________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૫૧ પ્રશ્નકર્તા : છૂટી જાય.
દાદાશ્રી : તે આ બધી ખોટ ખાવાની છોડી દો તો સારું. મને જણાવવાની શું જરુરત ?
અનુભવ કરવા માટે અમે આ છ મહિના તમને ‘ઉપવાસ’ કરવાનું કહીએ અને પછીથી તો વર્ષ દા'ડો એસ્ટેશન કરાવી લે છે આ લોકો તો.
પ્રશ્નકર્તા : રિન્યુ.
દાદાશ્રી : હા. દર એક સાલનું આપું છું. મન નબળું પડી જાય તો વચ્ચે બે મહિનાનું એ રસ્તો કરી આપું ને પછી પાછું છે તે વિધિ કરી આપું. નબળું હોય એવું. કોઈ જાણી-જોઈને નબળું પાડે નહીં ને ! પણ મુશ્કેલી ઊભી થઈ, ત્યારે શું થાય માણસનું !!
પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય વિધિ કરતી વખતે શું બોલવાનું મારે ?
દાદાશ્રી : કશું નહીં. તું ‘શુદ્ધાત્મા’ બોલ્યા કર ને મારે બધું બોલવાનું.
પ્રશ્નકર્તા ને અખંડ બ્રહ્મચર્ય પાળવાની મને શક્તિ આપો, નિરંતર નિર્વિકાર રહેવાની શક્તિ આપો.
દાદાશ્રી : એ બધું નહીં, એ બધું એમાં મારે કરવાનું. તારે તો ભાવના થાય ને પ્રગટ કરી કે મારે બ્રહ્મચર્ય પાળવું, મને શક્તિ આપો, એટલે આપવાની અમારે. ‘હું શુદ્ધાત્મા છું' બોલ્યા કરવાનું. બ્રહ્મચર્યવ્રતમાં આવું સુખ છે એવું જોયું ?!
પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય એ તો દુષ્કરદ્રત કરવું ને ?
દાદાશ્રી : દુષ્કર તો છે બ્રહ્મચર્ય વ્રત પણ આ આવું પદ્ધતિસર હોયને તો બ્રહ્મચર્ય વ્રત બહુ સુંદર રહે. એ તો આમ તાળા મારવા હોય તો બ્રહ્મચર્ય વ્રત દુષ્કર છે. મોઢે તાળું મારીએ પછી કંઈ ખવાય જ નહીં ને, સ્વાદ આવે જ શાનો તે ?! એ કામનું નહીં, એ તો એનો અર્થ, મન બગડી જાય. ખુલ્લું રાખીને, શાનથી ઉડાડવું જોઈએ. જ્ઞાનથી પાળવું
૧૫૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય જોઈએ બ્રહ્મચર્ય વ્રત.
વિચાર જ બંધ વ્રત પછી ! આમને તો વ્રત લીધાં પછી ચમત્કાર થયો, પછી બહુ સુંદર. એનું કારણ છે કે ‘ક્યાંથી સુખ આવે છે તેનું ભાન નથી અને આ વ્રત લીધાં પછી જે સુખ આવે છે ને, પછી છે તે મનમાં વિષયના વિચાર જ બંધ થઈ જાય. વિષય ગમે નહીં. માણસને સુખ જ જોઈએ છે. તે સુખ મળતું હોય તો બીજું કશું જાણી-જોઈને કાદવમાં હાથ ઘાલવા તૈયાર ના થાય. પણ આ બહાર તાપ લાગે છે. એટલે કાદવમાં હાથ ઘાલે છે ઠંડક લાગે એટલાં માટે, નહીં તો કીચડમાં કોઈ હાથ ઘાલતું હશે ? કોણ ઘાલે ? પણ શું થાય ? બહાર ગરમી લાગે છે. હવે તમને એક ફેરો અનુભવથી સમજાયું કે આ જ્ઞાનથી વિષય સિવાય બહુ સુંદર સુખ રહે છે. એટલે પછી તમને વિષયો ગમતા બંધ થઈ જાય. આ જ્ઞાન એવું છે કે બધાં વિષયો એની મેળે આપોઆપ છૂટી જાય. ખરી પડે બધાં, પણ અનુભવ કરી કરીને એ કરો ત્યારે સુખ જ મળે છે ને સુખ મળી ગયું કે પછી કશું રહ્યું નથી.
| વિષયમાં તો બહુ બળતરા હોય, કશું જ્ઞાન ના હોય. બળતરા હોય સમકિત ના હોય, ત્યારે બળતરાવાળો માણસ વિષયમાં હાથ ઘાલે, નહીં તો વિષયમાં તો હાથ જ કોણ ઘાલે ? અત્યારે હાથ ઘાલવાની ઈચ્છા ના હોય છતાં ઘાલવું પડે. કારણ કે ડિસ્ચાર્જ સ્વરૂપે છે. પણ તે ય માણસ માંગતાવાળાને પૈસા આપે છે તે ઘડીએ, બહુ રાજીખુશીથી થઈને આપે છે? એવું વિષયનું આરાધન કરવાનું એવી દ્રષ્ટિથી એ શોખનો વિષય નથી. માંગતાવાળા આવે ને, એને પૈસા આપીએ એ શોખનો વિષય નથી.
મેં ચૌદ વર્ષથી જોયા છે, બેઉ સરસ બ્રહ્મચર્ય પાળે છે. બેઉ આમ જોડે ને જોડે ફરે ને એવું. બધું ચૌદ વર્ષથી. પૂછ્યું ત્યારે કહે, ‘જરાય ડાઘ નથી કહે છે... પહેલાં પહેલાં બે-ત્રણ વર્ષમાં જરાય ડચકાં ખાતું'તું. પછી રાગે પડી ગયું. પ્રતિક્રમણથી સુધરે છે. પ્રતિક્રમણથી ધો ધો કરતાં કરતાં રાગે પડી જાય.
પ્રશ્નકર્તા : પરણેલો બ્રહ્મચારી હોય તો એ વેલ ટેસ્ટેડ હોય ને !