________________
૧૫૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય વિચારો બદલાવાના નથી. તે મને કહેલું હઉ કે, ‘હવે આ બ્રહ્મચર્ય જ જોઈએ, એ સિવાય બીજું નહીં !” પણ પછી બદલાયું ! તે દહાડે તારે શારીરિક વિચિત્રતા હતી. તેણે તને વિષય રોકવા માટે હેલ્પ કરી હતી. શરીર જ એવું કે વિષયમાં તને વૈરાગ આવે ને વિષય ન ગમે. અત્યારે શરીરનો ચેન્જ થઈ ગયો, તે પાછું પેલી બાજુ જ વળી ગયો. જેવો શરીરમાં ફોર્સ આવે, તાકાત આવે તો પાછું વિષય ભણી મન દોડે. છતાં આ શરીર વસ્તુ જુદી છે અને આપણે જુદા છીએ.
પ્રશ્નકર્તા: ભાવ કરનારા આપણે છીએ ને ? શરીર નથી ને ? નિશ્ચય કરનારો વિભાગ પોતાનો છે ને ? તો કેમ પેલી બાજુ વિષય બાજુ જતું રહેવાય ?
દાદાશ્રી : હમણાં ત્રણ મહિના કોઈ માણસ માંદો પડે ને બહુ વિષય-વિકારી વિચારો રહેતા હોય તો એને એ વિચાર હપુચા ખલાસ થઈ જાય. ઊલટો એમ કહે, ‘હવે આ કોઈ દિવસ જોઈતું જ નથી.’ એટલે શરીર ઉપર બધો આધાર રાખે છે !
પ્રશ્નકર્તા : આપના જ્ઞાન પહેલાં મનોબળ જ ડેવલપ નહીં થયેલું ને ! અત્યારે હવે મનોબળ ઉત્પન્ન થતું જાય છે.
દાદાશ્રી : એ ઉત્પન્ન થાય પણ મનોબળ આ બૉડી ઉપર આધાર રાખે છે, “ડીપેન્સ અપોન બૉડી'! તમારું આ મનોબળ તદન સ્વતંત્ર નથી. તદન સ્વતંત્ર મનોબળ એ જુદી વસ્તુ છે. એ તો તદન ‘વીક બૉડી’ હોય તો ય મનોબળ તેનું તે જ હોય.
પ્રશ્નકર્તા : પણ એવાં મનોબળ ડેવલપ થાય ને ?
દાદાશ્રી : ના થાય. આ તમારા મનોબળ તો બૉડીને આધીન. મહીં જે શારીરિક દર્દ હતું, એના આધારે મનના વિચારો બધા બેક માર્યા ગયેલા હોય અને તેથી તે દહાડે ધાર્યો કંટ્રોલ રહી શકતો હતો ને તેથી પછી તને વિચાર કરવાનો વખત મળ્યો કે વિષય શું છે તે ? તે દહાડે વિષય એટલી બધી ખરાબ વસ્તુ છે, એ બધું આમ પિકચરની પેઠ હાજર રહેવા માંડ્યું. ને એ પ્રમાણે થયું, પણ પછી આ શરીરે ચેન્જ માર્યો એટલે પછી વિચારોએ
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૫૭ પલટો માર્યો ! વિષય સંબંધી મોળું પડે તે કેટલીક વાર શરીર નબળું પડે એટલે, પાછી દવા થાય એટલે પાછો વિષય જોર કરે. તે તારું પલટાયેલું જોઈને હું સમજી ગયો કે આ શાથી પલટાયું છે ! હું જાણું કે આ દવા થઈ ને દવાથી એવું થયું છે. હજુ આ તારા વિચારો ફરી જશે. તું તારી મેળે જોયા કર ને ! તને પહેલાં જે તારા બ્રહ્મચર્ય સંબંધી વિચારો “સ્ટ્રોંગ લાગતા હતા. ત્યારે મને મનમાં થતું કે આની આ સ્થિતિ કાયમ રહેશે નહીં, છતાં રહી શકે તો ઉત્તમ ! શરીરનો બધો ફેરફાર થશે, એટલે આ પાછો આમનો ફરશે. તે પછી ફર્યો પણ ખરો. ત્યાર પછી અમે સમજી ગયા, એટલે પહેલેથી અમે કશું કહીએ જ નહીં ને ! અમે જાણીએ કે આ ભલો આદમી શરીરના આધીન એના નિશ્ચયમાંથી ફરે છે. એમાં એનો દોષ નથી. એટલે અમે ઠપકો તો કશો આપીએ નહીં. બાકી બ્રહ્મચર્ય સંબંધી વિરોધી વિચાર આવવા એ ઠપકાને પાત્ર કહેવાય ! એટલે આ વિચારો શેના આધીન ફરે છે એ બધું આપણે જોયા કરવું. હમણાં તું કશા ભાવ કરીશ નહીં. બધું જોયા કર કે કેમનું ‘સેટિંગ” લે છે ! તારા ભાવ બ્રહ્મચર્ય માટે એટલે ઊંચે સુધી પહોંચ્યા હતા, કે લોકોનું કલ્યાણ કરી નાખે એવું હતું !
બ્રહ્મચર્યના વિચાર જેને આવે, એ પ્રભાવશાળી કહેવાય ! દેવ જ કહેવાય !! અને અબ્રહ્મચર્યના વિચારો આવે એટલે સાધારણ માનવ જ ગણાય ને ? પશુથી સાધારણ માનવ સુધીનાં બધાંને અબ્રહ્મચર્યના વિચાર આવે. અબ્રહ્મચર્યના વિચાર એ ખુલ્લી પાશવતા છે. જેને સમજદારી નથી, તે અબ્રહ્મચર્યમાં પડે છે. તેને પોતાને ય તે દહાડે આ સમજાયું હતું, પણ આ શારીરિક સ્થિતિએ મનને ફેરવ્યું. આ તો તું એમ જાણે કે મારું મન હિંમતવાન થયું હશે. પણ મન હિંમતવાન ત્યારે જ કહેવાય કે બ્રહ્મચર્ય સાથે હોય ! બ્રહ્મચર્ય તોડે, એને હિંમતવાન કોઈ કહી શકે નહીં !
બ્રહ્મચર્ય માટે વિચાર થાય, તે શરીર ઉપર કેટલીક વાર “ડીપેન્ડ' થાય છે. વચ્ચે તારી બહુ પુણ્ય જાગી હતી કે શરીરની વિકનેસ આવી શરીરની વિકનેસને આ કાળમાં ભગવાને મોટામાં મોટી પુણ્ય ગણી છે. તે અધોગતિમાંથી બચી જાય, જ્ઞાન ના હોય તો ય તે અધોગતિમાંથી બચી જાય. પણ શરીર જો મજબૂત થયું, એટલે તલાવડું ફાટે તે ઘડીએ જોઈ