________________
૧૫૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
લો પછી ! તેથી આ નાનાં છોકરાઓને બહુ મગસ ને મીઠાઈઓ આપવાની ના પાડું છું. અલ્યા, છોકરાઓને મગસ ના અપાય. આ તે કઈ જાતના લોક છે કે છોકરાને મગસ ને ગુંદરપાક આપે છે ! એમને તો એકલાં દાળભાત આપે છે તો ય આટલું બધું લોહી વધી જાય, પછી છોકરાઓને મીઠાઈઓ વગેરે આપે તો શું થાય ? પંદર વર્ષે જ નર્યા
દોષમાં જ પડી જાય બધાં ! પછી ખરાબી જ થઈ જાય ને ? ઉત્તેજના થાય એવો ખોરાક ના આપવો જોઈએ. આ બ્રહ્મચારીઓને ઉત્તેજના થાય એવો ખોરાક આપે તો શું થાય ? મન-બન બધું ફેરવાઈ જાય ! ખોરાકના આધારે જ બધું મન છે, તે આખો મહેલ કડડભૂસ તોડી પાડે ! એટલે શું કહ્યું છે બધો ખોરાક લો, પણ હલકો લો. શારીરિક તંદુરસ્તી ખલાસ ના થવી જોઈએ.
પ્રશ્નકર્તા : આપણે વિષયમાં લપસ્યા તેમાં જોખમ તો ખરું, પણ તેમાં આપણી સત્તા કેટલી ? આપણે ન કરવું હોય, તો એમાં આપણી સત્તા કેટલી ?
દાદાશ્રી : બધી ય સત્તા છે. ‘એક્સિડંટ’ તો કો’ક દહાડો હોય, રોજ ના થાય. એટલે રોજ કરો છો એ પોતાના ‘વિલ પાવર’થી થાય છે. બાકી ‘એક્સિડંટ’ તો છ મહિને-બાર મહિને એકાદ દહાડો હોય અને તેને ‘વ્યવસ્થિત’ કહેવાય, રોજ ‘એક્સિડંટ’ થાય, તેને ‘વ્યવસ્થિત’ કહો તો, તે ‘વ્યવસ્થિત’નો દુરુપયોગ થયો કહેવાય.
પ્રશ્નકર્તા : એ કેવી રીતે ‘વ્યવસ્થિત’નો દુરુપયોગ થયો કહેવાય ?
દાદાશ્રી : એનો દુરુપયોગ થઈ જ જાય છે, અવળી માન્યતા માનો એટલે. તે ય તમને છૂટ આપવામાં આવે છે, કે વિચાર આવે ને તમારી દ્રષ્ટિ મલિન થાય, તેનો વાંધો નથી; એને ધોઈ નાખજો અને આ અમારી પાંચ આજ્ઞા પળાતી હોવી જોઈએ. આ તો પાંચ આજ્ઞા પળાતી નથી એટલે મારે બીજી બાજુનો સ્ક્રૂ કડક કરવો પડે છે.
પ્રશ્નકર્તા : ના, ત્યાં ય આજ્ઞા તો પળાય છે, છૂટું રહેવાય છે. દાદાશ્રી : એ આજ્ઞા ના કહેવાય. એ તો એક જાતની લાલચ પેસી
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
ગઈ એટલે લાલચુ થઈ જાય પછી.
આ છોકરાએ એના દોષનું પ્રતિક્રમણ કર્યું હતું, પછી મેં એને આજ્ઞા આપી, પછી એને એકુંય દોષ થતો નથી. કારણ કે એણે નક્કી કર્યું છે કે મારે હવે એ બાજુ દ્રષ્ટિ જ કરવી નથી, મારે બગડવું જ નથી, મારે વિષયના વિચારો જ નથી કરવા અને મેં એને આજ્ઞા આપી. હવે એને કશું બગડતું નથી. હે..... નિરંતર સમાધિમાં રહે છે !!! આપણી દાનત ખરાબ હોય ત્યારે બધું બગડે. એક બાબતમાં ‘સ્ટ્રોંગ’ રહેવું જ પડે ને ? આ બાબતમાં આગળ સંત પુરુષોએ ઝેર ખાધેલાં. કારણ કે એ ઝેર ખાધેલું તો એક અવતાર મારે અને આ વિષય તો અનંત અવતારનું મરણ થયું !!!
૧૫૯
જે અણહક્કના વિષય ભોગવે છે, તે તો દુરાચારનો ફેલાવો કરે છે, દુરાચારની જાહેરાત કરે છે. પોતાના હક્કનું લોકો ભોગવી જશે તેનો તેને વિચાર આવતો નથી. જે અણહક્કનું ભોગવતા નથી, એને ઘેરે ય કોઈ ભોગવે નહીં એવું સચવાય, એવો કુદરતનો નિયમ છે. એ નિયમ તોડી નાખે એ ભાન વગરનું, બધું બેભાનપણું કહેવાય. આપણું આ નિરંતર સમાધિમાં રાખે એવું વિજ્ઞાન છે. પછી એ ભૌતિક સુખની ઇચ્છા જ ના રાખે ને ?
પ્રશ્નકર્તા : કોઈને વિષયના સુખની ગ્રંથિ હોય ને ?
દાદાશ્રી : એવું કશું હોતું નથી. ગ્રંથિઓ હોય તો તેનો છેદ કરી શકાય છે.
પ્રશ્નકર્તા : બાકી આપનું જ્ઞાન, આપનું સુખ જે છે, તે ખરેખર આ બધાં કરતાં ઊંચું છે એ વાત સમજાય છે.
દાદાશ્રી : ઊંચું નહીં, આ જ્ઞાન તો એવું છે કે વર્લ્ડમાં કોઈ દહાડો બન્યું જ નથી. આ નવેસરથી જ્ઞાન ઊભું થયું છે.
પ્રશ્નકર્તા : હા, પણ એ સમજાય છે કે વાત સાચી છે પણ એ વર્તનમાં નથી આવતું.