________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૫૩ દાદાશ્રી : ટેસ્ટેડ હોય. પેલાં ય ટેસ્ટેડ તો થાય છે. એમાં બે મત નહીં. પણ બે-ત્રણ વર્ષ ભણે છે, પછી બ્રહ્મચર્ય ટેસ્ટેડ ! કારણ કે પ્રતિક્રમણનું હથિયાર સરસને ! એ પ્રતિક્રમણના હથિયાર વાપર્યા કરે એટલે એમ કરતાં કરતાં શુદ્ધ થઈ જાય. શુદ્ધિકરણમાં પેઠો કે શુદ્ધ થઈ જાય.
અભિપ્રાય તો બ્રહ્મચર્યનો જ ! બ્રહ્મચર્ય એ જ્ઞાની પુરુષની આજ્ઞાપૂર્વકનું હોવું જોઈએ. એ આનંદની તો વાત જ જુદી ને ! આત્મા પ્રાપ્ત થયા પછી આનંદ મહીંથી નીકળ્યા જ કરે. પણ એ આનંદને આંતરે છે કોણ ? તો કહે, સંસારનો ભાગ એને ખઈ જાય છે. આપણને એ આનંદ ભોગવવા દેતો નથી. વિષય સાંભરવાના બંધ થાય, પછી પરમાનંદ પાર વગરનો રહે.
- બ્રહ્મચર્યનો અને અબ્રહ્મચર્યનો જેને અભિપ્રાય નથી, તેને બ્રહ્મચર્ય વ્રત વર્તાયું કહેવાય. આત્મામાં નિરંતર રહેવું, એ અમારું બ્રહ્મચર્ય છે. છતાં અમે આ બહારના બ્રહ્મચર્યનો સ્વીકાર નથી કરતા એવું નથી. તમે સંસારી છો એટલે મારે કહેવું પડે કે અબ્રહ્મચર્યનો વાંધો નથી, પણ અબ્રહ્મચર્યનો અભિપ્રાય તો ન જ હોવો જોઈએ. અભિપ્રાય તો બ્રહ્મચર્યનો જ હોવો જોઈએ. અબ્રહ્મચર્ય એ આપણને નિકાલી ‘ફાઈલ” છે. પણ હજુ એમાં અભિપ્રાય વર્તે છે અને એ અભિપ્રાયથી ‘જેમ છે તેમ' આરપાર જોઈ શકાતું નથી, મુક્ત આનંદ અનુભવાતો નથી. કારણ એ અભિપ્રાયનું આવરણ નડે છે. અભિપ્રાય તો બ્રહ્મચર્યનો જ રાખવો જોઈએ. વ્રત કોને કહેવાય ? વર્તે એને વ્રત કહેવાય. બ્રહ્મચર્ય મહાવ્રત વર્ત કોને કહેવાય ? કે જેને અબ્રહ્મચર્ય યાદ જ ના આવે, એને બ્રહ્મચર્ય મહાવ્રત વર્તે છે એમ કહેવાય.