________________
૨૮
ચિંતા
અહીં તમને ઉકેલ લાવી આપીએ, પછી ચિંતા-વરિઝ કશું થાય નહીં કોઈ દહાડો. ચિંતા થાય છે તે ગમે છે ? શાથી નથી ગમતી ?
અનંતકાળથી ભટક ભટક કરે છે આ જીવો, અનંતકાળથી. ત્યારે કો'ક ફેરો આવાં પ્રકાશરૂપી જ્ઞાની પુરુષ ભેગા થઈ જાય, ત્યારે છૂટકારો કરાવડાવે.
ટેન્શત જુદું ! ચિંતા જુદી ! પ્રશ્નકર્તા ઃ તો એ ચિંતા જોડે અહંકાર કેવી રીતે ?
દાદાશ્રી : હું ના હોઉં તો ચાલે નહીં, એવું એને લાગે. “આ હું જ કરું છું. હું નહીં કરું તો નહીં થાય, હવે આ થશે ? સવારે શું થશે ?” એમ કરીને ચિંતા કરે.
પ્રશ્નકર્તા : ચિંતા કોને કહેવામાં આવે છે ?
દાદાશ્રી : કોઈ પણ વસ્તુને સર્વસ્વ માનીને ચિંતવન કરવું એ ચિંતા કહેવાય. વહુ માંદી થયેલી હોય, હવે એને પૈસા કરતાં ય એમાં, વહુમાં સર્વસ્વ લાગતું હોય, તો ત્યાંથી જ એને ચિંતા પેસી જાય. એમાં બધાય કરતાં વધારે પડતું માન્યું છે એને. એટલે ચિંતા પેસી જાય. અને જેને સર્વસ્વ આત્મામાં છે, અને પછી શેની ચિંતા હોય ?
પ્રશ્નકર્તા ટેન્શન એટલે શું ? ચિંતાનું તો સમજાયું, હવે ટેન્શન એની વ્યાખ્યા કહોને કે ટેન્શન કોને કહેવું ?
દાદાશ્રી : ટેન્શન એના જેવો જ ભાગ છે. પણ એમાં સર્વસ્વ ના હોય, બધી રીતના તણાવ હોય. નોકરીનું ઠેકાણું નહીં પડે ? શું થશે ? એક બાજુ બૈરી માંદી છે, તેનું શું થશે ? છોકરો સ્કૂલમાં બરાબર જતો નથી, તેનું શું ? આ બધું, બધો તણાવ, એને ટેન્શન કહેવાય. અમે તો સત્યાવીસ વર્ષથી ટેન્શન જ જોયેલું નહીંને !
હવે કાળજી અને ચિંતામાં બહુ ફેર. કાળજી એ જાગૃતિ છે અને
ચિંતા ચિંતા એટલે જીવ બળ્યા કરવો.
તોર્માલિટીથી મુક્તિ ! પ્રશ્નકર્તા : પરવશતા ને ચિંતા બે સાથે ના જાય.
દાદાશ્રી : ચિંતા એ તો એબોવ નોર્મલ ઈગોઈઝમ છે અને પરવશતા એ ઈગોઈઝમ નથી, પરવશતા એ લાચારી છે અને ચિંતા એ એબોવ નોર્મલ ઈગોઈઝમ છે. એબોવ નોર્મલ ઈગોઈઝમ થાય તો ચિંતા થાય, નહીં તો થાય નહીં. આ ઘરમાં રાતે ઊંઘ કોને ના આવતી હોય ? ત્યારે કહે, જેને ઈગોઈઝમ વધારે છે તેને.
ઈગોઈઝમ વાપરવાનું કહ્યું, એબોવ નોર્મલ ઈગોઈઝમ વાપરવાનું કહ્યું નથી. એટલે ચિંતા કરવી એ ગુનો છે અને એનું ફળ જાનવરપણું આવે છે.
પ્રશ્નકર્તા : ચિંતા ન થાય એને માટે ઉપાય શું ?
દાદાશ્રી : પાછું ફરવું. બાદ કરાવી નાખીને પાછું ફરવું જોઈએ. અગર તો ઈગોઈઝમ બિલકુલ ખલાસ કરવો જોઈએ. જ્ઞાની પુરુષ હોય તો જ્ઞાની પુરુષ જ્ઞાન આપે તો બધું થઈ જાય.
ચિંતા કેવી રીતે જાય ? પ્રશ્નકર્તા : ચિંતા કેમ છૂટતી નથી ? ચિંતાને છોડવાને માટે શું કરવું ?
દાદાશ્રી : ચિંતા બંધ થયેલી હોય, એવો માણસ જ ના હોય. કૃષ્ણ ભગવાનના ભક્તને ય ચિંતા બંધ થયેલી ના હોય ને ! અને ચિંતાથી જ્ઞાન બધું આંધળું થઈ જાય, ફ્રેકચર થઈ જાય.
વર્લ્ડમાં એક માણસ એવો ના હોય કે જેને ચિંતા ના થતી હોય.