________________
ક્લેશ વિનાનું જીવન
ને કાંઈ સર્વે કરે, પણ અંદરની સર્વે કોઇ દહાડો નથી કરી !
શેઠ તમારી સુગંધ તમારા ઘરમાં આવે છે ?
પ્રશ્નકર્તા : સુગંધ એટલે શું ?
દાદાશ્રી : તમારા ઘરના બધા માણસોને તમે રાજી રાખો છો ? ઘરમાં કકળાટ થતો નથી ને ?
પ્રશ્નકર્તા : કકળાટ તો થાય છે. રોજ થાય છે.
દાદાશ્રી : તે કઇ જાતના પાક્યા તમે ? વહુને શાંતિ ના આપી, છોકરાંને શાંતિ ના આપી ! અરે, તમારી જાતને પણ શાંતિ ના આપી ! તમારે મોક્ષે જવું હોય તો મારે વઢવું પડશે અને તમારે દેવગતિમાં જવું હોય તો બીજો સરળ રસ્તો તમને લખી આપું. પછી તો હું તમને ‘આવો શેઠ, પધારો.’ એમ કહ્યું. મને બેઉ ભાષા આવડે. આ ભ્રાંતિની ભાષા હું ભૂલી નથી ગયો. પહેલાં ‘તુને તુન્ડે મતિર્ભિન્ના’ હતી, તે અત્યારે તુમડે તુમડે મતિર્ભિન્ના થઇ ગઇ છે ! તુન્ડે ય ગયાં ને તુમડાં રહ્યાં ! સંસારના હિતાહિતનું ય કોઇ ભાન નથી.
૨૭
આવું સંસ્કાર સિંચત શોભે ?
મા-બાપ તરીકે કેમ રહેવું તેનું ય ભાન નથી. એક ભાઇ હતા તે પોતાની બૈરીને બોલાવે છે. અરે, બાબાની મમ્મી ક્યાં ગઇ ?” ત્યારે બાબાની મમ્મી મહીંથી બોલે, કેમ શું છે ? ત્યારે ભાઇ કહે, ‘અહીં આવ, જલદી જલદી અહીં આવ, જો જો, તારા બાબાને ! કેવું પરાક્રમ કરતા આવડે છે, એ જો તો ખરી !! બાબાએ પગ ઊંચા કરીને મારા ગજવામાંથી કેવા દસ પૈસા કાઢયા ! કેવો હોંશિયાર થયો છે બાબો !'
મેર ચક્કર, ઘનચક્કર આવા કંઇથી પાક્યા ! આ બાપ થઇ બેઠા ! શરમ નથી આવતી ? આ બાબાને કેવું ઉત્તેજન મળ્યું એ સમજાય છે ? બાબાએ જોયા કર્યું કે આપણે બહુ મોટું પરાક્રમ કર્યું ! આવું તે શોભે ? કંઇ કાયદેસર હોવુ જોઇએ ને ? આ હિન્દુસ્તાનનું મનુષ્યપણું આવું લૂંટાઇ જાય તે શોભે આપણને ? શું બોલવાથી છોકરાંને સારું ‘એનકરેજમેન્ટ’
ક્લેશ વિનાનું જીવન
થાય ને શું બોલવાથી તેને નુકસાન થાય, એનું ભાન તો હોવું જોઇએ ને ? તો ‘અન્ટેસ્ટેડ ફાધર’ ને ‘અટેસ્ટેડ મધર' છે. બાપ મૂળો ને મા ગાજર, પછી બોલો, છોકરાં કેવાં પાકે ? કંઇ સફરજન ઓછાં થાય ?!
૨૮
પ્રેમમય ડીલિંગ - છોકરાં સુધરે જ !
એક બાપે એના છોકરાંને સહેજ જ હલાવ્યો એટલે છોકરો ફાટી ગયો, ને બાપને કહેવા લાગ્યો કે, ‘મારે ને તમારે નહીં ફાવે.’ પછી બાપ છોકરાને કહેવા લાગ્યો કે, “ભઇ ! મેં તને કશું ખરાબ નથી કહ્યું તું શું કામ ગુસ્સે થાય છે ?’ ત્યારે મેં બાપને કહ્યું કે, ‘હવે શું કામ ઓરડો ધૂઓ છો ? પહેલાં હલાવ્યું શું કામ ? કોઇને હલાવશો નહીં, આ પાકાં ચીભડાં છે. કશું બોલશો નહીં. મેરી ભી ચૂપ ને તેરી ભી ચૂપ. ખઇ, પીને મોજ કરો.’
પ્રશ્નકર્તા : આ છોકરાં ખરાબ લાઇને ચઢી જાય તો માબાપની ફરજ છે ને કે એને વાળવો જોઇએ ?
દાદાશ્રી : એવું છે ને, કે માબાપ થઇને એને કહેવું જોઇએ, પણ માબાપ છે જ ક્યાં અત્યારે ?
પ્રશ્નકર્તા : માબાપ કોને કહેવાય ?
દાદાશ્રી : માબાપ તો તેનું નામ કહેવાય કે છોકરો ખરાબ લાઇને ચઢયો હોય છતાંય એક દહાડો માબાપ કહેશે, ભઇ, આ આપણને શોભે નહીં, આ તેં, શું કર્યું ? તે બીજે દહાડેથી એનું બંધ થઇ જાય ! એવો પ્રેમ જ ક્યાં છે ? આ તો પ્રેમ વગરનાં માબાપ. આ જગત પ્રેમથી જ વશ થાય. આ માબાપને છોકરાં પર કેટલો પ્રેમ છે-ગુલાબના છોડ પર માળીનો પ્રેમ હોય તેટલો ! આને માબાપ કેમ કહેવાય ? ‘અનુસિર્ટિફાઇડ ફાધર’ ને ‘અન્સર્ટિફાઇડ મધર' ! પછી છોકરાંની શી સ્થિતિ થાય ? ખરી રીતે પહેલાં ‘ટેસ્ટિંગ’ કરાવીને, ‘સર્ટિફિકેટ’ મેળવીને પછી જ પરણવાની છૂટ હોવી જોઇએ. પરીક્ષામાં પાસ થયા વગર, સર્ટિફિકેટ વગર ‘ગવર્મેન્ટ’માં ય નોકરીએ લેતા નથી, તો આમાં ‘સર્ટિફિકેટ’વગર પૈણાવાય શી રીતે ? આ મા કે બાપ તરીકેની જવાબદારી દેશના વડાપ્રધાન