________________
ક્લેશ વિનાનું જીવન
૩૫
ક્લેશ વિનાનું જીવન
કહીએ કે તું સુધરે નહીં ત્યાં સુધી જુદો રહે. પણ આ તો રિલેટિવ સગાઇ છે માટે - એડજસ્ટ એવરીવ્હેર. આ તમે સુધારવા નથી આવ્યા, તમે કર્મના સકંજામાંથી છૂટવા આવ્યા છો. સુધારવા કરતાં સારી ભાવના ભાવો. બાકી કોઇ કોઇને સુધારી ના શકે. એ તો જ્ઞાની પુરુષ સુધરેલા હોય તે બીજાને સુધારી શકે. માટે તેમની પાસે લઇ જાવ. આ બગડે છે શાનાથી ? છંછેડવાથી. આખા વર્લ્ડનું કામ છંછેડવાથી બગડ્યું છે. આ કૂતરાંને ય છંછેડો તો કેડી ખાય, બચકું ભરે. એટલા માટે લોક કૂતરાંને છંછેડતા નથી. આ મનુષ્યોને છંછેડે તો શું થાય ? એ ય બચકું ભરશે. માટે ના છંછેડશો.
- હવે, આ ભવમાં તો સાચવી લઈએ !
બધું ‘વ્યવસ્થિત’ ચલાવે છે, કશું બોલવા જેવું નથી. પોતાનો ધર્મ કરી લેવા જેવો છે. પહેલાં તો એમ જાણતા હતા કે આપણે ચલાવીએ છીએ એટલે આપણે હોલવવું પડે. હવે તો ચલાવવાનું આપણે નહીં ને ? હવે તો આ ય ભમરડા ને તે ય ભમરડા ! મેલ ને પીડા અહીંથી ! પ્યાલા ફૂટે, કઢી ઢળે, વહુ છોકરાંને વઢતી હોય તો ય આપણે આમ આડા ફરીને નિરાંતે બેસી જવું. આપણે જોઇએ ત્યારે એ કહે ને કે, તમે જોતા હતા ને કેમ ના બોલ્યા ? અને ના હોય તો હાથમાં માળા લઇ ને ફેરવ્યા કરીએ એટલે એ કહેશે કે, આ તો માળામાં છે. મેલો ને પડ ! આપણે શી લેવાદેવા ? સ્મશાનમાં ના જવાનું હોય તો કચ કચ કરો ! માટે કશું બોલવા જેવું નથી. આ તો ગાયો ભેંસો ય એના બાબા જોડે રીતસર ભોં ભોં કરે, વધારે બોલે નહીં ! ને આ મનુષ્યો તો ઠેઠ સુધી બોલ બોલ કરે. બોલે એ મૂરખ કહેવાય, આખા ઘરને ખલાસ કરી નાખે. એનો ક્યારે પાર આવે ? અનંત અવતારથી સંસારમાં ભટક્યા. ના કોઇનું ભલું કર્યું, ના પોતાનું ભલું કર્યું. જે માણસ પોતાનું ભલું કરે તે જ બીજાનું ભલું કરે.
આ અમારા એક એક શબ્દમાં અનંતા અનંતા શાસ્ત્રી રહ્યાં છે ! આ સમજે અને પાંસરો હંડ્યો તો કામ જ કાઢી નાખે !! એકાવતરી થઈ જવાય એવું આ વિજ્ઞાન છે ! લાખો અવતાર કપાઇ જશે !! આ વિજ્ઞાનથી તો રાગે ય ઊડી જાય ને દ્વ ય ઊડી જાય ને વીતરાગ થઇ જવાય. અગુરુલઘુ સ્વભાવનો થઇ જાય એટલે આ વિજ્ઞાનનો જેટલો લાભ ઉઠાવાય તેટલો ઓછો છે.
સલાહ આપવી પણ ના છૂટકે !
અમારી પેઠ “અબુધ’ થઇ ગયો તો કામ જ થઇ ગયું. બુદ્ધિ વપરાઇ તો સંસાર ઊભો થયો પાછો. ઘરનાં પૂછે તો જ જવાબ આપવો આપણે અને તે વખતે મનમાં થાય કે આ ના પૂછે તો સારું એવી આપણે બાધા રાખવી. કારણ કે ના પૂછે તો આપણે આ મગજ ચલાવવું ના પડે. એવું છે ને, કે આપણા આ જૂના સંસ્કાર બધા ખલાસ થઇ ગયા છે. આ દુષમકાળ જબરજસ્ત વ્યાપેલો છે, સંસ્કાર માત્ર ખલાસ થઇ ગયા છે. માણસને કોઇને સમજણ પાડતાં આવડતી નથી. બાપ છોકરાંને કંઇક કહે તો છોકરો કહેશે કે, “મારે તમારી સલાહ નથી સાંભળવી.' ત્યારે સલાહ આપનારો કેવો ને લેનારે કેવો ? કઈ જાતના લોક ભેગા થયા છો ?!. આ લોક તમારી વાત શાથી નથી સાંભળતા ? સાચી નથી તેથી. સાચી હોય તો સાંભળે કે ના સાંભળે ? આ લોક શાથી કહે છે ? આસક્તિને લીધે કહે છે. આ આસક્તિને લીધે તો પોતે પોતાના અવતાર બગાડે છે.
સાચી સગાઈ કે પરભારી પીડા ?! બાબો માંદો હોય તો આપણે દવા બધી કરીએ, પણ બધું ઉપલક. આપણા છોકરાંને કેવા માનવા જોઇએ ? ઓરમાન. છોકરાંને મારા છોકરાં કહે અને છોકરાં ય મારી મા કહે, પણ મહીં લાંબી સગાઇ નહીં. એટલે આ કાળમાં ઓરમાઇ સગાઇ રાખજો, નહીં તો માર્યા ગયા જાણજો. છોકરાં કોઇને મોક્ષે લઇ જનારાં નથી. જો તમે ડાહ્યા થશો તો છોકરાં ડાહ્યાં થશે. છોકરાં જોડે વહાલ તે કરાતું હશે ? આ વહાલ તો ગોળી મારે. વહાલ ષમાં ફરી જાય. પરાણે પ્રીત કરીને ચલાવી લેવાનું. બહાર ‘સારું લાગે છે' તેમ કહેવાનું. પણ મહીં જાણીએ કે પરાણે પ્રીતિ કરી રહ્યા છીએ, આ ન હોય સાચી સગાઈ. છોકરાની સગાઇની ક્યારે ખબર પડે કે જ્યારે આપણે એક કલાક એને મારીએ, ગાળો દઇએ ત્યારે એ કલદાર છે કે નહીં, એની ખબર પડે. જો તમારો સાચો દીકરો હોય તો તમારા મારી રહ્યા પછી એ તમને પગે લાગીને કહે કે “બાપુજી, તમારો હાથ બહુ