સામાનું પણ બગડી જાય.
પ્રશ્નકર્તા : છોકરાં એની જવાબદારી સમજીને રહેતાં નથી.
દાદાશ્રી : જવાબદારી વ્યવસ્થિત ની છે, એ તો એની જવાબદારી સમજેલો જ છે. એને કહેતાં તમને આવડતું નથી તેથી ડખો થાય છે. સામો માને ત્યારે આપણું કહેલું કામનું. આ તો માબાપ બોલે ગાંડું પછી છોકરાં ય ગાંડું કાઢે.
પ્રશ્નકર્તા : છોકરાં તોછડાઇથી બોલે છે.
દાદાશ્રી : હા, પણ એ તમે શી રીતે બંધ કરશો ? આ તો સામસામું બંધ થાય ને તો બધાનું સારું થાય.
એક ફેરો મનમાં વિખવાદ પડી ગયો પછી એની લિન્ક ચાલુ થઇ જાય, પછી મનમાં એના માટે ગ્રહ બંધાઇ જાય કે આ માણસ આવો છે. ત્યારે આપણે મૌન લઇને સામાને વિશ્વાસમાં લેવા જેવું છે. આ બોલ બોલ કરવાથી કોઇનું સુધરે નહીં. સુધરવાનું તો ‘જ્ઞાની પુરુષ'ની વાણીથી સુધરે. છોકરાં માટે તો માબાપની જોખમદારી છે. આપણે ના બોલીએ તો ના ચાલે ? ચાલે એટલે ભગવાને કહ્યું છે કે જીવતાં જ મરેલાની જેમ રહે. બગડેલું સુધરી શકે છે. બગડેલાને કાપી ના નાખવું. બગડેલાને સુધારવું એ અમારાથી થઇ શકે, તમારે ના કરવું. તમારે અમારી આજ્ઞા પ્રમાણે ચાલવું. એ તો જે સુધરેલો હોય તે જ બીજાને સુધારી શકે ? પોતે જ સુધર્યા ના હોય તે બીજાને શી રીતે સુધારી શકે ?
છોકરાને સુધારવા હોય તો આ અમારી આજ્ઞા પ્રમાણે ચાલો. ઘરમાં છ મહીના મૌન લો. છોકરાં પૂછે તો જ બોલવાનું અને તે પણ તેમને કહી દેવાનું કે મને ના પૂછો તો સારું. અને છોકરાં માટે અવળો વિચાર આવે તો તેનું તરત જ પ્રતિક્રમણ કરી નાખવું.
રિલેટિવ' સમજી ઉપલક રહેવું ! છોકરાંને તો નવ મહિના પેટમાં રાખવાના, પછી ચલાવવાના, ફેરવવાનાં, નાનાં હોય ત્યાં સુધી. પછી છોડી દેવાનાં, આ ગાયો-ભેંસો ય છોડી દે છે ને ? છોકરાંને પાંચ વર્ષ સુધી ટોકવા પડે, પછી ટોકાય પણ નહીં અને વીસ વરસ પછી તો એની બૈરી જ એને સુધારે. આપણે સુધારવાનું ના હોય.
છોકરા જોડે ઉપલક રહેવાનું. ખરી રીતે પોતાનું કોઈ છે જ નહીં. આ દેહના આધારે મારાં છે. દેહ બળી જાય તો કોઇ જોડે આવે છે ? આ તો જે મારો કહી કોટે વળગાડે છે, તેને બહુ ઉપાધિ છે. બહુ લાગણીના વિચાર કામ લાગે નહીં. છોકરો વ્યવહારથી છે. છોકરો દાઝે તો દવા કરીએ, પણ આપણે કંઇ રડવાની શરત કરેલી છે ?
ઓરમાન છોકરાં હોય તે ઢીંચણે કરીને કંઇ ધાવણ આવે ? ના, એવું રાખવું. આ કળિયુગ છે. ‘રિલેટિવ' સગાઇ છે. ‘રિલેટિવ' ને ‘રિલેટિવ' રાખવું, ‘રિયલ’ ના કરવું. આ રિયલ સંબંધ હોય તો છોકરાંને