________________
૧૫૫
[૧૦] આલોચતાથી જ જોખમ ટળે વ્રતભંગતાં !
વ્રત ભંગે મિથ્યાત્વતી જીત!
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પશ્ચાત્તાપ કરજે.
પ્રશ્નકર્તા: ઊંધે રસ્તે એટલો બધો જોરથી ફોર્સ આવે છે, તે બધી જાતના વિચારો પણ આવે. બધી જાતની ટ્રિકસ, બધી જાતનું સામે લાવીને મૂકી દે.
દાદાશ્રી : જો થોડો વખત ભૂલ ના કહી હોત ને એમ ને એમ હજુ ચાલવા દીધું હોત તો આખું જ્ઞાન બધું ઉખેડીને ફેંકી દેત ! પણ તે થોડા વખતમાં જ કહી દીધું એટલે પક્કડમાં આવી ગયું. નહીં તો પેલું તો પછી હુલ્લડ મચાવે. તેના કરતાં વ્રત લેવું નહીં ને વ્રત લેવું હોય તો પૂરી રીતે પાળવું ! એ જ્યારે ના પળાય એમ થાય તો અમને બધું કહી દેવું. આ તો હિન્દુસ્તાનમાં રહેવું અને પાકિસ્તાનને મદદ કરવી, તેના જેવી વાત છે બધી !
વિષય ઘટાડવા માટે તો બાર આની ખોરાક ઓછો કરી નાખવો, પહેલાં સ્થૂળ દબાણ ઓછું કરી નાખવું પડે. પછી સૂક્ષ્મ દબાણ ઓછું કરવું. આ સ્થળ દબાણ ઓછું થઈ જાય પછી પેલા સૂક્ષ્મ દબાણ ઓછાં થઈ શકે. કારણ કે ઘૂળમાં જ જો દબાણ ઓછું ના થાય તો પછી સૂક્ષ્મમાં શું થાય ?
આ વિચારો ટકવાના નથી એવું મને લાગે છે ? પહેલાં જે તારા વિચાર હતા, તે તને એમ જ લાગતું હતું કે હવે આ મારા વિચાર ખસવાના નથી, પણ હું એ જાણું છું પાછો કે આના આ વિચારો પાછાં ફરશે. અમને અત્યારે ય તારા વિચારો ટેમ્પરરી લાગે ! એટલે તું આની પર ગોઠવણી કર્યા કરે, પણ એ બધી તારી મહેનત નકામી જાય. તે દહાડે બહુ સ્ટ્રોંગ વિચારો હતા, પણ એ વિચારો પાછા ફર્યા ! કારણ કે જેવો માલ ભરેલો તેવો નીકળ્યા કરે.
પ્રશ્નકર્તા : ભરેલાં માલને તો હવે જોયા કરીએ, પણ નવા ભાવ પાછા ફર્યા કરીએ તો ? આપ જ્ઞાની પુરુષ છો એટલે જોઈ શકો, શું થાય છે, પણ મને એવી ખાતરી થતી નથી કે મારા વિચારો બદલાશે !
દાદાશ્રી : ના, ના, એ તો પહેલાં ય તને એમ લાગતું હતું કે મારા
ભગવાને શું કહ્યું છે કે વ્રત તો તું જાતે તોડું તો તૂટે. કોઈ શું તોડાવી શકે ? એમ કોઈના તોડાવાથી વ્રત તૂટી જતું નથી. વ્રત લીધા પછી વ્રતનો ભંગ થાય તો આત્મા હક જતો રહે. તારે વ્રત લીધા પછી વ્રતભંગ થયો છે અને એ જોખમદારીના આ બધાં પરિણામ આવ્યાં છે, તે તો તારે સહન કરવાં જ પડશે. વ્રત લીધું હોય તો તેનો ભંગ આપણાથી ના કરી શકાય. અને ભંગ થાય તો કહી દેવું જોઈએ કે હવે મારું ચલણ ઊડી ગયું છે.
પ્રશ્નકર્તા : મેં આપને વાત કરી હતી કે વ્રત હવે પાછું લેવું પડશે.
દાદાશ્રી : તે વાત કરી હતી પણ તે અમુક ટાઈમ પછી બધી વાત થયેલી. એટલે એમાં તો બહુ જોખમ. એને લીધે તો આખું લશ્કર સજીવ થઈ ગયું. મિથ્યાત્વ લકર ચોગરદમથી સજીવ થઈ ગયું, તે હવે ચઢી બેઠું છે. તે હમણે થોડો ઘણો ટાઈમ દંડ લેજે. પાછું ફરીથી બધું ગોઠવવું પડશે. દંડમાં તો શું ? હવે રવિવારને દહાડે એક જ વખત દુધ પીને ઉપવાસ કરવાનું રાખજે અને તે દિવસે વધુ ટાઈમ સામાયિક કરજે, પ્રતિક્રમણ ને