________________
૨૮
ક્લેશ વિનાનું જીવન
ક્લેશ વિનાનું જીવન તરીકેની જવાબદારી કરતાં ય વધારે છે, વડાપ્રધાન કરતાં ય ઊંચું પદ છે.
પ્રશ્નકર્તા : ‘સર્ટિફાઇડ ફાધર-મધર’ની વ્યાખ્યા શું ?
દાદાશ્રી : “અનૂસર્ટિફાઇડ’ મા-બાપ એટલે પોતાનાં છોકરાં પોતાના કહ્યા પ્રમાણે ચાલે નહીં, પોતાના છોકરા પોતાના ઉપર ભાવ રાખે નહીં, હેરાન કરે ! તે મા-બાપ “અસર્ટિફાઇડ’ જ કહેવાય ને ?
... નહીં તો મૌત ધરી ‘જોયા કરો !!! એક સિંધીભાઇ આવેલા તે કહે કે એક છોકરો આમ કરે છે ને બીજો તેમ કરે છે, એને શી રીતે સુધારવો ! મે કહ્યું, ‘તમે એવા છોકરા શું કરવા લાવ્યા ? છોકરા સારા વીણીને આપણે ના લઇએ ?” આ હાફૂસની કેરીઓ બધી એક જાતની હોય છે તે બધી મીઠી જોઇને, ચાખી કરીને બધી લાવીએ. પણ તમે બે ખાટી લાવ્યા, બે ઉતરેલી લાવ્યા, તુરી લાવ્યા, બે ગળી લાવ્યા, પછી એના રસમાં બરકત આવે ખરી ? પછી વઢવઢા કરીએ એનો શો અર્થ ? આપણે ખાટી કેરી લાવ્યા પછી ખાટીને ખાટી જાણવી તેનું નામ જ્ઞાન. આપણને ખાટો સ્વાદ આવ્યો તે જોયા કરવાનું. આ પ્રકૃતિને જોયા કરવાની છે. કોઇના હાથમાં સત્તા નથી. અવસ્થા માત્ર કુદરતી રચના છે. આમાં કોઇનું કશું ચાલે નહીં, ફેરફાર થાય નહીં ને પાછું વ્યવસ્થિત છે.
પ્રશ્નકર્તા : મારવાથી છોકરાં સુધરે કે નહીં ?
દાદાશ્રી : કોઇ દહાડો સુધરે નહીં, મારવાથી કશું સુધરે નહીં. આ મશીન ને મારી જુઓ તો ! એ ભાંગી જાય. તેમ આ છોકરાં ય ભાંગી જાય. ઉપરથી સાજાસમા દેખાય, પણ મહીં ભાંગી જાય. બીજાને એનકરેજ કરતા ના આવડે તો પછી મૌન રહે ને, ચા પીને છાનોમાનો. બધાંના મોઢાં જોતો જા, આ બે પૂતળાં કકળાટ માંડે છે તેને જોતો જા. આ આપણા કાબુમાં નથી. આપણે તો આના જાણકાર જ છીએ.
જેને સંસાર વધારવો હોય તેણે આ સંસારમાં વઢવઢા કરવી, બધુંય કરવું. જેને મોક્ષે જવું હોય તેને અમે ‘શું બને છે” તેને ‘જુઓ” એમ કહીએ છીએ.
આ સંસારમાં વઢીને કશું સુધરવાનું નથી, ઊલટો મનમાં અહંકાર કરે છે કે હું ખૂબ વઢયો. વઢયા પછી જુઓ તો માલ હતો તેનો તે જ હોય, પિત્તળનો હોય તે પિત્તળનો જ ને કાંસાનો હોય તે કાંસાનો જ રહે. પિત્તળને માર માર કરે તો એને કાટ ચઢયા વગર રહે ? ના રહે. કારણ શું ? તો કે” કાટ ચઢવાનો સ્વભાવ છે એનો. એટલે મૌન રહેવાનું. જેમ સિનેમામાં ના ગમતો સીન આવે તો તેથી કરીને ત્યાં આપણે જઈને પડદો તોડી નાખવો ? ના, એ ય જોવાનું. બધા જ ગમતા સીન આવે કંઇ ? કેટલાક તો સિનેમામાં ખુરશી પર બેઠા બેઠા બૂમાબૂમ કરે કે, એ ય મારી નાખશે, મારી નાખશે ! આ મોટા દયાળુનાં ખોખાં જોઇ લ્યો ! આ તો બધું જોવાનું છે. ખાવ, પીવો, જુઓ ને મઝા કરો !!
. પોતાનું જ સુધાસ્વાતી જરૂર ! પ્રશ્નકર્તા : આ છોકરાં શિક્ષકની સામે થઈ જાય છે, તે ક્યારે સુધરશે ?
દાદાશ્રી : જે ભૂલના પરિણામ ભોગવે તેની ભૂલ છે. આ ગુરુઓ જ ઘનચક્કરો પાક્યા છે તે શિષ્યો સામાં થાય છે. આ છોકરાં તો ડાહ્યા જ છે, પણ ગુરુઓ ને મા-બાપ ઘનચક્કર પાક્યાં છે ! અને વડીલો જૂની પકડ પકડી રાખે પછી છોકરાં સામાં થાય જ ને ? અત્યારે મા-બાપનું ચારિત્ર્ય એવું હોતું નથી કે છોકરાં સામાં ના થાય. આ તો વડીલોનું ચારિત્ર્ય ઘટી ગયું છે, તેથી છોકરાં સામાં થાય છે. આચાર, વિચાર ને ઉચ્ચારમાં સવળો ફેરફાર થતો જાય તો પોતે પરમાત્મા થઈ શકે છે ને અવળો ફેરફાર થાય તો રાક્ષસ પણ થઇ શકે છે.
લોકો સામાને સુધારવા માટે બધું ફ્રેકચર કરી નાખે છે. પહેલાં પોતે સુધરે તે બીજાને સુધારી શકે. પણ પોતે સુધર્યા વગર સામો કેમનો સુધરે ? માટે પહેલાં તમારા પોતાના બગીચાનું સંભાળો પછી બીજાનું જોવા જાવ. તમારું સંભાળશો તો જ ફળફૂલ મળશે.
ડખો તહીં‘એડજસ્ટ' થવા જેવું ! સંસારનો અર્થ જ સમસરણ માર્ગ, એટલે નિરંતર પરિવર્તનપણાને