________________
ક્લેશ વિનાનું જીવન
પામ્યા કરે. ત્યારે આ વૈડિયાઓ જૂના જમાનાને જ વળગી રહે. અલ્યા, જમાના પ્રમાણે કર, નહીં તો માર ખઇને મરી જઇશ ! જમાના પ્રમાણે એડજસ્ટમેન્ટ લેવું જોઇએ. મારે તો ચોર જોડે, ગજવાં કાપનાર જોડે, બધાં જોડે એડજસ્ટમેન્ટ થાય. ચોર જોડે અમે વાત કરીએ તો એ ય જાણે કે આ કરુણાવાળા છે. અમે ચોરને તું ખોટો છે એવું ના કહીએ. કારણ કે એનો એ ‘વ્યૂ પોઇન્ટ’ છે. ત્યારે લોક એને નાલાયક કહીને ગાળો ભાંડે. ત્યારે આ વકીલો જુઠ્ઠા નથી ? સાવ જુઠ્ઠો કેસ જિતાડી આપીશ' એમ કહે, તે એ ઠગારા ના કહેવાય ? ચોરને લુચ્ચો કહે ને આ તદ્ન જુઠ્ઠા કેસને સાચો કહે, તેનો સંસારમાં વિશ્વાસ કેમ કરાય ? છતાં એનું ય ચાલે છે ને ? કોઇને ય અમે ખોટો ના કહીએ. એ એના ‘વ્યૂ પોઇન્ટ’થી કરેક્ટ જ છે. પણ એને સાચી વાતની સમજ પાડીએ કે આ ચોરી કરે છે તેનું ફળ તને શું આવશે.
૩૧
આ વૈડિયાં ઘરમાં પેસે તો કહેશે, ‘આ લોખંડનું કબાટ ? આ રેડિયો ? આ આવું કેમ ? તેવું કેમ ?” એમ ડખો કરે. અલ્યા, કોઇ જુવાનની દોસ્તી કર. આ તો યુગ જ બદલાયા કરવાનો. તે વગર આ જીવે શી રીતે ? કંઇક નવું જુએ એટલે મોહ થાય. નવું ના હોય તો જીવે શી રીતે ? આવું નવું તો અનંત આવ્યું ને ગયું, તેમાં તમારે ડખો કરવાનો ના હોય. તમને ના ફાવે તો તે તમારે ના કરવું. આ આઇસ્ક્રીમ એમ નથી કહેતો તમને કે અમારાથી ભાગો. આપણે ના ખાવો હોય તો ના ખઇએ. આ તો ધૈડિયાં એની પર ચિઢાયા કરે. આ મતભેદો તો જમાનો બદલાયાના છે. આ છોકરાં તો જમાના પ્રમાણે કરે. મોહ એટલે નવું નવું ઉત્પન્ન થાય અને નવું ને નવું જ દેખાય છે. અમે નાનપણથી બુદ્ધિથી બહુ જ વિચારી લીધેલું કે આ જગત ઊંધું થઇ રહ્યું છે કે છતું થઇ રહ્યું છે, અને એ પણ સમજાયેલું કે કોઇને સત્તા જ નથી આ જગતને ફેરવવાની. છતાં અમે શું કહીએ છીએ કે, જમાના પ્રમાણે એડજસ્ટ થાવ ! છોકરો નવી જ ટોપી પહેરી આવે તો એવું ના કહીએ કે, આવું કંઇથી લઇ આવ્યો ? એના કરતાં એડજસ્ટ થઇએ કે, આવી સરસ ટોપી ક્યાંથી લાવ્યો ? કેટલાની આવી ? બહુ સસ્તી મળી ? આમ એડજસ્ટ થઇ જઇએ.
આ છોકરાંઓ આખો દહાડો કાને રેડિયો નથી અડાડી રાખતા ?
ક્લેશ વિનાનું જીવન
કારણ કે આ રસ નવો નવો ઉદયમાં આવ્યો છે બિચારાને ! આ એનું નવું ‘ડેવલપમેન્ટ’ છે. જો ‘ડેવલપ’ થયેલો હોત તો કાને રેડિયો અડાડત જ નહીં, એક ફેરો જોઇ લીધા પછી ફરી અડાડે નહીં. નવીન વસ્તુને એક ફેર જોવાની હોય, એનો કાયમ અનુભવ લેવાનો ના હોય. આ તો કાનની નવેસરથી ઇન્દ્રિય આવી છે તેથી આખો દહાડો રેડિયો સાંભળ્યા કરે છે ! મનુષ્યપણાની તેમની શરૂઆત થાય છે. મનુષ્યપણામાં હજારો વખત આવી ગયેલો માણસ આવું તેવું ના કરે.
પ્રશ્નકર્તા : છોકરાઓને ફરવાનું બહુ હોય છે.
૩૨
દાદાશ્રી : છોકરાં કોઇ આપણાં બંધાયેલાં નથી, સહુસહુના બંધનમાં છે, આપણે તો એટલું કહેવું પડે કે, ‘વહેલા આવજો’. પછી જ્યારે આવે ત્યારે ‘વ્યવસ્થિત’. વ્યવહાર બધો કરવાનો, પણ કષાયરહિત કરવાનો. વ્યવહાર કષાયરહિત થયો તો મોક્ષ ને કષાયસહિત વ્યવહાર તે સંસાર. પ્રશ્નકર્તા : અમારો ભત્રીજો રોજ નવ વાગે ઊઠે છે, કશું કામ થતું
નથી.
દાદાશ્રી : આપણે તેને ઓઢાડીને કહીએ કે નિરાંતે સૂઇ જા ભાઇ. એની પ્રકૃતિ જુદી તે મોડો ઊઠે ને કામ વધારે કરે ને અક્કરમી ચાર વાગ્યાનો ઊઠયો હોય તો ય કશું ના કરે. હું ય દરેક કામમાં હમેશાં લેટ હતો. સ્કૂલમાં ય ઘંટ સાંભળ્યા પછીથી ઘેરથી નીકળતો અને કાયમ માસ્તરનો કકળાટ સાંભળતો ! હવે માસ્તરને શી ખબર કે મારી પ્રકૃતિ શું છે ? દરેકનું ‘રસ્ટન’ જુદું ‘પીસ્ટન’ જુદું જુદું હોય.
પ્રશ્નકર્તા : પણ મોડામાં ‘ડિસિપ્લિન’ ના રહે ને ?
દાદાશ્રી : આ મોડો ઊઠે એટલા માટે તમે કકળાટ કરો તે જ ‘ડિસિપ્લિન’ નથી. માટે તમે કકળાટ કરવાનું બંધ કરી દો. તમારે જે જે શક્તિઓ માગવી હોય, તે આ દાદા પાસે રોજ સો-સો વખત માંગજો, બધી મળશે.
હવે આ ભાઇને સમજ પાડી, એટલે એમણે તો અમારી આજ્ઞા પાળીને ભત્રીજાને ઘરમાં બધાંએ કશું કહેવાનું બંધ કર્યું. અઠવાડિયા પછી