________________
ચિંતા
૨૬
ચિંતા છો ?” આને આમ જોવા જાય તો ખબર પડે કે પોતાને સંડાસ જવાની પણ સ્વતંત્ર શક્તિ નથી, એ તો જ્યારે બંધ થાય ત્યારે ડૉક્ટરને બોલાવવો પડે. ત્યાં સુધી એ શક્તિ આપણી છે એવું આપણને લાગ્યા કરે. પણ એ શક્તિ આપણી નથી. એ શક્તિ કોને આધીન છે, એ બધું જાણી રાખવું ના પડે ?
આનો ચલાવનારો કોણ હશે? બેન, તમે તો જાણતા હશો ? આ શેઠ જાણતા હશે ? કોઈ ચલાવનારો હશે કે તમે ચલાવનારા છો ?
ચલાવનારા સંજોગો
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો કોના હાથમાં છે તે જાણ્યા વગર આપણે ઉપાધિ કરીએ, તે શેના જેવું છે ? કે એક ઘોડાગાડી ચાલતી હોય, એમાં આપણે દસ માણસો બેઠા હોઈએ, મોટી બે ઘોડાની ઘોડાગાડી હોય. હવે એને ચલાવનારો ચલાવતો હોય અને આપણે અંદર બૂમાબૂમ કરીએ કે, “એય આમ ચલાવ, એય આમ ચલાવ” તો શું થાય ? જે ચલાવે છે એને જોયા. કરો ને ! કોણ ચલાવનાર છે એ જાણીએ તો ચિંતા આપણને હોય નહીં, એવું ‘આ જગત કોણ ચલાવે છે એ જાણીએ તો ચિંતા આપણને હોય નહીં. તમે રાત-દહાડો ચિંતા કરો છો ? ક્યાં સુધી કરશો ? એનો આરો ક્યારે આવશે ? તે મને કહો.
આ બેન તો એનું લઈને આવેલી છે, તમે તમારું બધું લઈને નહોતા આવ્યા ? આ શેઠ તમને મળ્યા કે ના મળ્યા ? તો શેઠ તમને મળ્યા, તો આ બેનને કેમ નહીં મળે ? તમે જરા તો ધીરજ પકડો. વીતરાગ માર્ગમાં છો અને આવી ધીરજ ના પકડો તો તેનાથી આર્તધ્યાન થાય, રૌદ્રધ્યાન થાય.
પ્રશ્નકર્તા : એવું નહીં પણ સ્વાભાવિક ફિકર તો થાય ને !
દાદાશ્રી : એ સ્વાભાવિક ફિકર તે જ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કહેવાય, મહીં આત્માને પીડા કરી આપણે. બીજાને પીડા ના કરતો હોય તો ભલે, પણ આ તો આત્માને પીડા કરી.
ચિંતાથી બંધાય અંતરાય કર્મ ચિંતા કરવાથી તો અંતરાય કર્મ પડે છે ઊલટું, એ કામ લાંબું થાય છે. આપણને કોઈકે કહ્યું હોય કે ફલાણી જગ્યાએ છોકરો છે, તો આપણે પ્રયત્ન કરવો. ચિંતા કરવાની ભગવાને ના પાડી છે. ચિંતા કરવાથી તો વધારે અંતરાય પડે છે. અને વીતરાગ ભગવાને શું કહ્યું છે કે, “ભઈ, ચિંતા તમે કરો છો, તો તમે જ માલિક છો ? તમે જ દુનિયા ચલાવો
કર્તા કોણ છે ? આ સંજોગો કર્તા છે. આ બધા સંજોગો, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય તો કાર્ય થાય એવું છે. તો આપણા હાથમાં સત્તા નથી, આપણે સંજોગોને જોયા કરવાના કે સંજોગો કેમના છે ! સંજોગો ભેગા થાય એટલે કાર્ય થઈ જ જાય. કોઈ માણસ માર્ચ મહિનામાં વરસાદની આશા રાખે એ ખોટું કહેવાય અને જુનની પંદરમી તારીખ થઈ એટલે એ સંજોગો ભેગાં થયા, કાળનો સંજોગ ભેગો થયો, પણ વાદળાનો સંજોગ ભેગો ના થયો હોય તો વાદળાં વગર વરસાદ કેમ પડે ? પણ વાદળાં ભેગા થયા, કાળ ભેગો થયો; પછી વીજળીઓ થઈ, બીજા એવિડન્સ ભેગા થયા એટલે વરસાદ પડે જ. એટલે સંજોગ ભેગા થવા જોઈએ. માણસ સંજોગોને આધીન છે, પણ પોતે એમ માને છે કે હું કંઈક કરું છું, પણ એ કર્તા છે એ પણ સંજોગના આધીન છે. એક સંજોગ વિખરાયો, તો એનાથી એ કાર્ય ના થઈ શકે.
હું કોણ છું' જાણ્યું કાયમી ઉકેલ ! અને ખરેખર તો હું કોણ છું એ જાણવું જોઈએને ? પોતાની જાત ઉપર બીઝનેસ કરીએ, તો જોડે આવે. બીઝનેસ નામ પર કરીએ તો આપણા હાથમાં કશું રહે નહીં. થોડું ઘણું જાણવું પડે કે નહીં ? ‘હું કોણ છું” એ જાણવું પડે ને ?